ખબર

આ કલેક્ટરે ગરમીમાં બાળકોને રાહત માટે કર્યું આ જબરદસ્ત કામ, લોકો પણ કરી રહયા છે વખાણ

બળબળતી ગરમીમાં જયારે લોકો હવે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહયા છે, તો બીજી તરફ તડકો અને ગરમીને કારણે લૂ લાગવાથી લોકોની હાલત ખરાબ થઇ રહી છે. મધ્યપ્રદેશમાં પણ ગરમીથી લોકો ત્રસ્ત છે ત્યારે ઉમરિયા જિલ્લાના કલેકટર સ્વારોચિષ સોમવંશીએ એક ખૂબ જ વખાણવા લાયક કામ કર્યું છે.

Image Source

ઉમરિયા જિલ્લાના કલેકટરે પોતાની ઓફિસના ચાર એસી કઢાવીને ભીષણ ગરમીથી પરેશાન બાળકોને રાહત મળે એ માટે પોષણ પુનર્વાસ કેન્દ્ર (એનઆરસી)માં લગાવડાવી દીધા છે. આ ચાર એસી ઉમરિયા, પાણી, માનપુર અને ચંદિયાના પોષણ પુનર્વાસ કેન્દ્રમાં હાલમાં જ લગાવવામાં આવ્યા છે. આ પછી અહીં દાખલ બાળકોને રાહત મળી છે.

Image Source

હાલમાં રાજ્ય ગરમીની ઝપેટમાં છે અને છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો 45 ડિગ્રીની પર ચાલી રહ્યો છે. ત્યારે કલેક્ટરને તેમના આ પગલાં વિશે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે ‘સખત ગરમીના કારણે પોષણ પુનર્વાસ કેન્દ્ર પણ અંદરથી ખૂબ જ ગરમ હતું, એવામાં બાળકોની તકલીફને જોઈને અમે એસીની વ્યવસ્થા કરવામાં લાગ્યા હતા, પરંતુ એનઆરસીમાં તાત્કાલિક એસી લગાવવા જરૂરી હતા, એટલે મારી ઓફિસ અને મિટિંગ હોલમાં લાગેલા એસીને કાઢીને એનઆરસીમાં લગાવી દીધા.’

Image Source

કલેકટરે લોકોને પણ અપીલ કરી છે કે જરૂરતમંદ બાળકોની મદદ માટે આગળ આવે. તેઓએ એમ પણ કહ્યું કે જરૂરત મંદોની મદદ કરવાથી અપાર ખુશી મળે છે. કલેકટરના આ કામના લોકો ખૂબ જ વખાણ કરી રહયા છે. તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પણ તેને આશીવાદ આપી રહયા છે. સોશિયલ મીડિયા પર પણ તેમના ખૂબ જ વખાણ થઇ રહયા છે.

Image Source

અત્યારે ગરમી ખૂબ જ પડી રહી છે ત્યારે હોસ્પિટલમાં દાખલ બાળકોને સૌથી વધારે તકલીફ થાય છે, જબલપુરમાં પણ ગયા અઠવાડિયે જ લૂ લાગવાના કારણે એક બાળકનું મૃત્યુ થયું હતું તો દમોહ જિલ્લાના પથારીયાના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પણ ગરમીને કારણે બાળકો બીમાર થઇ ગયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks