ભગવાનું અપમાન કરનારાઓનું તોડશે મોઢું, ભગવા બિકીની પર ફૂટ્યો સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો ગુસ્સો

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ “પઠાણ”ને લઈને વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. આ ફિલ્મનું એક ગીત “બેશરમ રંગ” રિલીઝ થયું અને આ વિવાદની આગમાં ઘી હોમવાનું કામ થયું. કારણ કે આ ગીતના એક સીનમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકી પહેરીને બોલ્ડ ડાન્સ કરતી જોવા મળે છે, જેને લઈને રાજકીય નેતાઓથી સંતો મહંતોમાં પણ ભગવા રંગને અને ગીતના શબ્દોને લઈને ગુસ્સો જાગ્યો છે અને ફિલ્મને પ્રસારિત ના થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

આ મામલે હવે ઘણા લોકો કલાકારો અને ફિલ્મના બચાવમાં આવ્યા છે, પરંતુ ઘણો મોટો વર્ગ છે જે આ ફિલ્મનો વિરોધ પણ કરી રહ્યું છે ત્યારે હવે આ મામલામાં બીજેપી સાંસદ અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પણ ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું કે “અમે ભગવાનું અપમાન સહન નહીં કરીએ. આ રંગની ઈજ્જત ઉતારનારાઓને મોઢા તોડ જવાબ નહિ પરંતુ મોઢું તોડીને હાથમાં આપી દેવાની હિંમત રાખીએ છીએ.”

કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ પણ ભગવાને આતંકવાદી અને ચોર કહે છે. જનતાએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભગવો રંગ આપણા દેશની શાન છે, સાથે જ આ રંગ રાષ્ટ્રધ્વજમાં પણ છે. ભગવાનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કોઈને બક્ષવામાં આવશે નહીં. આ રંગની ઈજ્જત ઉતારનારાઓને મોઢા તોડ જવાબ જ નહિ પરંતુ મોઢું તોડીને હાથમાં આપી દેવાની હિંમત રાખીએ છીએ કારણે કે સનાતની જીવતા છે. અમે સન્યાસી પણ પીછે હઠ નહિ કરીએ.”

પ્રજ્ઞા ઠાકુરે વધુમાં કહ્યું, “હું જનતાને અપીલ કરું છું કે તેઓ તેમના પેટ પર લાત મારીને તેમના વ્યવસાયને નષ્ટ કરે અને તેમની કોઈપણ ફિલ્મ ક્યારેય ન જુએ, અમે આવા લોકોને બક્ષીશું નહીં, તેમની કોઈપણ ફિલ્મ ક્યારેય ન જોવી.” પઠાણને લઈને પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે જો હિંદુઓનું લોહી સાચુ હશે તો આ ફિલ્મ ક્યારેય નહીં જુએ અને નહીં ચાલવા દે.”

Niraj Patel