દોઢ કિલોમીટર સુધી ચાલેલા વરઘોડામાં વરપક્ષે રસ્તા પર મુક્યા મુવેબલ કુલર, જાનૈયાઓને ડાન્સ કરતા કરતા પણ ના લાગવા દીધી ગરમી… જુઓ વીડિયો
Movable cooler in barat : હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગરમીની અંદર લગ્ન કરવા તેમાં પણ વરઘોડાની અંદર નાચતી વખતે જાનૈયાઓના કેવા હાલ થતા હોય છે તે આપણે બધા જોતા જ હોઈએ છીએ. આપણે પણ આવા ઘણા લગ્નમાં સહભાગી પણ થયા હોઈશું. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં વરઘોડામાં પણ ઢગલાબંધ કુલર જોવા મળ્યા.
ભારતીયો લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચે છે. વર-કન્યાની એન્ટ્રી હોય, ખાણી-પીણી હોય કે પછી લગ્નના વરઘોડા હોય… જેમાં મન મૂકીને પૈસા ખર્ચવામાં આવે છે. મહેમાનોના આરામનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. આ દિવસોમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં લગ્નના વરઘોડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વરઘોડામાં ગરમીથી રાહત આપવા માટે કુલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને હા, એક-બે કુલર નહીં પરંતુ 11 કુલર વરઘોડામાં જોવા મળ્યા. 13 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે બેન્ડ-બાજા સાથે વરઘોડો રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. આમાં કૂલરની કતાર પણ ચમકદાર લાઇટના ઝગમગાટ સાથે જોવા મળે છે, જે જાનૈયાઓ સાથે ચાલી રહી છે.
गर्मी में बारातियों का जोश कूल रहे इसलिये इंदौर में 400 बारातियों के लिये 1.5 किमी. के रास्ते में कूलर लगाये गये :)😓🥶 pic.twitter.com/P4rfX0yQmv
— Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) June 15, 2023
વાસ્તવમાં, આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે જાનૈયાઓ સખત ગરમીમાં પણ ઠંડકથી ડાન્સ કરી શકે. બાય ધ વે, શું તમે ક્યારેય આવા શોભાયાત્રામાં હાજરી આપી છે, જેમાં કુલર ગોઠવવામાં આવ્યા હોય. જો કે આ પહેલા પણ આવો વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્દોરના રાજબાડા વિસ્તારમાં એક હોટલ માલિકે તેના લગ્નના મહેમાનો માટે વરઘોડામાં ગરમીને હરાવવા માટે પોર્ટેબલ કુલરની વ્યવસ્થા કરી હતી.
— Mandar (@mandar199325) April 22, 2022
તેમણે કહ્યું કે આ દિવસોમાં ખૂબ જ ગરમી છે. મહેમાનોને કોઈ તકલીફ ન પડે અને તેઓ આરામથી ડાન્સ કરી શકે, તેથી તેમણે વરઘોડામાં ટ્રોલી પર ચાલતા 11 મોટા કુલરની વ્યવસ્થા કરી. 7 જૂનના રોજ નીકળેલા આ વરઘોડાએ લગભગ 1.5 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને લગભગ 400 મહેમાનો તેમાં સામેલ થયા હતા.