દીવાલ ઉપર દોડવા લાગી બકરીઓ, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો, જુઓ ચોંકાવનારો વીડિયો

ઇન્ટરનેટની દુનિયામાં આજે કોઈપણ ઘટનાને વાયરલ થતા વાર નથી લાગતી. રોજ ઘણી બધી ઘટનાઓના વીડિયો પણ સામે આવતા હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં બકરીઓ દીવાલ ઉપર દોડતી જોવા મળી રહી છે. સાંભળીને નવાઈ લાગે કે બકરીઓ દીવાલ ઉપર કેવી રીતે દોડી શકે ? પણ વાયરલ થઇ રહેલો વીડિયો તમને પણ વિચારવા માટે મજબુર કરી દેશે.

આ કોઈ સામાન્ય બકરીઓ નથી. આને પહાડી બકરીઓ એટલે કે માઉન્ટેન ગોટ્સ કહેવામાં આવે છે. આ બકરીઓ પર્વતીય ખડકો પર ચઢવામાં માહિર હોય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બકરીઓ સેંકડો ફૂટ ઉપર ડેમની દિવાલો પર ચઢવાનો પ્રયાસ કરી રહી છે અને દોડી પણ રહી છે.

પહાડી બકરીઓનો આ વીડિયો ભારતમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને @TheFigen નામના યુઝરે ટ્વિટર પર અપલોડ કર્યો છે. સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું છે, “આ અદ્ભુત આઇબેક્સ પૌષ્ટિક મીઠાની શોધમાં નજીકના વર્ટિકલ ડેમ પર ચડતા ગુરુત્વાકર્ષણને અવગણે છે.”

આ વીડિયો 7 ઓગસ્ટના રોજ શેર કરવામાં આવ્યો હતો. માત્ર 44 સેકેંડની આ ક્લિપને અત્યાર સુધીમાં 19 લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે, સાથે જ 7 હજાર કરતા વધુ લોકો આ વીડિયોને  લાઈક પણ કરી ચુક્યા છે. આ વીડિયો જોઈને યુઝર્સ કોમેન્ટની અંદર અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Niraj Patel