મનોરંજન

લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલી અક્ષય કુમારની આ એક્ટ્રેસનું છલકાયું દર્દ, કહ્યું કે-ચાર દિવસના કપડા…

હાલ કોરોનાના વધતા કહેરને લઈને દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે બોલીવુડના ઘણા એક્ટર અને એક્ટ્રેસ દેશ-વિદેશમાં ફસાઈ ગયા છે. ત્યારે ખબર મળી રહી છે કે, એક ટીવી એક્ટ્રેસ છેલ્લા 2 મહિનાથી અબુધાબીમાં ફસાઈ ગઈ છે.

નટીવી સિરિયલ નાગિન ફેમ એક્ટ્રેસ મૌની રૌયએ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ફેન્સે પસંદ કરવામાં આવી હતી. હવે મૌની રોયે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે છેલ્લા બે મહિનાથી અબુધાબીમાં અટવાયેલી છે. મૌની રોય શૂટિંગ માટે ત્યાં ગઈ હતી.

મૌની રોય તેની બહેન સાથે અબુધાબીમાં છે. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેણે અબુધાબીમાં શૂટિંગ કર્યા બાદ 2 અઠવાડિયા ત્યાં રોકાવાનું નક્કી કર્યું છે, કારણ કે તેનો આગામી પ્રોજેક્ટ 15 એપ્રિલથી શેડ્યુઅલ થયો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તેને વિચાર્યું પણ ન હતું કે આખી દુનિયા બંધ થઇ જશે અને તે ચાર દિવસના કપડામાં ફસાઈ જશે.

મૌની રોયે વધુમાં જણાવ્યું હતું કે તેમને સંતોષ છે કે તેનો ભાઈ હાલમાં તેની માતા સાથે છે. આ સિવાય કઝીન પણ નજીકમાં જ રહે છે, જે એક ફાયદો છે. જણાવી દઈએ કે, મૌની રોયનો પરિવાર બિહારમાં છે.

મૌની રોય કહે છે કે તે મુંબઇ પાછા ફરવાની રાહ જોઈ શકતી નથી અને બધું પાછું સામાન્ય થવા માટે આતુર છે. આ સાથે જ તેને કહ્યું હતું કે,તેને એ વાતથી ઘણો સહારો મળ્યો છે કે તેની માથા ઉપર છત હોય અને સંભાળ રાખવા માટેનો પરિવાર હોય. તે હવે ભારત પરત ફરવા માંગે છે.

આપણે મૌની રોયના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ માં જોવા મળી હતી. હવે મૌની રોય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં દેખાશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, અક્કિનેની નાગાર્જુન, અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.