પત્નીએ કરી આત્મહત્યા તો તેને ફાંસીએથી નીચે ઉતારી પતિ પોતે પણ ફંદા પર ઝૂલી ગયો, દીકરો ગુમસુમ થયો મમ્મી-પપ્પાની લાશ જોઇ

પાનની દુકાન ચલાવતા પપ્પા અને માતાની લાશ જોઈને 5 વર્ષનો બાળક લાશ જોઇ થયો સુન્ન, દીકરી હજુ ઘોડિયામાં

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીને કારણે તો ઘણા માનસિક-શારીરિક હેરાનગતિને કારણે તો ઘણા કંઇક બીજા કારણોસર આપઘાત જેવું આત્મઘાતી પગલુ ભરતા હોય છે. હાલમાં એક ચોંકાવનારો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિ-પત્નીએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બંનેને 8-10 મહિનાની પુત્રી છે અને 5 વર્ષનો પુત્ર છે. એ માસૂમોને હવે તેમના માતા-પિતાની સંભાળ ક્યારેય નહીં મળે.

આત્મહત્યા કરનાર વ્યક્તિનો પુત્ર ઘરમાં ભીડ જોઈને ક્યારેક દરવાજામાંથી તો ક્યારેક દિવાલ પાછળ ડોકિયું કરીને ગુમગુમ અવસ્થામાં જોવા મળી રહ્યો છે.8-10 મહિનાની દીકરી હજી તો ઘોડિયામાં છે. છે મૃતકના ભાઈનું કહેવું છે કે પરિવારમાં કોઈ વિવાદ નહોતો. પોલીસ આપઘાત પાછળનું કારણ શોધી રહી છે. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. નવલ લોધી અને તેની પત્ની શિરોમણી લોધી મધ્યપ્રદેશના રાયસેન તહસીલ ઓફિસની પાછળ રહેતા હતા.

તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર

બપોરે 2.30 વાગ્યે નવલની માતા ગોપી લોધી ટોયલેટ માટે ઉભી થઈ. આ દરમિયાવ રસોડાનો દરવાજો ખુલ્લો હતો. તેમણે જઈને જોયું તો તેમના પુત્રની લાશ દુપટ્ટાથી લટકતી હતી અને પુત્રવધૂની લાશ નીચે પડી હતી. મૃતક નવલ ત્રણ ભાઈ અને બે બહેનમાં બીજા ક્રમે હતો. પરિવાર એક જ ઘરમાં રહે છે. નવલ પાનની દુકાન ચલાવતો હતો. આ સિવાય તે ફ્રી સમયમાં સ્કૂલ વાન પણ ચલાવતો હતો. પોલીસનું કહેવું છે કે મૃતકના મોબાઈલમાંથી વોટ્સએપ અનઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર

એવું લાગે છે કે પહેલા પત્નીએ રસોડામાં ફાંસી લગાવી હશે. બાદમાં પતિએ તેને નીચે ઉતારી ગળેફાંસો ખાઈ લીધો હશે. આ મામલામાં કેટલાક સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પત્નીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને પછી પતિએ તેને ફાંસી આપી હતી. જોકે, હાલ તો આ મામલાની વધુ વિગત સામે આવી નથી.

Shah Jina