લેખકની કલમે

એક પત્ની એના પતિની મિત્રને જોઈને વહેમાઈ ગઈ, ઘણું વિચાર્યું આમ તેમ, પણ જ્યારે સાચ્ચા સંબંધોની જાણ થઈ ત્યારે એ જ પતિ એની નજરમાં હીરો બની ગયો, વાંચો આજે એવા જ પતિ પત્નીની સુંદર વાત …

લાગણીઓને વશ…

હિતેષ એક એવો રાઇટર હતો કે જેનું નામ આજે માન સાથે લેવામાં આવતું હતું. લખવું એ તેનો શોખ હતો. પણ , તેના શબ્દોની ગોઠવણી ખુબ અજીબ હતી. જ્યારે પણ તેંની સ્ટોરી પ્રકાશન થતી તો લોકો હોંશે હોંશે વાંચતા હતા.

વાંચનાર પણ તેમાં એવા તરબોળ થઈ જતા કે ક્યારેય એ સ્ટોરી અધૂરી છોડતા નહીં. એ હતું એનું લખાણ કેમ કે એના શબ્દોની પક્કડ એવી હતી કે વાચક તેમાં જ ડૂબી જાય.

નવલકથાઓ, નવલિકાઓ, ગઝલો, અને નાની બાળવાર્તાઓ તેને લખી હતી. તેની એક બુક આજે પ્રકાશિત થવાની હતી. જેનું નામ હતું. ” લાગણીઓ ને વશ ” . પોતાના શહેરમાં આજે તેનું સન્માન થવાનું હતું. તેને ખુશીનો પાળ ન હતો.

હિતેષની પત્ની તો એટલી બધી ખુશ થઈ ગયેલ કે નાં પૂછો વાત. તેનો રૂઆબ આજે કંઈક જુદો જ હતો. લગ્નની તૈયારી કરવાની હોય એના કરતા પણ વધુ તૈયારી અલકાએ કરી હતી. અમદાવાદના રતનપુર ની દુકાનોમાથી મોંઘી સાડીઓ તેની અલમારીમાં હતી. આમ પણ પહેલાથી તે મેકપની પણ ખુબ શોખીન હતી એથી વધુ તે હદયની ખુબ ભોળી હતી.

હિતેષ જ્યારે પણ કઇ રચના લખતો તો તેની મદદ કરતી. તેને કોઈ પણ પ્રકારનું કામ આપતી નહીં. અવાજ પણ કરતી નહીં. તેની ટાઈપિંગ બાજુમાં બેસીને જોતી રહેતી. ક્યારેક અલકા પોતાના પતિને માહિતી પણ આપતી કે આમ લખ્યું હોત તો સારું.

પણ એવું ભાગ્યે જ બનતુંહતું. હિતેષ કહેતો કે ” આ શબ્દો હ્દયથી આવતા હોય અને એજ લખાય હું કઈ રીતે એ બદલી શકું. અને જો બદલું તો આખી સ્ટોરીનો સાર પણ બદલાઈ જાય”. એ બાબત લેખક જાણતો જ હોય છે. જયારે પણ તે લખાણની શરૂઆત કરે કે શબ્દો આપોઆપ મળી જતા હોય.

અમદાવાદના એક હોલમાં જાવા માટે હિતેષ પોતાના પરિવાર સાથે નીકળી ગયો હતો. અપાર ખુશીયો સાથે તેની ગાડી શ્રીજી રોડ ઉપર થી પસાર થતી હતી. અલકા ગાડીમાં પણ સેલ્ફી લેતી હતી. પોતાની પત્નીની ખુશી જોઈને આજે હિતેષ પણ ખુશ હતો.

હોલમાં ગયા પછી થોડા થોડા મહેમાનો આવવા લાગ્યા. તે તડામાર તૈયારીઓ માં લાગી ગયો હતો. થોડા મહેમાનો જ આવવાના બાકી હતા. પણ મુખ્ય મહેમાનો આવી ગયેલા હોવાથી તેમના પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો. તેને લખેલી બુક ” લાગણીઓ ને વશ” નું વિમોચન કરવામાં આવ્યું.

આજે તેનું હ્દય ખુબ જોર જોર થી હિલોળા લેતું હતું. આંખોમાં લાગણીઓ અને કીકીમાં આશુ હતા. એ આશુમાં કેટલીય યાદો હતી કેટલીય વેદનાઓ હતી. સ્ટેજ ઉપર મહેમાનોનું સ્વાગત પણ થઇ ગયું હતું. કેટલાય લોકોએ તેના બુકની ખુબ પ્રસંશા કરી હતી. હવે બે શબ્દ કહેવાના હતા હિતેષને….

જ્યારે હિતેષ માઇક હાથમાં લેશે અને કહે છે ” હું એનો ખુબ આભારી છું જેને મને લખવામાં ખુબ મદદ કરી. જો એ સહારો ના હોત તો આજે હું અહીં ના હોત. એની પ્રેરણા આજે પણ મારા હદયમાં કોતરાઈ ચુકી છે”.

જયારે આ વાત થતી ત્યારે બધાની નજર અલકા ઉપર હતી. અલકા પણ મનોમન ખુશ હતી. હોય જ ને કેમ કે અહીં શહેરની નામચીન હસ્તીઓ વચ્ચે વાર્તાલાપ થતો હતો.

હિતેષનું મન જાણતું હતું કે એ ચહેરો હતો.. ગાયત્રી !!!!!!

આજે હિતેષ ખુલ્લા મનથી બધાને વાત કરી દે છે. ગાયત્રીની મુલાકત હિતેષને તેના લગ્ન પહેલા જ થયેલી હતી. તે સમયે હિતેષ ગઝલો અને લવ સ્ટોરી લખતો હતો. જેમાં ઘણા લોકો તે વાંચતા હતા. જેમાં એક તેની ચાહક હતી ગાયત્રી….

ગાયત્રી સાથે તેનો કોન્ટેકટ થાય છે મોબાઈલમાં એ હિતેષની પ્રસંશા કરે છે. તે હિતેષના દરેક શબ્દોમાં ખોવાઈ ચુકી હોય છે. એની દરેક ગઝલ અને સ્ટોરીની તે દીવાની હતી. ક્યારે હિતેષ સ્ટોરી શેર કરે એની જ રાહ જોતી હોય. જયારે પણ સ્ટોરી આવે કે તે જમવાનું પણ ભૂલી જતી. સ્ટોરી પુરી ના થાય ત્યાં સુધી તેને ચેન પડતું નહીં. ગાયત્રી જેવા તો હજારો દીવાના હતા તેના. પણ ગાયત્રી કંઈક જુદી જ હતી.

ગાયત્રી હજુ પણ અહીં આવી ન હતી. હિતેષ જયારે પણ સ્ટેજ ઉપર વાત કરતો હતો ત્યારે તેની નજર સામે ગેટમાં હતી કે ક્યારે ગાયત્રી આવે. બધા લોકો હવે ગાયત્રીના વિચારમાં જ હતા કે એવી કેવી છોકરી છે . એને હવે જોવી તો પડશે જ.

હિતેશનું પ્રવચન ચાલુ જ હતું. અલકા તો ગાયત્રીનું નામ જાણીને લાલપીળી પણ થઇ ગઈ હતી. ને ત્યાંજ સામે ગાયત્રી દેખાઈ. ઓરેંજ સાડી, સાદા ચંપલ, હાથમાં પર્સ, ટૂંકા વાળ, અને મો ઉપર દુપ્પટ્ટો બાધેલ હતો. જેથી તેનો ચેહરો દેખાતો ન હતો.

હિતેષ તેને લેવા માટે સામે ગયો . ને બોલ્યો ” મારા મિત્ર માટે મહેરબાની કરીને બધાજ મહેમાનો ત્રણ તાળીનું માન આપજો”. ને બધા જ ઉભા થઈ ને તાળી પાડવા લાગ્યા.

ગાયત્રી સ્ટેજ ઉપર આવી. હિતેષ આજે ખુબ ખુશ હતો એનું પહેલું કારણ આજ હતું કે આજે તે ગાયત્રીને મળવાનો હતો. તેને એક ખુરશીમાં બેસાડી અને તેનું સન્માન પણ કરવામાં આવ્યું.

આ બધું જોઈને કેટલાય લોકો મનોમન વિચારવા લાગ્યા. કે ભાઈ લખતા લખતા બીજી લાગણીઓમાં ધકેલાઈ ગયા છે. લોકો જે કહે તે હિતેષને કઇ પરવાહ ન હતી. તેને ગાયત્રીની બોલવા માટે કહ્યું. કેમ કે આ બુક માટે તે પણ જાણતી હતી. જ્યારથી બુક લખવાની ચાલુ થઇ કે બન્ને વચ્ચે તેના વિષે ચર્ચા થતી હતી.

લોકો ધારીધારી ને તેને જોતા હતા. પણ તેના ચહેરા ઉપર વિટાળેલ દુપ્પટ્ટો હતો. અલકાને પણ થતું કે એકવાર આ મો ઉપરથી નકાબ હટાવે પછી વાત કે ખબર પડી કે કઈ લુચ્ચી મારા ઘણી ને ભાળી ગઈ છે.

ગાયત્રીની ઇચ્છા જ નહતી બોલવાની. કેમ કે તે નકાબ હટાવવા માગતી ન હતી. પણ હિતેષની મિત્રતા આગળ તે લાચાર હતી. ધીરે ધીરે તેને ચહેરા ઉપરથી નકાબ હટાવ્યો કે અહીં બેઠેલા બધા જ લોકોના હ્દય પણ બન્ધ પડી ગયા. કેટલાય લોકો ધ્રુજવા લાગ્યા. કેટલાય લોકોએ આખો બન્ધ કરી. તો કેટલાય લોકો રડી ગયા.

હિતેષ તો સીધો જ ગાયત્રી જોડે આવી ગયો. અલકા પણ પોતાના વિચારોથી શોભી પડી ગઈ. પોતાનો હાથ હિતેષે એક મિત્રના ખભા ઉપર મુક્યો.

એ ચહેરો એસિડથી દાઝી ચુકેલો હતો. ગાયત્રીની આંખમાં પણ આશુ હતા. એક શબ્દ પણ તે ના બોલી શકી. અને હિતેશના ખભા ઉપર માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

પોતાના પતિ ઉપર અલકાને આજે ખુબ ગર્વ થયો. તેને એક એવા ચહેરાને મિત્રતનો સહારો આપ્યો હતો કે જેની ગાયત્રીની પણ જરૂર હતી.

કોલેજ સમયે ગાયત્રી ખુબસુરત હતી. ઘણા દીવાના હતા એના. પણ તેના રક્તમાં સઁસ્કાર ભરેલા હતા. ભાવેશ, ગાયત્રીને ખુબ ચાહતો હતો. પણ ગાયત્રીને આવા પ્રેમમાં કોઈ રસ હતો નહીં. તે જિંદગીને મોજથી જીવી જાણવા માગતી હતી.

ભાવેશ ગાયત્રીને જ પ્રેમ કરતો અને તેની સાથે જ લગ્ન કરવા માગતો હતો પણ ગાયત્રી કહેતી ” હું મારા માતા પિતા કહે ત્યાંજ લગ્ન કરીશ અને હા તારે મારી જોડે લગ્ન કરવા હોય તો મારા ઘરે આવીને મારો હાથ માગીલે.

ગાયત્રી તેના પિતા કહે ત્યાંજ લગ્ન કરવા માગતી હતી. ભાવેશ ના રોજ ને રોજ પ્રપોજ કરવામાં આવતા ને ગાયત્રી રોજ તેને ના કહેતી હતી. આમ ગાયત્રીનો સબંધ થઇ ગયો જે ભાવેશને ગમ્યું નહીં અને તેને એક દિવસ નક્કી કર્યું કે મારી નહીં તો કોઈની નહીં.

જેનું પરિણામ આજે ગાયત્રી ભોગવતી હતી. એક સારા સઁસ્કારના કારણે તેની જિંદગી આજે ડૂબી ગઈ હતી. માટે જ હિતેષે ગાયત્રી જોડે દોસ્તીનો હાથ ફેલાવ્યો હતો. તે જાણતો હતો કે આવા વ્યક્તિઓને લાગણીઓની જરૂર છે. જે હિતેષ તરફથી ગાયત્રીને ખુબ જ પ્રમાણમાં મળતી હતી.

ગાયત્રી પણ હિતેશની મિત્રતાથી ખુબ ખુશ હતી. આજે એક ચહેરાને આગળ લાવીને હિતેષ દુનિયાની નજરમાં હીરો બની ગયો હતો.આજે સ્ટેજ ઉપર ગાયત્રીની આંખમાં આશુ હતા. પણ એ ખુશીના હતા. તેને ગર્વ હતો કે સમાજમાં આજે પણ માનવતા મરી ચુકી નથી.

સાચા અર્થમાં હિતેષ તેની પત્નીને જ પ્રેમ કરતો. આજે તે લાગણીઓને વશ થઈ ચુકી હતી.

લેખક : મયંક પટેલ – વદરાડ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.