કોચિંગ ગઇ છોકરી, સહેલી સાથે થઇ ફરાર, પોલિસે 3 દિવસ બાદ પકડી તો સામે આવી હેરાન કરી દેનાર લવ સ્ટોરી

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક છોકરી પર બીજી છોકરીને ભગાડીને લઇ જવાનો આરોપ લાગ્યો છે. ગાયબ થયેલી છોકરીના પરિવારજનોએ તેની મિત્ર પર અપહરણનો આરોપ લગાવ્યો છે.

પોલિસે આ મામલે કેસ દાખલ કર્યો અને ત્રણ દિવસ બાદ લાપતા રહ્યા બાદ છોકરી મળી ગઇ.22 માર્ચે સિવિલ લાઇન સંજય નગર નિવાસી 20 વર્ષની છોકરી કોચિંગ સેન્ટરમાં ભણવા ગઇ હતી. જયાંથી પાછા ન આવવા પર પરિવારના લોકો પરેશાન થઇ ગયા હતા.

છોકરીની કોઇ ખબર ન મળવા પર સિવિલ લાઇન પોલિસ સ્ટેશનમાં લાપતા થયાની રીપોર્ટ દાખલ કરાવી. 2 દિવસ બાદ કોઇ જાણકારી ન મળવા પર પરિવારજનો 24 માર્ચની બપોરે એસપી ઓફિસ પહોંચ્યા.

તેમણે તેની જ મિત્ર પર અપહરણ કરવાનો આરોપ લગાવતા શોધ કરવાની વિનંતી કરી. પોલિસે બુધવારે સાંજે છોકરીને શોધી લીધી અને પૂછપરછ કરી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ખુરઇ નિવાસી એક છોકરી સાથેે તેના સમલૈંગિક સંબંધ છે અને બંને સહમતિના આધાર પર ભાગ્યા હતા.

ગાયબ થયેલ છોકરીના પિતાનું કહેવુ હતુ કે, તેમની દીકરી 2 દિવસથી લાપતા હતી, તેની મિત્ર તેને કોચિંગથી લઇ ગઇ હતી. ત્યાં જ તેની માતાએ આરોપ લગાવ્યો હતો કે, એસપી સાહેબ બોલી રહ્યા છે કે, તપાસ કરાવી રહ્યા છીએ પરંતુ પોલિસ પાસેથી અત્યાર સુધી કોઇ મદદ મળી નથી.

Shah Jina