પ્રોફેસર પત્નીએ પોતાના ડોક્ટર પતિને આપ્યું એવું ભયાનક મોત કે જાણીને તમારા રૂવાંડા પણ ઊભા થઇ જશે

મધ્ય પ્રદેશના છત્તરપુરમાં એક 63 વર્ષીય ડોક્ટર પતિની હત્યાના આરોપમાં તેની 61 વર્ષીય પત્નીની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે પત્નીએ પહેલા પતિના ખાવામાં ઊંઘની ગોળીઓ ઉમેરી અને ત્યારબાદ કરંટ આપીને પતિની હત્યા કરી નાખી.

મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાં પદસ્થ રહેલા ડોક્ટર નીરજ પાઠકના મોતની ખબર પોલીસને જઈને તેની પત્નીએ જ આપી હતી. મામલો હાઈ પ્રોફાઈલ હતો. જેના કારણે પોલીસે ઝડપથી ઘટનાની કડીઓ જોડવાનું શરૂ કરી દીધું.  તપાસ દરમિયાન મૃતકની પત્નીએ જણાવ્યું કે તે ઝાંસી ગઈ હતી અને તે જયારે પરત આવી ત્યારે પતિની લાશ ઘરમાં પડેલી હતી.

પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તો શરીરની અંદરથી ઊંઘની ગોળીઓ મળી આવી. પોલીસને તેની પત્ની ઉપર પહેલાથી જ શંકા હતી.  કારણ કે પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પત્ની સાથે કડકાઈથી પુછપરછ કરવામાં આવી અને તેને પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો.

છતરપુરના ડિએસપી શશાંક જૈન દ્વારા જણાવવામાં આવ્યું કે પત્ની મમતા પાઠકે જણાવ્યું છે કે તેનો તેના પતિ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેને શંકા હતી કે તેનો પતિ ડોક્ટર નીરજ પાઠક તેના ખાવામાં એવું કઈક ભેળવે છે જેમાં વિકાર આવી રહ્યો છે. તક મળતા 29 એપ્રિલના રોજ આરોપી પત્ની મમતા પાઠકે તેના પતિના ખાવામાં ઊંઘની ગોળીઓ ઉમેરી દીધી અને તેને પહેલા બેભાન કરી નાખ્યો. ત્યાર બાદ કરંટ લગાવીને તેનો જીવ લઇ લીધો.

તેમને આગળ જણાવ્યું કે કોઈને પણ શંકા ના જાય તે માટે પતિના શબને ઘરમાં જ છોડીને તે ઝાંસી ચાલી ગઈ અને 1 મેના રોજ પાછી આવીને જાતે જ પતિની હત્યાની એફઆઈઆર દાખલ કરાવી જેના કારણે કોઈને શંકા ના જાય. પોલીસ દ્વારા બારીકીથી તપાસ કરતા જાણવા મળ્યું કે પત્નીએ એકલા જ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. કોઈ બીજા વ્યક્તિના તેમાં જોડાયાની કોઈ સાબિતી નથી મળી.

Niraj Patel