ફિલ્મી દુનિયા મૂવી રીવ્યુ

સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘લાલ કપ્તાન’ જોતાં પહેલાં આ રીવ્યુ જરૂર વાંચજો…

ઝ્યાદા ભલા ન બોલના, ઝ્યાદા ભલી ન ચૂપ! ઝ્યાદા ભલા ન બરસના, ઝ્યાદા ભલી ન ધૂપ!

સૈફ અલી ખાન સ્ટારર ‘લાલ કપ્તાન’ આઝાદી પહેલાના સમયમાં સેટ થયેલી વાર્તા છે. નાગા સાધુ એટલે કે ગોસાંઈનો કિરદાર નિભાવી રહેલો સૈફ અલી ખાન કોઈક અગમ્ય કારણોસર કત્લેઆમ મચાવતો હોય છે. માનવ વિજ ઇઝ પ્લેઇંગ રેહમત ખાન! ગોસાંઈ અને રેહમત ખાન વચ્ચેની દુશ્મની એક રહસ્ય છે, જે ફિલ્મના સેકન્ડ હાફમાં ધીરે ધીરે અનફોલ્ડ થાય છે.

લાલ કપ્તાનની સ્ટોરી અને કેરેક્ટર્સમાં ઘણા બધા લેયર્સ છે. રાઇટર્સ નવદીપ સિંઘ અને દીપક વેંકટેશ પોતાના તમામ પાત્રોને ડાર્ક અને ડીપ ઝોનમાં લઈ ગયા છે. તમને એવું લાગે કે, બધું જ સમજાઈ રહ્યું છે, પાત્રોની જન્મકુંડળી ખૂલી રહી છે ત્યાં જ એમની સાથે જોડાયેલું એક એવું રહસ્ય રીવિલ થાય જેની અપેક્ષા ન રાખી હોય. વાર્તા અદભુત છે, પરંતુ સ્ક્રીનપ્લે અત્યંત લાંબો છે, લેથાર્જીક છે! ફર્સ્ટ હાફમાં વાર્તા બરાબરની પકડ કમાવે છે, અને ઇન્ટરવલ પછી કંટાળી જવાય એટલી હદ્દે ભયંકર થઈ જાય છે.

સુશાંત સિંઘ રાજપૂત અને મનોજ બાજપેઈ સ્ટારર સોનચીડિયા જોયું હતું? બસ, એક્ઝેટલી એ જ ઝોનરમાં ડિરેક્ટર નવદીપ સિંઘ પોતાના પ્રેક્ષકોને લઈ જાય છે. આર્ટિસ્ટિક સિનેમા જોવા ટેવાયેલા લોકોને લાલ કપ્તાન વધુ ગમશે. કારણકે અહીં માનવજીવનના નગ્ન સત્યો ઉજાગર થયા છે.

 

View this post on Instagram

 

Watch #laalkaptaan in theatres near you. Book your ticket now (link in bio)

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

એકબીજાને મારી-કાપીને જીવતા ડાકુઓ, અંગ્રેજો સામે બાંગ પોકારતા મરાઠાઓ અને મુઘલો અહીં દેશને ખાતર એકજૂઠ થયા છે. ઇટ્સ અ સ્ટોરી ઓફ બિટ્રાયલ, લવ, હેટ એન્ડ રીવેન્જ! સડી ગયેલી લાશ પર બણબણતી માખી અને કાળા પડી ગયેલા લોહીના દ્રશ્યો કમકમાટીભર્યા છે.

માનવ વિજ, સૈફ અલીખાન, સિમોન સિંઘ, દીપક ડોબરિયાલ અને ઝોયા હુસૈને પોતાના પાત્રોને બહુ જ શિદ્દત અને નિષ્ઠાપૂર્વક ભજવ્યા છે. તેમનો અભિનય ફિલ્મને અસહ્ય બનતા રોકે છે! લાલ કપ્તાનમાં કોઈ ગીતો નથી. મોટેભાગે ઓલ્ડ-સ્ટાઇલ બેકગ્રાઉન્ડ સ્કોર સાથે ફિલ્મ આગળ વધે છે. પરંતુ સમય જતા તેની પેસ અને વાર્તાની ગતિ આખી એક્સાઇટમેન્ટને ઓગાળી નાંખે છે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

સિનેમેટોગ્રાફર શંકર રમણે ફિલ્મની પ્રત્યેક ફ્રેમમાં જાન રેડી છે. પરંતુ ફિલ્મ-મેકર્સ સોહમ શાહ અભિનીત તુંબાડની અસરમાંથી બહાર નથી નીકળી શક્યા એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ઇટ્સ એન ઇન્ટેન્સ્ડ ફિલ્મ! પણ સ્ક્રીનપ્લે અને અઢી કલાકની લંબાઈ ફિલ્મ માટે વિલન પૂરવાર થયા છે.

સો, આઇ એમ ગોઈંગ વિથ 2 આઉટ ઓફ 5 સ્ટાર્સ ફોર લાલ કપ્તાન.

આવનારી તમામ લેટેસ્ટ ફિલ્મોના રીવ્યુ જોવા માટે અમારી ચેનલ Known Sense Club કિલ્ક કરી સબસ્ક્રાઇબ કરો
નીચે જુઓ વિડિઓમાં સંપૂર્ણ માહિતી:

નીચે ‘લાલકપ્તાન’ ફિલ્મનું ટ્રેલર જોઈ શકો છો:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.