દિલ ધડકાવતી મૌનીએ ફેન્સને બેહોશ કરી નાંખ્યા, સુતા સુતા બોલ્ડ તસ્વીરો શેર કરતાં જ બૂમ પડી ગઈ!
ટીવી ઈન્ડસ્ટ્રીથી શરૂઆત કરનારી અભિનેત્રી મૌની રૉય બૉલીવુડ સુધી પણ પહોંચી ગઈ છે. ટીવી ઇન્ડસ્ટ્રીની નાગિન એવી મૌનીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોડ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી, પહેલી જ ફિલ્મમાં મૌનીએ અક્ષય સાથે રોમેન્ટિક સીન્સ પણ આપ્યા હતા.
View this post on Instagram
મૌનીએ ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહું થી’ દ્વારા કરી હતી. મૌની ફિલ્મોની સાથે સાથે આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે અને હાલ મૌની મલ્ટી સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે.

માનવામાં આવી રહ્યું છે કે હાલ મૌની દુબઈના બેન્કર સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી છે.મૌની અવાર-નવાર બોયફ્રેન્ડને મળવા માટે દુબઇ પણ જતી જોવા મળે છે. મૌની સોશિયલ સાઈટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની ગ્લેમર તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
તાજેતરમાં જ મૌનીએ પોતાની એક નવી તસવીર ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે, જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે.
View this post on Instagram
શેર કરેલી તસવીરોમાં મૌની રેડ બોડિફિટ ડ્રેસ પહેરીને સોફા પર બેસીને અનેક પોઝ આપતી દેખાઈ રહી છે. આ ડ્રેસ સાથે મૌનીએ હલકો મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા અને તેને વેવી લુક આપ્યો હતો.
View this post on Instagram
મૌનીની આ તસવીર સામે આવતા જ વાયરલ થઇ ગઈ હતી અને ચાહકોએ ખુબ પસંદ પણ કરી છે.મૌનીએ આ તસવીર પર ચાહકોએ કમેન્ટ્સનો વરસાદ કર્યો હતો અને સાથે જ હાર્ટ, ફાયર વાળી ઈમોજી પણ પોસ્ટ કરી હતી.