મંત્રાલયમાં ફરજ બજાવતી મહિલા મેનેજરે પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, પિતાએ ડાયરેક્ટર પર લગાવ્યા ગંભીર આરોપ

મંત્રાલયની સારી એવી નોકરી કરતી લેડી ઓફિસરની 5માં માળેથી પડીને કરી આત્મહત્યા, વૉટ્સઅપની ચેટમાં ખુલ્યું મોટું રાઝ

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં મોટાભાગના યુવાનો અને બાળકો નાના નાના કારણે પણ આપઘાત જેવા ગંભીર પાગલ ભરતા હોય છે, કોઈ પ્રેમ સંબંધોના કારણે આપઘાત કરી લે છે તો કોઈ પરીક્ષામાં પરિણામ નબળું આવવાના કારણે આપઘાત કરતા હોય છે. ઘણીવાર ઘણા લોકો કોઈના માનસિક ત્રાસના કારણે પણ જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે જેમાં મંત્રાલયમાં ફરજ બજવતી એક મહિલા મેનેજરે પાંચમા માળેથી કૂદીને મોતને વહાલું કર્યું છે.

ભોપાલમાં મધ્ય પ્રદેશ ઔદ્યોગિક વિકાસ નિગમ (MPIDC)ના મેનેજરનું એક એપાર્ટમેન્ટના 5મા માળેથી પડી જવાથી મોત થયું હતું. મૃતક મૂળ ગ્વાલિયરની રહેવાસી હતી. તેના પિતાએ પોલીસને જણાવ્યું કે દીકરી કામના કારણે ઘણા સમયથી તણાવમાં હતી. પોસ્ટમોર્ટમ બાદ પરિજનો મૃતદેહને ગ્વાલિયર લઈ ગયા. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

શાહપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મહેન્દ્ર મિશ્રાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે મૃતક યુવતીનું નામ રાની શર્મા છે જે 27 વર્ષની હતી. રાની મૂળ ગ્વાલિયરની હતી અને ભોપાલમાં નોકરી કરતી હતી. તેની મંત્રાલયમાં ઓફિસ હતી જ્યાં તે MPIDCમાં મેનેજર તરીકે કામ કરતી હતી. પોલીસને માહિતી મળી હતી કે પ્રધાન અર્બન લાઇફ કોલોનીમાં એક યુવતી બિલ્ડિંગમાંથી પડી હતી અને તેના પરિવારના સભ્યો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પાંચમા માળેથી પડી જતાં યુવતી બેભાન થઈ ગઈ હતી પરંતુ સોમવારે મોડી સાંજે તેનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ છોકરીના પિતા જેઓ ગ્વાલિયરમાં પોલીસ ASI તરીકે ફરજ બજાવે છે તેઓ ભોપાલ પહોંચ્યા અને દીકરીના મૃતદેહને લઈને ગ્વાલિયર જવા રવાના થઈ ગયા. ટીઆઈ મહેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે સંબંધીઓના નિવેદનો હજુ સુધી નોંધવામાં આવ્યા નથી કારણ કે ઘટના પછી કોઈ પણ પરિવાર નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી.

મૃતક યુવતીના રૂમમેટની પ્રાથમિક પૂછપરછમાં એ વાત સામે આવી છે કે યુવતી રાની છેલ્લા કેટલાક દિવસોથી કામના કારણે તણાવમાં હતી. લગભગ બે અઠવાડિયા પહેલા તેની માતા પણ તેની પુત્રી સાથે રહેવા માટે ગ્વાલિયરથી ભોપાલ પહોંચી હતી. પિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અમારી દીકરીને મોડે સુધી ઓફિસમાં બેસાડવામાં આવતી હતી. તેના પર કામનું દબાણ હતું. પિતાનો આરોપ છે કે 15 દિવસ પહેલા રાની શર્માએ ફોન કરીને ટોર્ચરની આખી વાત કહી હતી. પિતાએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓના ત્રાસને કારણે પુત્રીએ આત્મહત્યા કરી છે.

Niraj Patel