જબરી થઈ…! વીજળી ડૂલ થઈ અને દુલ્હન બદલાઈ ગઈ, દુલ્હને ઉઠાવ્યો ઘુંઘટ તો મચી ગઇ બબાલ

વીજળી ડૂલ થઈ અને દુલ્હન બદલાઈ ગઈ, દુલ્હને ઉઠાવ્યો ઘુંઘટ તો મચી ગઇ બબાલ…દુલ્હનના પરિજનોએ જે જણાવ્યુ તે તો મહાન વાત છે !

દેશમાંથી ઘણીવાર એવા એવા મામલાઓ સામે આવે છે કે તે જાણીએ ઘણીવાર આપણે ચોંકી જઇએ તો ઘણીવાર આપણે હસી પણ ઉઠીએ છીએ. કેટલાક ગામમાં એવું હોતુ હોય છે કે લાઇટો જવી એ સામાન્ય બાબત છે, પરંતુ જો લગ્ન સમયે લાઇટો જાય અને એવું બને છે કે બે યુવતિઓના લગ્ન હોય અને તે બંને એકબીજાના દુલ્હા સાથે રસ્મ કરે તો ?  આ સાંભળીને જ તમને નવાઇ લાગી ગઇ હશે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમા લગ્ન સમયે લાઇટો જતા દુલ્હન બદલાઇ ગઇ હતી.મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લગ્ન દરમિયાન દુલ્હન બદલાવવાનો મામલો સામે આવ્યો છે અને આ બધું પાવર કટના કારણે થયું.

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં વીજળી ગુલ થવાને કારણે એક વિચિત્ર ઘટના બની. જ્યાં લગ્ન સમારંભ દરમિયાન અંધારપટના કારણે દુલ્હન બદલાઇ ગઇ હતી. લાઇટ આવતાં જ દુલ્હન અને તેનો પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો, ત્યારબાદ ફેરા દરમિયાન થયેલી ભૂલને સુધારી લેવામાં આવી હતી. રમેશલાલની ત્રણ પુત્રીઓ અને એક પુત્રના લગ્ન જિલ્લાના ઇંગોરિયા પોલીસ સ્ટેશનના અસલાણા ગામમાં થયા હતા. રવિવારે તેમની બે દીકરીઓ નિકિતા અને કરિશ્માના લગ્ન ડાંગવાડાના ભોલા અને ગણેશ સાથે થયા. બંને યુવકો અલગ-અલગ પરિવારના છે.

જાનના આગમન બાદ રાત્રે 11.30 વાગ્યે પૂજનની વિધિ દરમિયાન બંને દુલ્હનોએ અલગ-અલગ વરરાજાઓનો હાથ પકડીને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન નિકિતાએ ગણેશ અને કરિશ્માએ ભોલાનો હાથ પકડ્યો હતો. બપોરે 12.30 વાગ્યાની આસપાસ જ્યારે લાઇટ આવી ત્યારે કન્યા અને તેનો પરિવાર બંને સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે, સવારે 5 વાગ્યાના ફેરા દરમિયાન આ ભૂલ સુધારી લેવામાં આવી હતી અને નિશ્ચિત સંબંધના આધારે વરરાજા સાથે સાત ફેરા કરવામાં આવ્યા હતા. સંબંધીઓએ જણાવ્યું કે ગામમાં દરરોજ વીજ પુરવઠો ખોરવાય છે. એટલું જ નહીં, આ પાવર કટ ઘણા કલાકો સુધી ચાલે છે. જેના કારણે લગ્ન સમારોહમાં વર-કન્યાની આપ-લે થઇ ગઇ હતી.

Shah Jina