સ્ટેટ ફોરેસ્ટ એગ્ઝામ ટોપરની હત્યા ! મિત્ર કરવા માગતો હતો લગ્ન પણ બીજી જગ્યાએ લગ્ન નક્કી થઇ જતા મારી કિલ્લા પરથી ફેંકી દીધી લાશ

એકબાજુ લગ્નની તૈયારીઓ ચાલતી હતી તો બીજી બાજુ MPSCમાં ટોપર દર્શના પવારની લાશ મળી, વાંચો આખો કિસ્સો

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર તો હત્યાના એવા મામલા સામે આવે છે કે સાંભળી આપણી પણ રુહ કંપી ઉઠે. પુણેમાંથી હાલમાં જ હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, MPSC ટોપર દર્શના પવારની હત્યા ખૂબ જ ખૌફનાક રીતે કરવામાં આવી અને પોલિસે આ ગુથ્થી હવે સુલજાવી લીધી છે. MPSC ટોપર દર્શના પવારના મૃતદેહના કેસની તપાસ કરવા માટે 5 પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે.

બનાવવામાં આવેલી 5 ટીમમાં કુલ 25 પોલીસકર્મીઓ સામેલ છે. ત્યાં દર્શના પવારના હત્યાના કિસ્સામાં આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધાયો છે. જો કે, હવે આ હત્યા કેસનો સનસનીખેજ ખુલાસો થઇ ચૂક્યો છે. દર્શનાની હત્યાનો આરોપી બીજું કોઈ નહીં પણ તેનો મિત્ર સુધીર ઉર્ફે રાહુલ હોવાનું બહાર આવ્યું છે. પુણે ગ્રામીણ પોલીસે રાહુલની ધરપકડ કરીને કેસનો ભેદ ઉકેલ્યો હતો. દર્શના 12 જૂને રાહુલ સાથે ટ્રેકિંગ પર ગયા બાદ ગુમ થઈ હતી.

કથિત રીતે દર્શનાએ રાહુલના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને આ જ કારણે રાહુલે તેની હત્યા કરી દીધી. પોલીસે તેને અંધેરી રેલવે સ્ટેશનથી કસ્ટડીમાં લીધો હતો અને તે બાદ કડક પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતા પુણે ગ્રામીણ પોલીસ કમિશનરે માહિતી આપી હતી કે 18 જૂન, 2023ના રોજ વેલ્હે પોલીસ સ્ટેશન હેઠળના ગુંજવાને ગામમાં સતીચા માલ વિસ્તારમાં એક અજાણી મહિલાની હત્યા કરવામાં આવેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

લાશની બાજુમાં મોબાઈલ ફોન, કાળા ચશ્મા, કાળી બેગ અને બ્લુ જર્કીન મળી આવ્યા હતા. મૃતકની ઓળખ 26 વર્ષીય દર્શના પવાર તરીકે થઈ કે જે કોપરગાંવની રહેવાસી હતી. 12 જૂને દર્શનાએ તેના પરિવારને કહ્યું કે તે સિંહગઢ કિલ્લો જોવા જવાની છે. જ્યારે તે પરત ન આવી ત્યારે તેના પિતાએ સિંહગઢ રોડ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ દર્શના સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ દર્શનાએ ના પાડી એટલે તેણે હત્યા કરી દીધી.

રાહુલની 21 જૂને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે 12 જૂનના રોજ રાહુલે દર્શનાની હત્યા કરી લાશને કિલ્લા પરથી નીચે ફેંકી દીધી હતી. દર્શના તાજેતરમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) ટોપર લિસ્ટમાં ત્રીજા સ્થાને રહી હતી. રાહુલે પોલીસને જણાવ્યું કે દર્શનાના લગ્ન અન્ય જગ્યાએ નક્કી થયા હતા. આરોપી પણ સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો. જો કે બંનેએ MPSCની પરીક્ષા આપી હતી, પણ રાહુલ તેને ક્લિયર કરી શક્યો ન હતો.

Shah Jina