આ મંત્રી 50 ફૂટ ઊંચા ચકડોળ પર રોજ ૩ કલાક વિતાવે છે, જાણો શું છે મામલો

આપણે 5G તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ હજી પણ દેશના કેટલાક ભાગમાં મોબાઇલ નેટવર્કની પ્રોબ્લેમ છે. સોશિયલ મીડિયા પર વાયરલ શિવરાજ સિંહ સરકારના મંત્રી બૃજેંદ સિંહ યાદવની તસવીર એ વાતનું સબૂત છે. આ તસવીરમાં તે 50 ફૂટ ઊંચા હિંચકા પર બેસી ફોન પર વાત કરતા નજરે પડી રહ્યા છે.

લોકસ્વાસ્થ્ય યાંત્રિકી રાજય મંત્રી બૃજેંદ સિંહ યાદવના ગામ સુરેલ પાસે ધાર્મિક ક્ષેત્રમાં કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મંત્રી અહીં યજમાનની ભૂમિકામાં છે.

કથાને કારણે મંત્રીજીને 9 દિવસ સુધી ગામમાં જ રહેવાનું હતું. એવામાં લોકો તેમની પાસે સમસ્યાઓ લઇને આવે છે. પરંતુ વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક ન હોવાને કારણે તેમને ખૂબ પરેશાની થાય છે. તેઓ અધિકારીઓને કોઇ નિર્દેશ આપી શકતા નથી. ગામની આજુબાજુ પહાડી વિસ્તાર છે જેને કારણે નેટવર્ક આવતુ નથી.

આવામાં તેઓએ એક કામચલાઉ ઉપાય શોધ્યો હતો. તેઓ પાસે લાગેલા એક હિંચકા પર બેસી ગયા. લગભગ 50 ફૂટ ઊંચાઇ વાળા આ હિંચકા પર બેસવાથી તેમને મોબાઇલમાં નેટવર્ક મળી ગયુ અને સરળતાથી વાત થવા લાગી.

મંત્રીએ જણાવ્યુ કે, હું ભાગવતમાં મુખ્ય યજમાન છું. મારે અહીં 9 દિવસ રહેવાનું છે. લોકો સમસ્યાઓ લઇને મારી પાસે આવે છે. અહીં સિગ્નલ ન હોવાને કારણે અધિકારીઓ સાથે વાત પણ થતી નથી અને લોકોની સમસ્યાઓનું સમાધાન થતુ નથી. હું અહીં લાગેલા હિંચકા પર બેસીને લોકોની સમસ્યાઓનું સમાધાન કરુ છું.

Shah Jina