લેખકની કલમે

પાગલ પ્રેમી – એક સ્ત્રીનો પ્રેમ સમજાવો ખરેખર અઘરો હોય છે, આ કળિયુગમાં પણ રાધા કૃષ્ણ જેવા પ્રેમની આ ઘટના જરૂર વંચાજો…આ વાર્તામાં તમને રાધા જોવા મળશે પણ કૃષ્ણના દર્શન નહી થાય ……

પાગલ પ્રેમી…. ( સત્ય ઘટના )

વિશાલની પત્ની આજે તેના પતિ અને બે બાળકોને મૂકીને ભાગી ગઈ.એક ફ્લેટમાં સામે સામે રહેતા એક યુવાન સાથે તેનું અફેર હતું. એક પતિ તરીકે વિશાલ ખુબ ભાગી ગયો હતો. તેની લાગણીઓ આજે વેરવિખેર થઈ ચુકી હતી.

પત્ની ભાગી ગઈ એ વાત હવે તો જગ જાહેર હતી. લાવીને પણ સમાજમાં નીચા મોઢે રહેવું એના કરતા છોડી દેવામાં જ મોટાઈ હતી. એવું વિશાલનું મન જાણતું હતું. પણ ! એક વાત આજે વિશાલ જાણી ચુક્યો હતો કે કોઈને અનહદ પ્રેમ કરતા હોઈએ અને એ પાગલ છોડી દે તો જિંદગી કેવી બની જાય.

કયારેક આવું જ બનેલું વિશાલના જીવનમાં જેને એક ચહેરાને ઘણા સમય પહેલા છોડી દીધો હતો અને એ હતી હીર . !!!!

હીર અને વિશાલ એક જ ગામના હતા. બન્ને એક સાથે અભ્યાસ કરતા હતા. ધોરણ આઠ થી જ હીરનું મન વિશાલ માટે તડપવા લાગેલું. વિશાલના સ્વપ્નમાં જ રાત અને દિવસ થતો હતો. ઘણા સ્વપ્ન હતા હીરને.

હીર એક અલગ જ માટીની મુરત હતી. તે વિશાલ માટે લૂંટાઈ જવા તૈયાર હતી. શરીરથી અને મનથી તે વિશાલને પોતાનો માની ચુકી હતી. પણ જુદા હતા નસીબ !!!!!

વિશાલના હદયમાં બીજો જ ચહેરો હતો. જેને તે ભૂલી શકે એમ ન હતો. હીર કહેતી ” વિશાલ તું ભલે બીજાને ચાહે.બસ! દિવસમાં પાંચ મિનિટ મારી જોડે વાત કર. મારા માટે એ ઘણું છે”. પણ જ્યારે કદર જ નાં હોય ત્યાં ભીખ પણ શું કામની ? .

આમ ને આમ વર્ષ વીતતા ગયા. વિશાલ અને હીર એક સાથે કોલેજ આવવા લાગ્યા. જેમ સમય જતો એમ હીરનો પ્રેમ વધતો જતો હતો. તે પ્રેમની દિશામાં આગળ ને આગળ ચાલતી હતી. હદયની ગતિ વધતી હતી. વિશાલ ને વિવશ કરવા માટે તે કઇ પણ કરવા તૈયાર હતી.

પણ પ્રેમ ક્યાં કહીને થાય એ સમજ હીર પાસે ન હતી. એ આમ જ એક બીજા ચહેરાના પ્રેમમાં ખોવાયેલ રહેતો હતો.વિશાલ જ્યારે પણ બીજા ચહેરા સાથે કોલેજમાં વાતો કરતો એ જોઈને હીર મનોમન બળી જતી. પણ , કરે શું બિચારી? . તેના હાથમાં જ કઇ હોત તો વિશાલને ક્યારેય બીજાનો થવા ના દેત.

હીરના જીવનનું એક જ સ્વપ્ન હતું. વિશાલ !!!!!! વિશાલ તેની નબળી નસ જાણી ચુક્યો હતો. વિશાલને ગમતો ચહેરો હતો. પાયલ !!!!! હીર પાયલને પણ સમજાવતી ” હું સાચે જ વિશાલ વગર એકપળ રહી નથી શકતી. તું મને એના જીવનમાં થોડો ભાગ આપ”. એક સ્ત્રીની લાગણીઓ ઉપર પાયલ મીઠું ભભરાવતી અને વિશાલને હીર વિષે ભડકાવતી.કયારેક વિશાલ તેને જાહેરમાં અપશબ્દો પણ બોલતો.

વિશાલની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તેને હીર ને બોલાવીને કહ્યું ” હીર ! તું મને પ્રેમ કરતી હોય તો મને સ્પેલન્ડર ગિફ્ટમાં આપ”. વિશાલની પાસે તે સમયે બાવન રૂપિયા ન હતા. જ્યારે બાવન હજાર નું બાઇક ! . હીર પાસે તો વિશાલ જાન માગે તો પણ હાજર હતી.

વિશાલના કહ્યા મુજબ થોડાજ દિવસોમાં હીરે પોતાના ઘરમાંથી સોનાના આભૂષણની ચોરી કરી અને તે વેચી વિશાલને પૈસા આપી દીધા. કુદરત તો હીરને હેરાન કરવા તૈયાર હતી. જે બાઇક માટે હીરે ચોરી કરી એના ઉપર વિશાલ પેલી પાયલ સાથે ફળતો હતો.

પોતાના પ્રેમને પામવા માટે હિરે ખુબ જ માર ખાધેલ હતો. ક્યારેક હીરને બાંધીને મારવામાં આવતી હતી. છતા પણ તેના હ્દયમાંથી એક જ આવાજ આવતો વિશાલ..

અંતે પોતાની જાતથી થાકીને હીર કોલેજ જવાનું જ બંધ કરી દીધું. હીર ભણવામાં પણ હોશિયાર હતી. હીરની સહેલી ખુશ્બુ પણ તેને સમજાવતી કે “શું કામ અભ્યાસ બગાડે. એના કરતા પણ સારા છોકરા તારો ઇન્તજાર કરે છે. તું અને ભૂલી જા. તારી કોઈ લાગણીઓની અસર તેને નથી. અત્યારે પણ તે ઉદેપુર ફળવા માટે ગયેલો છે “. આ સાંભળીને હીરના મનમાં ફાળ પડી.

સવારનો સૂરજ ઉગ્યો કે હીર ઘરેથી કહ્યા વગર ઉદેપુર જાવા માટે એકલી જ એક્ટિવા લઈને નીકળી પડી. ઘરથી ખુબ દૂર છસો કી.મી જવાનું હતું. રસ્તો પણ અંજાન હતો. મન બેચેન હતું. હદયમાં એક પાગલ પણ હતું. હીર પોતાના વિશાલને મળવા માટે નીકળી પડી હતી.

ત્રણ દિવસની સફર ખેડીને હીર પોતાના પ્રેમ સમક્ષ ઉભી થઇ ગઈ. તે સમયે વિશાલ દારુ પીધેલી હાલતમાં હતો. કઇ ભાન પણ ન હતું. હોટેલમાં તોડફોડ કરેલી હતી. હોટેલના માલિક અને સ્ટાફે તેને મારવા લીધેલ હતો. પણ હવે તેની આગળ હતી હીર..

એક લાખ પાંચ હાજર નું બધું તોડફોડ સાથેનું બિલ બનાવીને તૈયાર હતું. હીર પણ બેચેન હતી પૈસા લાવવા ક્યાંથી. જો ના આપે તો વિશાલ પણ જીવતો પાછો આવે તેમ ન હતો. તેને પિતાના ખાતામાંથી પચ્ચીસ હજાર તો આપ્યા. હોટેલના માલિકને આજીજી કરી અને તેના ખાતા નંબર લઇ ને કહ્યું ” અમને જવાદો થોડા સમય પછી પૈસા તમારા એકાઉન્ટમાં હું નાખી દઈશ. અને હીરની આંખોની લાગણી અને તેની બોલવાની સચ્ચાઈ જોઈને તેમને ત્યાંથી રજા આપી.

ખરો ખેલ હવે હતો આને ઘરે કઇ રીતે લઈ જાવો. બોલવાનું પણ ભાન હતું નહીં. રસ્તામાં હીર જોડે તેને લડાઈ કરી બોલતો ” મારી લાઈફ તે બગાડી છે. શું કામ મારી પાછળ પાછળ આવી. હીર ને એક ઉપાય સુજ્યો તે ડોક્ટર જોડે લઇ ગઈ અને તેને બેભાનનું ઇન્જેક્શન આપ્યું અને દુપટ્ટાથી પોતાના શરીર સાથે બાંધ્યો અને ઘરે લઈને આવી. હીરના પ્રેમની હિંમત તો જુઓ તે વિશાલને પોતાના ઘરે લઈને આવી. તેના ઘરે આવવાથી તેના માતા – પિતાને જીવમાં જીવ આવ્યો . પણ વિશાલ માટે હીરને ઘણું સાંભળવું પડ્યું તો માર પણ પડ્યો. પાગલ પણ તો એટલું બધું વધી ગયેલું હીર નું કે, વિશાલને માટે તેને પોતાના જ ઘરમાં ચોરી કરી. પણ તેના માથે એક ભૂત સવાર હતું.

બધે જ તેના નામ નો હાહાકાર હતો. લોકો હીર સામે જોઈને હસતા હતા. તો હીરના માતા- પિતા તેને ભૂલવા માટે કહેતા હતા. પણ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખતી હીર. પોતાના પ્રેમની આટલી બધી મદદ કરવા છતાં આજે પણ વિશાલને તેના માટે કોઈ પણ પ્રકારનો ફર્ક પડેલ નથી. હીર ને બે વાર સરકારી જોબ મળી. પણ તેને ડર હતો કે હું વિશાલથી દૂર થઇ જઈશ અને તેને બન્નેવાર જોબને પ્રેમ માટે ઠોકર લગાવી.

રોજ એક આશા સાથે સૂરજની કિરણ આવતી કે આજે તો આપનાવી લેશે .પણ દરોજ આ આશા ઠગારી નિવડતી. આખરે દિવસે ને દિવસે હીર ના દુઃખ વધતા જતા હતા. અંતે એક દિવસ એવો પણ આવી ગયો કે હીરથી કાયમ જુદો થવા વિશાલ તૈયાર થઈ ગયો.

વિશાલનો સબંધ થઇ ગયો. આ સમાચાર મળતા આખરે હીર તૂટી ગઈ. પણ પાણીથી બહાર નીકળેલ માછલી જેમ જીવ બચાવવા તડફડિયા કરે. એ રીતે જ હીર પણ તેને માપવા માટે જોર કરવા લાગી. અંતે એક દિવસે હિરે નક્કી કરી લીધું કે આજે વિશાલને બતાવી લઉ કે હું એને કેટલો પ્રેમ કરું અને તેને પોઇજન પોતાના જ ઘરમાં ઘટઘટાવી દીધું.

ફટાફટ હીર ને એક ખાનગી દવાખાને લઈ જવામાં આવી. આખરે તેની તડપ અને એની આશાઓ નો અંત આવ્યો. ધીમી પડેલી તેની નશોમાં પહેલાંની જેમ રક્ત વહેવા લાગ્યું. પણ આ બધું નકામું જ હતું. છેવટે એ પ્રેમ તો ના જ મળ્યો.

વિશાલના લગ્ન પણ કરી દેવામાં આવ્યા. સવાર પડે ને ફુલ ખીલે એમ તેની આશાઓ રોજ ખીલેલી રહેતી . હીર ઇચ્છતી હતી કે વિશાલ આજે પણ આવે તો અપનાવી લઉ . આમ ને આમ બે વર્ષનો ઇન્તજાર થઇ ગયો . છેવટે પોતાના પ્રેમની કબર બનાવી ને હિરે તેને દફનાવી દીધો. બસ,!!!! રોજ એ કબરને જોતી અને ખુદાને તેની સલામતીની દુવા કરતી હતી.

આખરે હીરને ત્રીજી વખત સરસ સરકારી નોકરી મળી ગઈ.અને આ વખતે હીરના પિતાએ તેને દોરડાથી બાંધી અને નોકરી માટે લઇ ગયા. જેનું કોઈ ના હોય એનું કુદરત હોય જ. આખો સમાજ વાત કરતો કે ” આ હીર , તો પેલા વિશાલ પાછળ ફરે”. છતાં વિશાલ કરતા પણ વધુ પ્રેમ આપનાર એક પતિ મળ્યો જે વ્યવસાયે ડોક્ટર હતો. જેની સાથે હિરે જિંદગીના સપ્તપદીના પગલાં માંડ્યા. જે બધું જ જાણતો હતો પણ લગ્ન પહેલા જ તેને એક જ સવાલ કરેલ ” હીર, આજે પણ જો તું વિશાલ જોડે જાવા માગતી હોય તો જઈ શકે “. હીર પાસે હવે કોઈ જવાબ ન હતો. તેને ના પાડી. જિંદગીને મળેલી ખુશીયામાં તેનું જીવન ચાલ્યા જ કરતું હતું.

ક્યારક માણસ અણધારી આફ્તમાં આવી પડે છે. જે વિશાલને આજે પસ્તાવો હતો કે જો હીર તેના જીવનમાં હોત તો આજે તેનું જીવન ખુશ હોત. પણ હીર આજે ખુબ ખુશ છે પોતાના જીવનમાં.

પ્રેમની વ્યાખ્યા આપવામાં હિરે કઇ બાકી રાખ્યું નહીં. જયારે તેને વિશાલની બહેન સાથે મુલાકત થઇ અને તેને વિશાલની પત્ની વિશે કહ્યું કે ” તે બીજા એક પુરુષ સાથે ભાગી ગઈ છે. અને વિશાલ પોતાના બે દીકરાઓ સાથે રહે છે”. ત્યારે હીરના પતિએ કહ્યું ” હીર જો આજે પણ તારા માટે ઘરના દરવાજા ખુલ્લા છે ને તું જઈ શકે વિશાલ જોડે . વિશાલને આજે તારી જરૂર છે”.

પણ!!!! હીર જાણતી હતી કે આજસુધી જેને મારી કદર જ ના કરી એ હવે સામે પણ આવી જાય તો તમાચો મારી દઉં. જોકે હદયના ઊંડાણમાં ક્યાંક તો લાગણીઓ હોય જ ને ?.

વિશાલને મદદ માટે છેલ્લા અગિયાર મહિનાથી હીર તેની બહેનપણીના ખાતામાં દસ હાજર આપે છે. જે પૈસા ઉપાડીને તેની સહેલી વિશાલને પહોંચતા કરે છે. વિશાલને તો એમ જ હશે કે તેની બહેન પૈસા આપે. પરન્તુ વાત અહીં કંઈક જુદી છે. જે દિવસે વિશાલને હકીકત માલુમ પડશે કે આ પૈસા હીર આપતી હતી તે દિવસે તે સંપૂર્ણ તૂટી જશે કે પછી દર્પણમાં પણ પોતાનો ચહેરો જોવામાં તેને દુઃખ થશે.

ખરેખર હીરનો પતિ સાચા અર્થમાં હીરને પ્રેમ કરે છે. જે તેની પત્નીના પ્રેમને જીવડાવવા પણ આર્થિક મદદ માટે તૈયાર હતો. એક એવા પુરુષની પત્ની બનવાનો આજે હિર ને ઉમંગ હતો. જે તેના હદયની લાગણીઓ સમજતો હતો .

હદયના ઊંડાણમાં આજે પણ થોડી યાદોના પાગલા અને એ લાગણીઓ પડી હતી. જેથી હીર પણ તેને છુપાઈને એક મૈત્રીભાવથી મદદ કરતી હતી.

એક લેખક તરીકે આ સત્યઘટના લખતા હું એ સ્ત્રી સાથે વાત કરીને ગર્વની લાગણી અનુભવું છું.

લેખક : મયંક પટેલ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.