ટીવીની નાગિન મૌની રોય સાથે એક યુવકે ભીડ વચ્ચે જ કરી એવી ગંદી હરકત, ડરી ગયેલી અભિનેત્રીએ ઝાટકી દીધો હાથ- જુઓ વીડિયો

ટીવીની મોસ્ટ પોપ્યુલર અને બોલિવુડની ખૂબસુરત અદાકારા મૌની રોય આજકાલ તેની ફિલ્મ ‘વેલ્લે’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. 10 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં તે અભય દેઓલ અને કરણ દેઓલ સાથે જોવા મળશે. ટીવી જગતની ગ્લેમરસ ‘નાગિન’ મૌનીના ચાહકોની કોઈ કમી નથી. જ્યારે પણ તે ઘરની બહાર નીકળે છે ત્યારે તે તેના ચાહકો સાથે સમય પસાર કરવામાં જરાય ડરતી નથી. પરંતુ હાલ તેની સાથે એવું કંઈક થયું છે, જેના કારણે તે ડરી ગઈ. મૌનીનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચાહકોથી ઘેરાયેલી મૌની સાથે ઘણા સેલ્ફી લઈ રહ્યા છે. પણ કંઈક એવું થાય છે કે તે ડરી જાય છે અને ત્યાંથી નીકળી જાય છે.

મૌની રોય બુધવારે કામ માટે મુંબઈમાં ઘણી જગ્યાએ જોવા મળી હતી. તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ચાહકોએ તેને સેલ્ફી માટે ઘેરી લીધી છે. આ દરમિયાન, હૂડી પહેરેલ એક વ્યક્તિ તેને હાથ વડે મારતો જોવા મળે છે. તેણે મારતાની સાથે જ મૌનીએ જોરથી કહ્યું, અરે અને તેણે પોતાનો હાથ આગળ કર્યો. આ પછી સેલ્ફી લેતા લોકો તેની ખૂબ નજીક આવી ગયા. મૌનીએ સ્મિત સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે અસહજ દેખાઈ રહી હતી.

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ મૌનીના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. ઘણા યુઝર્સ કહે છે કે ચાહકોએ તેમની મર્યાદામાં રહેવું જોઈએ. જો કે, કેટલાક યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે આ ઘટના અજાણતા બની છે, તેથી તેના પર કોઈએ ઓવર રિએક્ટ કરવું જોઈએ નહીં.

ટીવીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવનારી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર મૌની રોયના 20 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મૌની રોય ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ રહે છે. મૌની રોય તેના લુક અને આઉટફિટ્સને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. મૌની માત્ર ટીવી જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ એક્ટિવ છે. મૌનીને એકતા કપૂરના શો ‘નાગિન’થી ખ્યાતિ મળી હતી.

મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. હાલમાં મૌની રોયની ઘણી ફિલ્મો આવવાની છે. તેમાંથી સૌથી મોટી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ છે, જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય પણ જોવા મળશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત, ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અક્કીનેની નાગાર્જુન છે.

આ ઉપરાંત મૌની રોય તેના લગ્નને લઇને પણ ચર્ચામાં છે. બોયફ્રેન્જ સૂરજ નામ્બિયાર સાથે તે આવતા વર્ષે 27 જાન્યુઆરીએ ડેસ્ટિનેશન વેડિંગ કરવાની છે. પશ્ચિમ બંગાળના નાનકડા શહેર કૂચ બિહારની મૌની રોય હોમટાઉનમાં પણ ફંક્શન રાખવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina