...
   

હરતા ફરતા ડિનર ટેબલમાં પેટ્રોલ પુરાવવા આવ્યા 4 દોસ્ત, વીડિયો જોઈને આનંદ મહિન્દ્રા પણ ચોંક્યા

Moving Dinner Table: ઈન્ટરનેટ અજીબો ગરીબ વીડિયોથી ભર્યું પડ્યું છે. લાખોની સંખ્યામાં લોકો રોજ વીડિયો અપલોડ કરે છે. તેમાના કેટલાક વીડિયો એટલા શોકિંગ હોય છે કે તેને જોયા બાદ તમે માથું ખંજવાળવા લાગશો. આજે અમે તમને એક એવા વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમે પણ કહેશો કે આ પહેલા આવું ક્યારેય જોયું નથી.

આજે અમે વાત કરી રહ્યા છીએ હરતા ફરતા ડિનર ટેબલ વિશે. થોડું નવું લાગ્યું ને? આપણે મોટાભાગે જોઈએ છીએ કે, જ્યારે આપણે કારમાં બેસીએ છીએ ત્યારે એકદમ રસ્તા પર ધ્યાન કેન્દ્રીત કરીને ડ્રાઈવિંગ કરીએ છીએ. બન્ને હાથ સ્ટિયરિંગ ઉપર હોય છે અને પગનો ઉપયોગ બ્રેક અને એક્સિલેટર માટે કરીએ છીએ. તેથી ચાલક અન્ય કામ માટે ફ્રી રહેતો નથી. પરંતુ આજે અમે જે વીડિયોની વાત કહી રહ્યા છીએ તેમા બધા ડાઈનિંગ ટેબલ પર નાસ્તો કરી રહ્યા છે અને ટ્રાવેલિંગ પણ.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જાણીતી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે મહિન્દ્રા આવા ઈન્ટરેસ્ટિંગ વીડિયો શેર કરતા રહે છે. આ વીડિયો જોયા બાદ તમે પણ હેરાન થઈ જશો. તેમણે શેર કરેલા વીડિયોમાં ચાર લોકો ખુરશી પર બેસીને ટેબલ પર ખાવાનું ખાઈ રહ્યા છે અને નવાઈની વાત એ છે કે ટેબલ રસ્તા પર ચાલી રહ્યું છે. એટલું જ નહીં આ લોકો ખુરશી ટેબલ સાથે પેટ્રોલ પંપ પર પહોંચે છે અને પેટ્રોલ પણ પુરાવે છે.

હવે તમને પ્રશ્ન થશે કે આ કેવી રીતે શક્ય છે, પરંતુ આ સો ટકા સાચું છે. એક વ્યક્તિ ટેબલ પર બનેલા હેન્ડલથી ડ્રાઈવ કરે છે અને બાકીના લોકો આરામથી નાસ્તો કરી રહ્યા છે. તેમને જ્યાં ઈચ્છા થાય ત્યાં જઈ શકે છે અને પછી નાસ્તો કરી શકે છે. આ નવી ટેકનિકને જોઈને બધા હેરાન છે.

આનંદ મહિન્દ્રાએ આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, મને લાગે છે કે આ ઈ-મોબોલિટી છે. જ્યાં ઈ નો મતલબ ખાવા સાથે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 24 સેકન્ડના આ વીડિયોને 5 લાખથી પણ વધુ લોકોએ જોયો છે અને 16 હજારથી પણ વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

YC