મનોરંજન

ટીવીની સૌથી બ્યુટીફૂલ અભિનેત્રીએ લગ્ન પછી સમુદ્ર કિનારે અલગ અલગ 11 આપ્યા ગ્લેમરસ પોઝ

લગ્ન પછી તો ફિગર એકદમ બોલ્ડ થઇ ગયું ટીવીની નાગિન અભિનેત્રીનું….વિદેશમાં બેઠા બેઠા હોટ પોઝ આપ્યા

ટીવીની નાગિન તરીકે જાણીતી અભિનેત્રી મૌની રોયનું હનીમૂન પૂર્ણ થવાનું નામ જ નથી લઇ રહ્યું.મૌની રૉયે અમુક દિવસો પહેલા જ પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. લગ્નનું આયોજન ગોવાના એક રિસોર્ટમાં કરવામાં આવ્યું હતું. લગ્ન પછી બંને હનીમૂન માટે શ્રીલંકા પહોંચ્યા હતા. શ્રીલંકામાં હનીમૂન એન્જોય કરીને બંને દુબઈમાં પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by bollywood_hoti00 (@bollywood_hoti00)

હજુ પણ મૌની અને સૂરજ દુબઈમાં એન્જોય કરી રહ્યા છે અને એક વાર ફરીથી મૌનીએ પોતાની કાતિલાના તસ્વીર ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. મૌની રોય કલરફુલ શોર્ટ વનપીસ ડ્રેસ પહેરીને દુબઈના બીચ કિનારે શુકુનની પળો વિતાવી રહી છે. આ લુકમાં મૌનીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ કર્યો છે, મૌનીના આ લુક પર પડતો સૂરજનો તડકો તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood City (@ibollywoodcity)

એક તસવીરમાં મૌની ટેબલ પાસે ઉભા રહીને પોઝ આપી રહી છે તો અન્ય એક તસવીરમાં તે ચેર બેસીને પોઝ આપી રહી છે. આ પોઝમાં તેણે બ્લેક ચશ્મા પણ પહેરી રાખ્યા છે અને તેની પાછળ સમુદ્રનો સુંદર નજારો દેખાઈ રહ્યો છે.તસવીરો શેર કરીને મૌનીએ કૈપ્શનમા લખ્યું કે,”કાલે અમે થોડી વાર વોકિંગ કર્યું, થોડા ફૂલો તોડ્યા, થોડું ઘણું ખાધું અને વાંચ્યું, બ્લુ આકાશને નિહાળતા સમુદ્ર તટ પર રેતીમાં સુતા અને પછી થોડું વોકિંગ કર્યું”. મૌનીનું કૈપ્શન અને તસવીરો જોઈને લાગી રહ્યું છે કે તે હજુ પણ હનીમૂન વિતાવવાના મૂડમાં છે.

મૌનીની આ નવી તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.ચાહકો મૌનીની તસવીરો પર ફાયર અને હાર્ટ વાળી ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે અને બ્યુટીફૂલ, લવલી, ગોર્જીયસ જેવી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. મૌનીને બીચ ખુબ જ પસંદ છે માટે તે અવારનાર વેકેશન માટે બીચ પર જવાનું પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

એકવાર ફરીથી મૌનીએ નવી તસવીરો શેર કરી છે. જેમાં તેણે સેમ ફ્લોરલ વન પીસ બીચ ડ્રેસ પહેરી રાખ્યો છે. આ સામે આવેલી તસવીરોમાં મૌની સમુદ્ર કિનારે બેસીને એન્જોય કરી રહી છે. એક તસ્વીરમાં તે રેતીમાં ચાદર પર બેસીને  પોઝ આપી રહી છે જેમાં તેણે હાથમાં ગ્લાસ પણ પકડી રાખ્યો છે અને બીજી તસ્વીરમાં તે કંઈક ખાઈ રહેલી દેખાઈ રહી છે.

અમુક દિવસો પહેલા પણ મૌનીએ દુબઈના બીચ કિનારે એન્જોય કરતી તસ્વીર શેર કરી હતી, જેમાં તે પતિના ખોળામાં બેસીને ચીલ કરી રહી હતી. મૌનીની સાથે અમુક મિત્રો પણ દેખાઈ રહ્યા હતા.આ સમયે મૌનીએ બ્રાઉન ટોપ અને ચેક્ડ સ્કર્ટ પહેરી રાખ્યું હતું જેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે ટીવી ઈન્ડસ્ટ્રીથી શરૂઆત કરનારી અભિનેત્રી મૌની રૉય બૉલીવુડ સુધી પણ પહોંચી ગઈ છે.

ટીવી ઇન્ડસ્ટ્રીની નાગિન એવી મૌનીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી, પહેલી જ ફિલ્મમાં મૌનીએ અક્ષય સાથે રોમેન્ટિક સીન્સ પણ આપ્યા હતા. મૌનીએ ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ દ્વારા કરી હતી. મૌની ફિલ્મોની સાથે સાથે આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે અને હાલ મૌની મલ્ટી સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે.આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ જોવા મળશે. અને અમિતાભ બચ્ચન પણ ખાસ કિરદારમાં જોવા મળશે.

ટીવી જગતથી બૉલીવુડ સુધી પોતાનું નામ બનાવનારી અભિનેત્રી મૌની રૉય અવાર-નવાર પોતાની ફેશન સ્ટાઇલ અને પોતાના ગ્લેમરસ અંદાજથી દર્શકો વચ્ચે ચર્ચાનું કારણ બનેલી રહે છે. મૌનીએ કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ દ્વારા કરી હતી અને આજે તે બૉલીવુડ અભિનેત્રી પણ બની ચુકી છે. મૌની તાજેતરમાં જ લંડન કોન્ફીડેન્શીયલ વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. જેમાં તેના અભિનયની દર્શકોએ ખુબ પ્રશંસા કરી હતી. મૌની વધારે સુંદર દેખાવા માટે પોતાના લિપ્સની સર્જરી પણ કરાવી ચુકી છે. મૌની વેકેશનની મજા માણવા માટે પણ અવાર-નવાર દેશ-વિદેશ જાય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પણ તેના વેકેશનની લાજવાબ તસવીરો છે.