અંબાજી : હોટલ માલિકની ચપ્પાના ઘા ઝીંકી કરવામાં આવી ઘાતકી હત્યા, બે બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

માઉન્ટ આબુથી અંબાજી આવેલા હોટલના માલિકની ચપ્પાના ઘા ઝીંકી કરવામાં આવી હત્યા, ગબ્બરના પાછળના વિસ્તારમાંથી લાશ..

રાજયભરમાં ઘણી ગુનાહિત પ્રવૃતિના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે હાલ એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક હોટલના  માલિકની ઘાતકી હત્યા કરવામાં આવી અને આ ઘટનાને કારણે ઘણી ચકચાર મચી જવા પામી છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલિસએ એક શંકાસ્પદ યુવતિની પૂછપરછ પણ હાથ ધરી છે. આ ઘટનાને લઇને બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે.

અંબાજીમાં એક હોટલ માલિક જેનું નામ વિનય રાવલ છે તેની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.  વિનય રાવલ  માઉન્ટ આબુથી અંબાજી સોમવારે સવારે આવ્યો હતો અને ત્યાર બાદ સાંજે ગબ્બરના પાછળના વિસ્તારમાં તેની હત્યાના સમાચાર વહેતા થયા હતા. પોલિસે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.

સોમવારે મોડી સાંજે કેટલાક અજાણ્યા વ્યક્તિ દ્વારા અંબાજી ગબ્બરના પાછળના વિસ્તારમાં તેલિયા નદીના પુલ પાસે વિનય રાવલની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ તેઓ ફરાર થઇ ગયા હતા અને સ્થાનિકોને આ ઘટનાની જાણ થતા વિનય રાવલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનુ મોત થઇ ગયુ હતુ.

અંબાજીમાં આ ઘટનાને પગલે મધ્યરાત્રિએ તંત્ર હરકતમાં આવી ગયુ હતુ. જીલ્લા પોલિસ વડા પણ ઘટનાની જાણ થતા રાત્રે દોડી આવ્યા હતા અને પોલિસે હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાની જાણ થતા પરિજનો પણ ઉમટી પડ્યા હતા અને હત્યારાઓને જબ્બે કરવાની માંગ કરી રહ્યા હતા તેમજ સાથે સાથે લાશ સ્વીકારવાની પણ તેઓ ના કહી રહ્યા હતા. મંગળવારે સવારે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ અને તે બાદ લગભગ બપોરે 1 વાગ્યા આસપાસ અંબાજી પોલિસ વડાએ આ ગુનામાં કોઇ કચાસ ન રાખવાની બાંહેધરી આપી હતી અને પરિવાર દ્વારા લાશ સ્વીકારવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

જણાવી દઇએ કે, મૃતકને એક નાનો ભાઇ છે. તેણે પોલિસ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. મૃૃતક વિનય રાવલના લગ્ન થઇ ચૂક્યા છે અને તેને બે બાળકો પણ છે, ત્યારે પિતાના નિધનથી બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. વિનય રાવલના નિધનને લઇને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

Shah Jina