પેટ્રોલપંપ પર ડાઇનિંગ ટેબલ સાથે પહોંચી એવી અનોખી કાર કે જોઈને આનંદ મહિન્દ્રા પણ થઇ ગયા ઈમ્પ્રેસ, વીડિયો શેર કરીને કહી મોટી વાત…જુઓ વીડિયો

ડાઇનિંગ ટેબલ પર ખાતા ખાતા આ મિત્રો પહોંચી ગયા પેટ્રોલપંપ પર, ગજબનો જુગાડ જોઈને લોકો પણ રહી ગયા હેરાન.. જુઓ વીડિયો

આજના સમયમાં ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે અને ઘણા એવા એવા આવિષ્કાર પણ જોવા મળે છે જેની આપણે કયારેય કલ્પના પણ ના કરી હોય. આવી જ ઘણી ટેક્નોલોજીના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આવા ઘણા વીડિયોને બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે.

ત્યારે હાલ આનંદ મહિન્દ્રાએ એક એવો જ વીડિયો શેર કર્યો છે. જેને જોઈને તમે કહેશો “આ કાર છે કે ડાઈનિંગ ટેબલ ? કારણ કે ભાઈ.. આ કાર એક ફરતું ડાઈનિંગ ટેબલ છે. મતલબ, જુગાડે વાહનમાં એક ડાઇનિંગ ટેબલ અને ચાર ખુરશીઓ ઉમેરી છે. આવી સ્થિતિમાં, જ્યારે આ વાહન ચાલે છે, ત્યારે લાગે છે કે ખુરશીઓ અને ટેબલ પર બેઠેલા લોકો કોઈ રેસ્ટોરન્ટમાંથી ભાગી ગયા છે.

આ 24 સેકન્ડના વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પેટ્રોલ પંપ પર એક ડાઈનિંગ ટેબલ ચાલતું આવે છે. તેના પર ચાર લોકો સવાર છે. ટેબલ પર પ્લેટ્સ, વાઇનના ગ્લાસ જેવી વસ્તુઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત ટેબલ પર એક હેન્ડલ છે જેની મદદથી વ્યક્તિ આ વિચિત્ર વાહનને નિયંત્રિત કરી રહ્યો છે. જ્યારે મોબાઈલ ટેબલ પેટ્રોલ પંપ પર અટકે છે, ત્યારે પંપનો કર્મચારી તેમાં પેટ્રોલ નાખે છે, ત્યારબાદ તેઓ આગળ વધે છે. કદાચ તેથી જ મહિન્દ્રાએ તેને ઈ-મોબિલિટી નામ આપ્યું છે.

આ વીડિયો બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ 3 જુલાઈના રોજ શેર કર્યો હતો. તેના કેપ્શનમાં તેમણે લખ્યું “મારા મત મુજબ આ ઈ-મોબિલિટી છે, જેમાં E એટલે Eat.”  આ વીડિયોને હવે સોશિયલ મીડિયામાં લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અત્યાર સુધી આ વીડિયોને 2.7 મિલિયન કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel