ખબર

મોર્નિંગ વોક પર નીકળી હતી યુવતિ, પ્રેમીને સેલ્ફી મોકલી અને પછી…ધ્રુજાવી દે એવું પગલું ભર્યું

વહેલી સવારે વોકમાં નીકળેલી આ યુવતીએ પ્રેમીને સેલ્ફી મોકલી અને પછી ન કરવાનું કરી બેઠી

ઘણા સમયથી આત્મહત્યાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. કોઇ લગ્ન જીવનથી કંટાળી કે કોઇ માનસિક તણાવને કારણે અથવા તો કોઇ પ્રેમને કારણે જીવન ટૂંકાવી દે છે. ત્યારે હાલ મધ્યપ્રદેશના રીવાથી એક હેરાન કરી દે તેવી ખબર સામે આવી રહી છે. મોર્નિંગ વોક માટે નીકળેલી યુવતિએ પહેલા તેના પ્રેમીને સેલ્ફી મોકલી અને પછી નહેરમાં કૂદી ગઇ.

આ ઘટના બિછિયા પોલિસ સ્ટેશન ક્ષેત્રની છે. જયાં રાની તળાવમાં મોર્નિંગ વોક માટે આવેલ યુવતિ કે જેનુ નામ નેહા પટેલ છે અને તે 22 વર્ષની છે. તેનો બુધવારે નહેરમાં મૃતદેહ મળ્યો. તેણે મરતા પહેલા તેના પ્રેમી દીલિપ તિવારીને વ્હોટ્સએપ પર સેલ્ફી મોકલી હતી. તે સેલ્ફી સિલપરા નહેરની હતી.

સેલ્ફીમાં યુવતિ નહેર કિનારે જોવા મળી હતી. તેણે યુવતિના પરિજનને આની જાણકારી આપી. પરિવારજનોએ આ બધી ઘટના પોલિસને જણાવી અને તે બાદ પોલિસે સિલપરા નહેરમાં રેસ્કયૂ ઓપરેશન ચાલુ કર્યુ. ઘણા કલાકોની મહેનત બાદ રેસ્કયૂ કરી મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, યુવતિ અને દિલીપ તિવારી એક સોનોગ્રાફી સેન્ટરમાં સાથે કામ કરતા હતા અને કેટલાક દિવસો પહેલા જ દિલીપને સેન્ટરથી બહાર કરવામાં આવ્યો હતો. યુવતિના પરિવારજનોનો આરોપ છે કે, દિલીપે યુવતિને આત્મહત્યા માટે ઉકસાવી છે.