ધ કાશ્મીર ફાઇલ્સનો એક સીન હકીકતમાં બન્યો હોવાનો મહિલાએ કર્યો દાવો, આતંકવાદીઓએ જેને ગોળી મારી તે તેના કાકા હતા, જાણો બીજું શું કહ્યું ?

‘ધ કાશ્મીર ફાઇલ્સનું ધમાકેદાર પ્રદર્શન ચાલુ છે. દર્શકો મોટી સંખ્યામાં આ ફિલ્મ જોઈ રહ્યા છે અને બીજાને પણ આ ફિલ્મ જોવા માટે પ્રેરણા અપાઈ રહ્યા છે. આ ફિલ્મે 9મા દિવસે પણ સારું પ્રદર્શન કર્યું હતું. ફિલ્મ સમીક્ષકોનું અનુમાન છે કે આગામી દિવસોમાં તેની કમાણી વધુ વધશે. 100 કરોડની ક્લબમાં સામેલ થયેલી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ટૂંક સમયમાં 150 કરોડની કમાણી પાર કરી શકે છે.

ત્યારે હવે ફિલ્મના એક સીનને લઈને એક નવો દાવો સામે આવ્યો છે. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં એક સીન બતાવવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ચોખાના પીપળામાં છુપાયેલો છે, જ્યારે આતંકવાદીઓ આવે છે અને તેને નિર્દયતાથી ગોળી મારી દે છે. આ દ્રશ્ય જોયા બાદ એક મહિલા સામે આવી છે. મહિલાએ દાવો કર્યો છે કે ફિલ્મમાં બનેલી ઘટના ખરેખર બની હતી અને જેને ગોળી મારવામાં આવી હતી તે તેના કાકા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તેનો દાવો છે કે જે વ્યક્તિ ચોખાના ડ્રમમાં છુપાયેલા હતા તે મારા કાકા હતા. આતંકવાદીઓએ દયા ન દાખવીને તેમને ગોળી મારી દીધી. આ મહિલા બાલ કૃષ્ણ ગંજુની ભત્રીજી છે. મહિલા કહે છે કે તે સમયે વાતાવરણ ખૂબ જ ડરામણું હતું અને અમે બધા ખૂબ ડરી ગયા હતા.

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયા બાદથી જબરદસ્ત ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી રહી છે. તેની વધતી લોકપ્રિયતાને જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે વધુ રેકોર્ડ તોડશે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જેઓ કહે છે કે આ ફિલ્મ બનાવનારી ટીમ ફિલ્મ દ્વારા ખોટો પ્રચાર કરી રહી છે અને નફરતનું વાતાવરણ બનાવી રહી છે. તેમની માંગ છે કે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ.

હાલમાં જ આ ફિલ્મને લઈને પૂર્વ આઈપીએસ અધિકારી એનસી અસ્થાનાનું નિવેદન પણ સામે આવ્યું છે. અસ્થાના હવે નિવૃત્ત છે, પરંતુ તેઓ 1990ના દાયકા દરમિયાન કાશ્મીરમાં પોસ્ટેડ હતા. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ લખી હતી. આમાં તેમણે કહ્યું હતું કે, “જેમને સેન્સર બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં સમસ્યા છે, તેમણે તેનો બહિષ્કાર કરવો જોઈએ અથવા અંતર બનાવવું જોઈએ. તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે.”

Niraj Patel