ખબર

લગ્નના 6 મહિના બાદ જ રાક્ષસ બન્યો પતિ: જંગલમાં શાંતિથી બીડી સળગાવી, પછી પત્નીને પૂછ્યું, “ક્યાંથી કાપું?” હૃદય કંપાવી દેનારી ઘટના

લવ મેરેજને હજુ તો ૬ મહિના જ થયા હતા, પત્નીને જંગલમાં લઇ ગયો પતિ અને હાથ કાપીને કર્યું એવું કે.. પત્નીને મૃતક સમજી ઘરે ગયો પરંતુ..

સોશિયલ મીડિયામાં અને સમાચારમાં ઘણી હૃદય કંપાવી દેનારી ઘટનાઓ સામે આવતી હોય છે. પતિ પત્ની વચ્ચે થતા ઝઘડા અને બંને વચ્ચેના કરુણ અંજામની ખબરો પણ ચોંકાવનારી હોય છે ત્યારે આ દરમિયાન જ એક એવી ખબરે હૃદય કંપાવી દીધું છે.

મધ્ય પ્રદેશના સાગરમાં એક પતિ પોતાની પત્નીને જંગલમાં લાકડા લેવાના બહાને લઇ ગયો અને તેને કુલ્હાડીથી તેના બંને હાથ કાપી નાખ્યા અને તેને મૃત સમજીને ત્યાંથી ફરાર થઇ ગયો. પરંતુ તે યુવતી જીવિત હતી.

મંગળવારના રોજ મહિલા પોતાના સસરા સાથે ભોપાલના હમીદિયા હોસ્પિટલ પહોંચી જ્યાં ડોકટરોની ટિમ દ્વારા તેનું 9 કલાક ઓપરેશન કરીને બંને હાથ જોડી દીધા. પરંતુ તે હવે બરાબર કામ કરે છે કે નહિ તે તો 3-4 દિવસ પછી જ ખબર પડી શકશે. હેરાન કરી દેનારી વાત તો એ છે કે આ બંનેએ 6 મહિના પહેલા જ પરિવારની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા.

સોમવારની રાત્રે રણધીર 11 વાગે ઘરે પહોંચ્યો અને પત્નીને કપાયેલા લાકડા લેવા માટે કુલ્હાડી લઈને જંગલમાં લઇ ગયો. મહિલાએ જણાવ્યું કે પતિએ જંગલમાં પહોંચી અને તેની સાથે બર્બરતા કરવાની શરૂ કરી. પતિએ પહેલા શાંતિથી બીડી પીધી અને પત્નીને પૂછ્યું કે પહેલા ક્યાંથી કાપું ? પતિના ઈરાદાથી અજાણ પત્નીએ કહ્યું ઉપરથી. ત્યારબાદ જોત જોતામાં રાક્ષસ બનેલા પતિએ એકલી અને નિરાધાર પત્ની ઉપર કુલ્હાડીથી હુમલો કરવાનું શરૂ કરી દીધુ. બેભાન બની ગયેલી પત્ની આરતીને છોડીને રણધીર ત્યાંથી ભાગી ગયો.

જંગલમાં એક પડી રહેલી આરતીએ રસ્તામાં જઈ રહેલી ગાડીઓ ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો અવાજ ત્યાં સુધી પહોંચી ના શક્યો. કપાયેલા હાથ લઈને તે પોટનાઈ જાતે જ ઘરે પહોંચી ગઈ. હાથ એકદમ અલગ નહોતા થયા.

પરણિતાના સસરા અને જેઠાણી તેને લઈને મંગળવાર બપોરે 1 વાગે હમીદિયા હોસ્પિટલ પહોંચ્યા. હાથ એકદમ અલગ ના થયા હોવાના કારણે ડોક્ટરની ટિમ પણ તરત સક્રિય બની ગઈ અને 9 ડોક્ટરોની ટીમે સાંજે લગભગ 4 વાગે ઓપરેશન શરૂ કર્યું. રાત્રે 1 વાગ્યા સુધી આ ઓપરેશન ચાલ્યું.

હમીદિયા હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર આનંદ ગૌતમે જણાવ્યું કે, પીડિતાને લઈને તેના પરિવારજનો મંગળવારે 1 વાગે આવ્યા હતા. તેનો જમણો હાથ 90થી 95 ટકા અને ડાબો હાથ 95 ટકા જેટલો કપાઈ ચુક્યો હતો. અમે પહેલા જમણા હાથને જોડ્યો. બુધવારે સવારે તેના હાથમાં હલન ચલન જોવા મળી. પરંતુ હાથના કામ કરવાને લઈને ત્રણ ચાર દિવસ બાદ જ ખબર પડી શકશે.

પીડિત મહિલાએ 6 મહિના પહેલા જ સાગર જિલ્લાના બામનોર નિવાસી રણધીર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રાયસેનમાં એક લગ્ન સમારંભમાં બંનેની મુલાકાત થઇ હતી જે પ્રેમમાં બદલાઈ ગઈ. પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા બાદ પિતાએ પોતાની 20 વર્ષીય દીકરીનો ત્યાગ કરી દીધો હતો.

હાલમાં તે પોતાના સાસરે જ પોતાનું ઘર સમજીને રહેતી હતી. થોડા દિવસ પહેલાથી બધું જ સારું ચાલુ રહ્યું હતું. ત્યારબાદ પતિ-પત્નીમાં ઝઘડો શરૂ થઇ ગયો. પતિને શંકા હતી કે તેની પત્ની કોઈ બીજા સાથે વાત કરે છે.

આજ વાતને લઈને પતિએ પોતાની પત્ની ઉપર કુલ્હાડીથી ઘા કરી અને ફરાર થઇ ગયો છે. સીએસપી વિક્રમ સિંહે જણાવ્યું કે આરોપીને શોધવા માટે ટીમ બનાવી દેવામાં આવી છે.