માસીની છોકરીના પ્રેમમાં પડી યુવતિ તો ઘરેથી ભાગી ગઇ, ચિઠ્ઠીમાં લખ્યુ એવું કે વાંચી રહી જશો હેરાન

માસીયાઈ બહેનોએ સમાજ, પરિવાર, સંસ્કારોની ધજ્જિયા ઉડાવી…ઘરવાળા થયા વિરૂદ્ધ તો સમલૈંગિક બહેનોએ કર્યો કાંડ, આગળ જે થયું તે બહુ ખતરનાક છે

મધ્યપ્રદેશમાં સમલૈંગિક સંબંધોના કારણે બે યુવતીઓ પોતાના ઘરેથી ભાગી ગઈ હતી. તેમાંથી એક યુવતી બડવાનીના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યારે બીજી યુવતી ધાર જિલ્લાના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. બડવાનીની યુવતીએ ઘરેથી ભાગતા પહેલા પરિવારજનો માટે 2 પાનાનો પત્ર પણ છોડ્યો હતો. પત્રમાં યુવતીએ જણાવ્યુ હતુ કે, અમે બંને અલગ થવાનું વિચારી પણ નથી શકતા. તેથી અમે ઘરથી દૂર મરવા જઇ રહ્યા છીએ. અમને શોધવાની કોશિશ કરશો નહીં હું અને મારી માસીની છોકરી એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર જીવી શકતા નથી, તેથી અમે બંનેએ વિચાર્યું છે કે અમે ક્યાંક દૂર મરી જઈશું.

પ્રતિકાત્મક તસવીર

અમે જાણીએ છીએ કે આ બહુ ખોટું છે. હું પણ હંમેશા આ બધી બાબતોની વિરુદ્ધ હતી, પરંતુ અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. દીદીના લગ્નમાં અમે બંને મિત્રો બન્યા હતા. આ દોસ્તી ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ એ ખબર જ ના પડી.અમારા બંનેની હાલત એવી છે કે એકબીજા વગર જીવવાનું વિચારી પણ નથી શકતું. માર્ચમાં તે ચિપ્સ બનાવવાના બહાને માસીના ઘરે ગઇ હતી, પરંતુ તે માત્ર એક બહાનું હતું. હું મારી ગર્લફ્રેન્ડને મળવા ગઇ હતી. પછી અમે બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. અમે તેમના ઘરના ઓરડામાં સાત પ્રતિજ્ઞા લીધી. અમે રહીશું તો સાથે રહીશું અને મરશુ તો સાથે મરશુ એવું વચન લીધું છે.

પ્રતિકાત્મક તસવીર

અમે હવે સાથે રહી શકતા નથી, પરંતુ એકસાથે મરી શકીએ છીએ. શું એ જરૂરી છે કે છોકરી છોકરા સાથે લગ્ન કરે ? અમે બંને એવું માનતા નથી. લગ્ન ત્યારે જ થશે જ્યારે પ્રેમ હશે. જ્યારે કોઈની સાથે સાચો પ્રેમ હોય ત્યારે એ જોવામાં આવતું નથી કે તે છોકરો છે કે છોકરી. હું ઈચ્છું છું કે બધા અમારી લાગણી સમજે. અમે જાણીએ છીએ કે કોઈ સમજી શકશે નહીં. દરેક વ્યક્તિ અમારી લાગણીની મજાક ઉડાવશે.ઉલ્લેખનીય છે કે, જ્યારે એક યુવતિના પરિવારજનોને શંકા ગઇ ત્યારે તેમણે બંનેની ચેટિંગ વાંચી. જે બાદ બંનેનુ એકબીજા સાથે વાત કરાવવાનું બંધ કરી દીધુ. 15 દિવસ વાત ન થઇ. ક્યારેક મેસેજ પર બંને વાત કરે.

પહેલા આખો દિવસ વાત ચાલતી સવારે જાગતાની સાથે જ વિડીયો કોલ ચાલુ થઈ જતો. ઘરના બધાને ખબર છે કે હું તેની સાથે જ વાત કરતી. મેં ક્યારેય મિત્ર સિવાય બીજા કોઈનો વિચાર કર્યો નથી. મને માફ કરો કે હું આટલું મોટું પગલું ભરી રહી છું. ભાઈ, માતા-પિતાનું ધ્યાન રાખજે. મોટી બહેન હમણાં જ ગઈ છે, નાની દીદીને બોલાવો, માને ગમશે. પપ્પા મને સૌથી વધુ પ્રેમ કરે છે, મારા વતી તેમને સોરી કહેજે. અમને બંનેને શોધવાની કોશિશ કરશો નહીં, અમે ઘણા દૂર મરી જઈશું, જો અમે આસપાસ મરીશુ, તો તમે અમારી લાશોને અલગ કરશો.

આ પત્રમાં આગળ લખ્યુ છે કે, મેં ઘરમાં કેટલી વાર કહ્યું છે કે હું મારા મિત્ર સાથે જ લગ્ન કરીશ, પણ બધાએ મારી વાતને મજાકમાં લીધી. હું મજાક કરતી નહોતી. તમે લોકો વિચારતા હશો કે મને શોધી કાઢ્યા પછી તેઓ મારા લગ્ન કોઈ પણ છોકરા સાથે કરાવી દેશે, પણ હું આવું નહીં કરું. જણાવી દઇએ કે, 13 જૂનના રોજ 22 વર્ષની યુવતી ચિઠ્ઠી લખીને ગુમ થઈ ગઈ હતી. હાલ પોલિસ આ મામલાની તપાસ કરી રહી છએ. સંબંધીઓની ફરિયાદના આધારે પોલીસે ગુમ થવાનો કેસ નોંધ્યો છે.

Shah Jina