મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ ભારત જોવા જતા પહેલા અહીં રીવ્યુ વાંચીને જજો કે ફિલ્મ જેવી છે કે નહિ? વાંચો ફિલ્મ રીવ્યુ નહિ તો પછતાશો

દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ઈદ પર સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘ભારત’ રિલીઝ થઇ ચુકી છે. છેલ્લા 2 વર્ષથી સલમાનની ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મોને ખાસ પ્રતિભાવ મળ્યા ન હતા, પણ આ વર્ષે સલમાન ખાને ધમાકેદાર એન્ટ્રી મારી છે.

Image Source

સલમાન ખાન અભિનીત આ ફિલ્મમાં રોમાન્સ, રોમાન્ચ, ઈમોશન, પ્રેમ, ડ્રામા બધું જ છે. આ ફિલ્મની વાર્તામાં દેશને આઝાદ થયાના 70 વર્ષની જર્નીમાં ઘણું બધું બને છે જે દર્શાવવામાં આવ્યું છે. દેશના ભાગલાથી શરુ થઈને એક યુવકના પોતાના પગભર થવાની કોશિશ, આધુનિક ભારત આ બધું જ આ ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે.

Image Source

ફિલ્મની વાર્તા હજુ પણ ચુસ્ત થઇ શકી હોત જો એના પર વધુ મહેનત કરવામાં આવતે તો. ફિલ્મ ખૂબ જ લાંબી છે, જો થોડી ટૂંકી હોત તો મજા આવી જાત. ફિલ્મમાં સલમાન ખાનને વાર્તા પ્રમાણે જુદા જુદા સમયે જુદા જુદા લૂકમાં દર્શાવ્યો છે. અને સાથે જ બીજા પાત્રોના લૂક પણ એ જ પ્રમાણે બદલાય છે.

Image Source

એક અભિનેતાના રૂપમાં સલમાન ખાનની આ શ્રેષ્ઠ ફિલ્મ છે. જો કે ફિલ્મમાં સલમાન ખાન પાસેથી અભિનય કરાવવો કોઈ પડકારથી ઓછું નથી લાગતું, તો ફિલ્મમાં કેટરીના કૈફનો અભિનય વખાણવા લાયક છે. ફિલ્મમાં સલમાન ખાનને એક યુવાનથી લઈને 70 વર્ષના વૃદ્ધ સુધી દર્શાવવામાં આવ્યો છે. કેટરીના એક અભિનેત્રી તરીકે ઘણી મહેનત કરી રહી છે જેની અસર આ ફિલ્મમાં દેખાઈ રહી છે.

Image Source

ફિલ્મમાં સોનાલી કુલકર્ણી અને જેકી શ્રોફના પાત્રો ફિલ્મને સહારો આપે છે, જયારે સુનિલ ગ્રોવર પણ પડદા આવે ત્યારે જોરદાર અભિનય કરી જાય છે. દિશા પટની આ ફિલ્મમાં મિસફિટ લાગી રહી છે. ફિલ્મમાં તબ્બુ બે સીન માટે આવે છે પણ ફિલ્મમાં જીવ નાખી દે છે. બાકી બધા જ અભિનેતાઓએ પોતાના અભિનયથી પાત્રોને ન્યાય આપ્યો છે. પડદા પર સુનિલ ગ્રોવર અને સલમાન ખાનની કેમેસ્ટ્રી પણ જોરદાર જોવા મળે છે.

Image Source

ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલ છે. પણ ફિલ્મ થોડી લાંબી લાગી રહી છે. જો કે નિર્દેશક તરીકે અલી અબ્બાસ ઝફરે પોતાની બીજી ફિલ્મોની જેમ જ આ એક મસાલા ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે. પરંતુ ફિલ્મમાં ભૂતકાળ અને વર્તમાનના ઘણા લિપ છે જેને કારણે વાર્તાનો પ્રવાહ વચ્ચે વચ્ચે તૂટી જાય છે અને દર્શકો વાર્તા સાથે કન્નેક્ટ નથી કરી શકતા. આશા કરતા સારી ફિલ્મ છે પણ કોસ્ટ્યૂમ્સ અને સંગીત પર વધુ મહેનત કરવાની જરૂર હતી. ફિલ્મના ગીતો સારા છે પણ જે-તે સમય સાથે ફિલ્મનું સંગીત જતું નથી. કુલ મળીને આ ફિલ્મ એક મનોરંજક ફિલ્મ છે, જે દર્શકોને હસાવે છે, રડાવે પણ છે. આ ફિલ્મ સપરિવાર જોવા જવાની પણ મજા આવશે.

જુઓ ટ્રેલર:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks