મયંક પટેલ લેખકની કલમે

મિત્રતાની પરિભાષા સમજાવતી અદભૂત વાર્તા, આ વાર્તા વાંચીને કદાચ તમે કૃષ્ણ અને સુદામાની દોસ્તીને પણ ભૂલી જશો !!!

..ભેરુની કબર...

વિશાલ પટેલ – ખેરોલ

સમયના વહેણ માં હંધુએ તણાઈ જાય છે,જુગ જુગ થી હાચવી રાખેલા સબંધો વખત આવે તૂટી જાય છે,

અહીં સાચા ના પારખાં ને ખોટાને માન અપાય છે,પોતાના પારકા બની જાય છે,ને પારકા એવા કામ કરી જાય છે, કે જીવન ભર યાદ રહી જાય છે,

આવું જ બન્યું ભેમા અને તેના ભેરુ સોમલા ના જીવનમાં. બન્ને વચ્ચેની દોસ્તી એવી ગજબ હતી જાણે એક જ ખોળિયું. અંગત કરતા પારકા એવા કામ કરી ને જાય છે,જેના ગુણ ગાન જીવન ભર ગાઈ એ તો પણ ઓછા છે.

આ વાત છે એ જમાના ની જ્યારે ઊંચ નીચ ના ભેદ ભાવ રિવાજો ચાલ્યા કરતા હતા. નીચી જાતિના લોકોને મોટલોકો સામે બોલવામાં પણ તકલીફ પડતી. ક્યારેક સાચા હોય તો પણ રિબાઈ ને જીવવું પડતું હતું.

જેમ મોરને માથે એનો તાજ કલગી રૂપે શોભે છે.એમ એ જમાના માં જો આ ધરતી ઉપર નું સ્વર્ગ ગણાતું હોય તો એ સુંદરપુરા હતું.

જેવા નામ એવા ધામ ચોતરફ ઊંચી ઊંચી ગિરી માળાયો.ગામ ની ચોતરફ લીલોત્રી જાણે ધરાયે લીલા રંગ ની ઓઢની ના ઓઢી હોય. ગામ ને પાદરે મન ને શીતળતા આપે એવું બે ટેકરા વચ્ચે તળાવ.ભોળા નાથ ને પણ આ ગામ ગમી ગયું હોય તેમ તળાવ ની પાળે બિરાજ માન થયા છે.મંદિર ની પાછળ ખૂબ મોટું વડ નું ઝાડ….

ખાસ કરીને ગામ માં દરેક જાતિના લોકો વશે..પણ વધારે વસ્તી કણબી ( પટેલ) એ જમાના માં રોજી રોટી કમાવા માટે ખેતી એ એક ઉત્તમ સાધન હતું.ગામ માં સહુકારી ચાલે એમાં જમનાદાસ ની પેઢી મોટી લોકો જરુર પડે પૈસા લાવે ને ભરપાઈ ના કરેતો જમનાદાસ એમની જમીન પચાવી પાડે. જેવા નામ એવા કામ લોકો જોડે વ્યાજનું પણ વ્યાજ લે.આમ ને આમ એ મોટો જામીનદાર થયી બેઠો જે લોકો જમીનદાર હતા એજ લોકો આજે પોનાતી જમીન માં મજૂરી કરતા..

જમનાદાસ ના દિકરાને એના બાપનો આ ધંધો ન ખપે .જમનાદાસ ને ત્યાં મજૂરી કરવા કાળીયો આવે,જાત નો નીચો મનખ હતો પણ ! સંસ્કાર એના ખૂંનમાં હતા ને સાથે એનો દીકરો ભેમો પણ આવે. આ ભેમો ને સોમો બે પાક્કા ભાઈબંધ થઈ ગયા.સાથે ફરે સાથે જમે ને ભાઈ બંધી એટલી બધી કે બંને એક મેક વગર રહી ન શકે. જાને બે શરીર ને એક આત્મા ભેમો વારે વારે કે “એ સોમલા તું તો મારો જીવ સે લા ટેમ આયે હું તારા હાટુ મારો જીવ પણ કાઠી નાખે”..

આ નીચી જાતિના છોરા સાથે પોતાનો દીકરો ફરે એ જમણા દાસ ને ના ગમે. એમને કાળીયા ને કહી દીધું કે ” તારે તારા છોરાને ઘરે મુકીને અવાનો લ્યા આ તારા છોરના ગુણ મારા છોરામાં આવી જાહે નઈ તો તું પણ કાલ થી આવાનું મોડીવાર હમજ્યો”.

શેઠ ના આ બોલ કાળીયા ના માટે શાપ સમાન હતા એક તો એનો છોરો ઘરે રે ની ને સાથે લાવે તો શેઠ મજુરી ના કરવાદે ને જો કામ ના કરેતો રાતે ભૂખ્યા પેટે સૂવું પડે.

રોજ સવાર પડે ને સોમલો ભેમાની રાહ જોવે.એક બે દારા ભેમાં ને ના ભાર્યો તો સોમલા થી ના રેવાયુ.તે તો સીધો ભેમાં ના ઘરે પોચી ગયો.” એ ભેમાં શુ થયું મારા ભેરુ કેમ તું બે દારા થી મારા ઘરે આવતો નથી મારા થી રીસાઈ ગયો છે હાચુ બોલ ને લ્યા”. પણ ! ભેમો શુ કે એને માથું ધુણાવતા વાતમાં હકારો પૂર્યો. ” સોમલા હાભર તારા બાપુ એમ કેહે લ્યા કે મારા ગુણ તારા માં આવશે લ્યા.એ હાટુ આવતો નથ”.જો ભેમલા જેને જે કેવું હોય એ કે તને આપરી ભાઈબંધી ના હમ છે,કાલ થી તારે મારા ઘરે આવું પરસે.એ મારા બાપુ ને જે કેવું હોય ઇ કે મને પણ ક્યાં એમનો એ વેપલો ગમેશે.

આમને આમ બંને મોટા થયા એ વેળા બહારવટિયાઓ નું જોર. આ એ દાડે લૂંટફાટ કરે.સરદાર ને ઊડતી બાતમી મળી કે આ ગામે ફલાણા શેઠ નો એક નો એક દીકરો છે .ને શેઠ પાસે ઘણી મિલકત છે.લાગ જોઈ ને સોમલા ને ઉઠાવી ગયા ને જમનાદાસ પાસે ખાંડની કરી કે” તારે તારા દિકરા ને હેમખેમ જોવો હોય તો આટલા કાવડીયા ને ઘરેણાં આપી ને છોડાવી જા”. પણ ! આતો રયો વ્યાજ ખાઉં. ને તો બસ ! દિકરા કરતાં કાવડીયા વાલા હતા.પણ જ્યો ભેમા ના કાને વાત પોચી તે દી થી ભાઈ એના અંજર પાણી હરામ થઈ ગયા રાત દી પોક મૂકીને રૂંવે મારો ભાઈ મારો ભેરુ મારો જીવ એક વાર તો પોતે શેઠ ના પગે પડી ને રોપોકરણ કરી કે “એ લૂંટારા ઓ ને જે ખપે ઇ દઈ દો પણ મને મારા જીવથી પણ વાલો મારો ભેરુ પાસો દઈ દો”.પણ ! આતો પથ્થર ઉપર માથું પસાડયું…

એ દિવસ થી બસ મગજ માં એક જ વાત ઘૂંટયા કરે કેવી રીતે સોમલાને છોરાવું.થોડા દિવસો પછી એને ભાર મળી કે બાજુ ના ગામ માં લૂંટ ફાટ થઈ ભાર મળતાની હાથે એ સીધો ગામ બહાર પોચી ગ્યો ને લૂંટારાઓ ની પાછળ પાછળ સેક એમના ઠેકાણા સુધી પહોંચી ગ્યો.

ઘોર અંધારી રાત ચોમેર તમરાયો નો અવાજ ધોળા દારે ભલ ભલા મરદ ના હાધા ગગડી જાય એવી બિહામણી જગા.પણ ભેમાં ના મન માં તો શુ દારો ને રાત સોમલા થી વિખુટા પડ્યો એ દારા થી બધું સરખું હતું.

થોડો સમય એ સંતાઈ ને બેસી રયો.ને જ્યાં બધા ચોરો થાક ના લીધે સુઈ ગયા ત્યાં લાગ જોઈને વારા ફરથી એક એક તંબુ અંદર જોવા લાગ્યો.એક તંબુું માં એને બાંધી રાખ્યો હતો કેટલાય દારા થી ભૂખ્યો ને તરસ્યો સોમલો બેભાન અવસ્થામાં પડ્યો હતો.ભેમાં ના તો હોશ ઉડી ગયા “મારો ભેરૂ મારા ભાઈ આવા હાલ માં એ સોમલા ઉભોથા લ્યા જો મારી હામુ જો હું આવી ગ્યો તારો ભાઈ આવી ગ્યો”.

જેમ મુર્જાયેલા છોડ ને વરસાદ નું પાણી અડે ને ખીલી ઉઠે એમ ભેમાં નો અવાજ સાંભરી સોમલો જાગી ગયો.બંને એક મેક ને ભેટી પડ્યા જાણે જુગ જુગ નો ખાલીપો આજેજ ભરાઈ જાહે ..એક મેક ને હેત કરવા માં એ પણ એ ભૂલી ગયા કે એ ક્યાં છે,

જ્યાં સોમલાને બાંધ્યો હતો એ તાંબું સરદાર નો હતો એમના અવાજ થી એ જાગી ગ્યો. એમને પકડે એ પેલા એ બંને ભાગી છૂટ્યા, ભેમાં ને લાગ્યું કે હવે બહુ દોરાય નઈ ને બંને પાસા જલાઈ જાસૂ હે હાટુ ભેમો પાસો વરી ગયો ને જોર જોર થી ધૂર ઉસારવા લાગ્યો આ બાજુ સોમલો ખૂબ દૂર નાસી ગયો પણ જ્યાં પાસું વરીને જોયું તો ભેમો લૂંટારાયો ના કબ્જા માં હતો આ જોઈ સોમલો પાસું વર્તો હતો..ત્યાં ભેમલો જોર જોર થી રાડો નાખવા લાગ્યો. એ સોમલા “ભાગ સોમલા તું જા ભાઈ મારી તમાં ના કર તને આપરી ભાઈ બાંધી ના હમ સે લ્યા.. વરીને પૂંઠ પણ ના વારતો .હું નોતું કીધું કે વખત આયે હું તારા હાટુ મારો જીવ આપે. સોમલા મને કંઈ થાય તો મારા માબાપૂ ને હાચવજે તને આપરી ભાઈબંધી ના હમ સે પાસું વરીને પણ ના જોતો”.હું જીવતો રયુ તો ઠીક મારા ભાઈ નઈ તો આ તારો ને મારો છેલો ભેટો”.

સોમલો મજબુર બની ગ્યો. એને ભેમાને આવી હાલત માં મૂકીને જતા જીવ પણ નહતો ચાલતો પણ ભેમા એ ભાઈ બાંધી ના હમ નાખ્યા.એ મુઠી વરીને સીધો એનાં ઘરે પોચી ગયો. શેઠ ને તો છોકરો આવી ગયો એ વાત થી.રાજીના રેડ થઈ ગયા.સોમલા એ હાંફતા હાંફતા એના બાપુ ને કીધું “બાપુ હાલો ગામ આખું ભેળું કરો ભેમો એ ચોરોના હાથે ચડી ગ્યો છે.બાપુ એ મને છોડવા આવ્યો તો મારી હાટુ એને એનો જીવ ની પણ ચિંતા ના કરી હાલો બાપુ આખુંયે ગામ ભેરા મરી એ લૂંટારા યો ના સકાંજા માંથી ભેમાને છોડાવી લઈએ”.

“હુઈ જા સનો માનો એ નીચ જાતિના છોરા હાટુ તારે અર્ધી રાતે આખું ગામ જગારવું છે.હુઈ જા હવારે જોઉં જશે”.એના બાપુ ના આ શબ્દો એને તિર ની જેમ કાળજા માં વાગ્યા પણ એ કરેતો શુ રાત આખી જાગતો રયો રોતો રયો પ્રભુ ને પ્રાર્થના કરતો રયો કે ભેમાને હાજો તાજો રાખે સવાર સુધી ને ક્યારે સવાર પડે એની રાહ જોવા લાગ્યો.

બીજા દિવસે સવારે સમાચાર મળ્યા કે ગામ ના પાદરે ભેમાં નો મૃત દેહ પડ્યો છે .જ્યાં સોમા ના કાને વાત પોચી તો પગ નીચે થી જમીન સરકી ગઈ,દોટ મૂકી ને ગામ ને પાદરે પોચી ગ્યો.આખું ગામ ભેગું થયું હતું.પણ ભાઈ જેવો ભાઈબંધ ખોવા નું દુઃખ તો સોમલો જાણતો હતો .ભેમાં ને છાતી હરખો ચાંપી જોર જોર થી રાડો પાડવા લાગ્યો.”મારો ભાઈ મારો ભેરુ આ હું કર્યું તે મારાં હાટુ તે તારો જીવ આપી દીધો એ ભેમાં ઉઠ લ્યા ! ઉભો થા, મારા વીર જો મારી હામુ જો લ્યા ! બોલ કાંઈ તો બોલ ! તને આપરી ભાઈ બાંધી ના હમ છે લ્યા. ઉઠ ઉભો થા”.ભેમો ક્યાંથી ઉઠે.જેમ દિવા માં તેલ પૂરું થયી જાય ને અજવરુ આપતો દીવો ઓલવાઈ જાય એમ ભેમા ના શરીર માંથી જીવ તો ક્યારનો નીકરી ગયો હતો આતો ખાલી માયેલું પડ્યું હતું.સોમાં ના ઘણા પ્રયાસો પછી ખ્યાલ આવ્યો કે હવે ભેમો એને એકલો મુકી સ્વર્ગ ની વાટે હાલી નિકર્યો છે.એ જાણે એના શરીર માંથી જીવ જતો રહ્યો..જેમ તેમ કરી પોતાની જાત ને હંભારી ને ભેમાં મૃત દેહ ને પોતાના હાથે એ જયાં મળતા હતા એ વડ નીચે દફન કર્યો.ને સરસ સમાધિ બનાવી.

સોમાને એના બાપુ થી નફરત થઈ ગઈ.એને ભેમાં ના બોલેલા એ છેલ્લા શબ્દો યાદ આવ્યાં.ભાઈબંધ ને આપેલું વેણ પૂરું કરવા એ એની જાહો જલાલી છોડી એ દિવસ થી ભેમાં ના ઘેર જતો રયો.રાત દીવસ એના માબાપુ ની સાર સંભાર રાખે.જાતે મજુરી કરે ને એમને જીવાડે.

સમય ક્યાં કોઈ ની રાહ જોવે છે.વખત જતો ગયો ને લોકો ભેમા ને ભૂલતા ગયા.ભેમાના મા-બાપુ ને તો સોમા નો સહારો મલી ગ્યો. પણ કાળજા ના કટકા જેવો ભાઈ બંધ ખોયો તો.એને ક્યાં શાંતિ મળે.આખો દી મજુરી કરે ને ભેમાના નામ ની માળા જપ્યા કરે.મન માં ને મન માં વાતો કરે એ ભેમા તું હું કામ મને એકલો મૂકી હાલી ગયો લ્યા તારા વગર આ ભવ કેમ જાહે.આ તો તારા વચને બંધાયો શુ લ્યા નકર તો હું પણ તારા પાસર પાસર આવી પોગત…જેમ તેમ કરી દારો તો કાઢી નાખે પણ.એ વેરા ક્યાંથી ભુલાય જે વેરા એ બંને ભેરા મળી ભોળા નાથ ના દર્શન કરવા જતાં તા.

રોજ સંધ્યા ટાને સોમલો એ વેળા એ એની સમાધિ પાસે જાય ને એકલો એકલો વાતો કરે છે.ખાસો એવો સમય વિતાવી ને ભેમાની સમાધિ ને બાથે પડી જતા જતા કે “લે હાલ ભાઈ માબાપુ રાહ જોતાં હશે.તું સુઈ જા કાલે પાસો આવીને વાતું કરશુ”. આમ રોતા રોતા એ ઘર ભણી હાલી નિકળે..

સોમલો જીવ્યો તે દા’ડા સુધી ભેમાને જ્યાં દફન કરેલો ત્યાં જતો. સોમલો ભેમાની આત્મા સાથે વાતો કરતો….એવું લોકોનું કેવું હતું…

ઊંચ નિચના ભેદભાવ ભૂલ્યા વગર એક નીચી જાતિના દીકરાએ પોતાના ભેરુ હાટે જીવ આપ્યો.જે ભલે ગરીબ હતો પણ એના લોહીના ગુણ ઉંચા હતા.

વા ફરે વાદળ ફરે.ચાહે ફરે નદી ના નિળ પણ શુરા બોલ્યા ના ફરે ભલે સુરજ ઉગે પશ્ચિમ….

લેખક : મયંક પટેલ 

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.