લેખકની કલમે

એક રમત – આ કોઈ સ્ટોરી નથી પણ Social મીડિયા પર બનેલી સત્યઘટના છે, જે વાંચીને તમને પણ એવું થશે કે આવું મારી સાથે પણ બન્યું છે…..

એક રમત ( સત્યઘટના )

સૈરાષ્ટ્રની સંતોની પાવન ભૂમિ જ્યાંથી એક વિસ વર્ષનો યુવાન ગામને વિદાય કરીને પોતાના પેટ માટે વડોદરા આવી પહોંચ્યો હતો. અહીં આવ્યાને તેને બે વર્ષ વીતી ગયા હતા. પોતના ઘરનું ગુજરાન ચલાવવા માટે તે મજરી કરતો હતો.

આજે તેના હદયની નશો બન્ધ હતી. ધીમે ધીમે ધબકતું હ્દય થોડા થોડા પલકારા મારતું તો ક્યારેક બન્ધ પણ થતું હતું. તેને જરૂર હતી એક હૂંફની કોઈ સ્ત્રીની જે તેને ખબર પૂછે. એના હાલચાલ જાણે.
લગભગ રાતના આઠેક વાગ્યા હશે. અંધારું ધીમે ધીમે જોર પકડતું હતું. જમવાનું પતાવીને અજય ભાડાના મકાનમાં પ્રવેશ્યો. મગજ ઉપરનો ભાળ ઓછો કરવા માટે તેને સોશિયલ મીડિયા ખોલ્યું. દિવાલના ટેકે બેસીને તે ફેસબુકમાં નવી નવી સ્ત્રીઓને ફ્રેન્ડ રિકવેસ્ક મોકલવા લાગ્યો.

કોઈ એક્સેપ્ટ કરતું નહીં. પણ એના હ્દયનો આવેઘ ઓછો ન થતો તે પ્રોફાઇલો જોવા લાગ્યો. એવામાં એક યોગીના નામની સ્ત્રીએ તેની રિકવેષ્ટ એક્સેપ્ટ કરી. જે તેનાથી દસ વર્ષ મોટી હતી.

યોગીના સઁસ્કારનું એક ઘરેણું હતું. તેનું મન સીતા જેવું પવિત્ર હતું. તેનો એક પરિવાર હતો. ફર્ક એટલો હતો કે એ પરિવારનું એક એવું પંખી હતું કે તેની પરવા કોઈને ન હતી. ઘરનું કામ કરવું અને ચુપચાપ બેસી રહેવું. આવા વાતાવરણથી એ ત્રાસી ચુકી હતી.

સમય પણ એવા મોડ ઉપર ઉભો હતો કે બન્ને બાજુ એવા વ્યક્તિ મળેલા જેમને એકબીજાની જરૂર હતી. યોગીનાને ફ્રેન્ડ બનેલી જોઈને અજય પણ ખુબ ખુશ હતો. તેને તરત જ મેસેજ મોકલ્યો. બન્ને વચ્ચે ખુબ વાતચીત ચાલી. બન્ને એકબીજાની જિંદગી જાણી ચુક્યા હતા.

દરેક સવાલના જવાબો એકબીજાને સાચા જ અપાતા હતા. યોગીના પણ આવા મિત્રથી ખુબ ખુશ હતી. તેને પણ થતું કે દુનિયામાં કોઈ તો છે જે તેના ખબર પૂછે છે. યોગીના એવા વાતવરણમાં ઉભી હતી જેની વેદના એ જાણતી હતી. નિસ્વાર્થ પણે તે અજય જોડે વાત કરતી હતી.

અજય પણ દિવસની દરેક ઘટના એને શેર કરતો હતો અને યોગીના પણ પળ પળ ની વિગત એને જણાવતી હતી. બન્ને વચ્ચે ફોટાની આપણે થતી તો ક્યારેક વીડિયો કોલ થતા હતા. યોગીના તેના ચહેરા પરની ખુશી હવે કંઈક જુદી જ હતી. આમ ને આમ દિવસ અને રાત બન્ને એકબીજાની નજદીક આવતા થયા.

લાગણીઓનું પૂર વધુને વધુ નિકટ આવવા લાગ્યું. બન્ને એકબીજાને મળવા લાગ્યા. પણ એમની મુલાકાતમાં પણ કોઈ સ્વાર્થ ન હતો. યોગીના એટલું જ જાણતી હ્તી કે તે ખુશ રહેવો જોઈએ.
જે એકલતાનું દુઃખ એને ભોગવ્યું હતું એ દુઃખ અજયના ચહેરા ઉપર તે જોવા માગતી ન હતી. થયું પણ એવું જ એક દિવસ જયને પૈસાની જરૂર પડી તેને કહ્યું ” યોગીના હું ખુબ ફસાઈ ચુક્યો છું મારે પૈસાની જરૂર છે”. યોગીના એ કંઈપણ વિચાર કળ્યા વગર તેને કહ્યું ” તારો બેન્ક એકાઉન્ટ નો નંબર આપ”. અને થોડા જ સમયમાં તેના ખતમાં પૈસા આવી ગયા. અજય તો આ જોઈને વિચારમાં પડી ગયો. તેને પૈસા આવ્યા તેની જાણ પણ યોગીનાને કરી.

અજય ની મદદ માટે યોગીના એ થોડા થોડા કરીને એકલાખ રૂપિયા તેને આપ્યા હતા. એક સ્ત્રીની લાગણી તો જુઓ યોગીના પાસે જયારે પૈસા ન હતા ત્યારે તે અજયને રૂબરૂ મળી અને પોતાનું મંગસૂત્ર વેચવા માટે મિત્રના હાથમાં ધરી દીધું. પણ અજય તે લેવાનો ઇન્કાર કરી દીધો.

વાતોના સિલસીલા ચાલુ જ હતા. જ્યાં સુધી અજયને ઊંઘ ના આવે ત્યાં સુધી યોગીના જાગતી હતી. એક દિવસ અજય નો મેસેજ આવ્યો ” મને એક છોકરી પસન્દ છે. અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું. તમારી સાથે કોન્ટેક્ટ થયો એના થોડા દિવસ પહેલા જ મારે તેની સાથે લડાઈ થયેલી જે મારી ગર્લફ્રેન્ડ હતી”. યોગીના તેની વેદના સમજી ચુકી હતી કોઈપણ વિચાર કળ્યા વગર તેને કહ્યું ” એ તારો પ્રશ્ન છે અને તારે વિચારવું જોઈએ. જો પસન્દ હોય તો લગ્ન કરીલો”.
આમ થયું પણ એજ જે કિસ્મતમાં લખાયેલું હોય. અજય એક દિવસ તેની પ્રેમિકા અંજલિ સાથે ભાગી ગયો. ભાગ્યા પછી પણ તેને યોગીના ને જણાવ્યું કે હું અહીં છું અને ખુશ છું . અંજલિ જોડે યોગીનાને પણ વાત કરાવી. બન્ને એકબીજાના ખબર અંતર પૂછ્યા. અજયે પોતાની પ્રેમિકા જોડે લગ્ન પણ કરી લીધા. અને પોતાના માદરે વતન ચાલ્યો ગયો.

વતનમાં ગયા પછી તે ધીરે ધીરે યોગીનાથી દૂર થતો હતો. જે યોગીનાએ અજય માટે ઘણા દુઃખ પણ વેઠ્યા હતા. એ યોગીના આજયના માનસપટ ઉપરથી ભૂંસાતી હતી. પણ એ બધું અજય માટે હતું યોગીનાનું શું ?. જેને સતત બે વર્ષ સુધી દિવસ અને રાત જેના સાથે વાતચીત કરી હતી.

દરેક પળ એજ વિચાર આવતો કે શું કરતો હશે અજય. યોગીના જેમ જેમ દૂર થતી એમ અજયની ખુશીયામાં પણ દુકાળ પાડવા લાગ્યો. તે પાપા બીમાર પડ્યા. તેની જોબ પણ છૂટી ગઈ. ઘર અને ગાડી પણ વેચવી પડી. એક સમય તો એવો પણ આવ્યો કે તેને પૈસાની જોરદાર  જરૂર પડી. જોકે આઠવાડીમાં એક બે વાર યોગીના જોડે વાત તો થતી. પણ એ યોગીના હવે વધુ યાદ આવવા લાગી . જેને ક્યારેક જીવનની આ નાવ ચલાવવા મદદ કરી હતી.

ફરીથી તેને યોગીના પાસે પૈસા માગ્યા. પણ હવે તેની પાસે પણ કોઈ મૂડી ન હતી. યોગીના તેની મદદ ના કરી શકી. તે યોગીના આગળ ખુબ રડ્યો પણ કઇ કરી શકાય એમ હતું નહીં. એ દિવસે બન્નેએ આખી રાત એકબીજા સાથે વાત કરી. અને બન્ને બાજુ આંખોમાંથી આશુ વહેતા હતા. જેમ વરસાદના પૂરમાં કોઈ નદીઓ વહેતી હોય.
આમ સમય પણ વહેણ સાથે ચાલ્યો ગયો. દુઃખ કદી કાયમ ઉભું રહેતું નથી. અજય પણ એમ જ દુઃખમાં થી નીકળી ગયો તેને થોડા સમય પછી યોગીનાને મુલાકત કરવા કહ્યું યોગીના તેને મળવા માટે પણ બેચેન હતી પરન્તુ અજય એ મુલાકાતમાં શરીરની માગણી કરી ચુક્યો હતો. જેનું યોગીનાના હ્દયને ભારોભાર દુઃખ હતું. અને યોગીનાએ તેને સ્પષ્ટ પણે ના કહી દીધી.

અજય આમ જ હવે પોતાના જીવનમાં વ્યસ્ત તો થઇ ગયો. હવે તો ભાગ્યેજ કોઈવાર વાત થતી. એ પણ યોગીના સામે ચાલીને કોલ કરતી એમાં પણ ચાર પાંચ કોલ થાય એના પછી તે એકવાર વાત કરતો હતો. યોગીના પણ તેને દૂર જવાનું કારણ સમજી ચુકી હતી. પંરતુ તેની હદયની સ્વાર્થ વગરની લાગણીઓ અજયને ક્યાં ભૂલવા દેતી હતી. સદાય તેની જ યાદમાં દિવસ અને રાત પસાર કરતી યોગીના, ઘરના કોઈ ખૂણામાં પોતાની આંખના આશુ છુપાવીને લૂછી નાખતી હતી.
જે અજય યોગીના વગર એક મિનિટ પણ રહી શકતો ન હતો.એ અજય ને આજે યોગીના સાથે વાત કરવામાં પણ રસ ન હતો. હવે યોગીનાને કોઈપણ મિત્રો ઉપર વિશ્વાસ રહ્યો ન હતો.યોગીના પણ આજે એજ વિચારમાં ખોવાઈ ચુકી છે.

કે અજય તેની લાગણીઓ સાથે રમત રમી ગયો કે અમારા બન્ને વચ્ચે સમય આવીને રમત રમી ગયો.

મયંક પટેલ :- વદરાડ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.