મનોરંજન

ક્રોપ ટોપમાં મૌની રૉયએ દેખાડી ટોન્ડ બૉડી, કાતિલાના અદાઓથી ચાહકોને બનાવ્યા દીવાના

મૌની તો મૌની છે હો બાકી, જુઓ સુંદરતા એવી કે મન મોહી લે

ટીવી જગતથી બૉલીવુડ સુધી પોતાનું નામ બનાવનારી અભિનેત્રી મૌની રૉય અવાર-નવાર પોતાની ફેશન સ્ટાઇલ અને પોતાના ગ્લેમરસ અંદાજથી દર્શકો વચ્ચે ચર્ચાનું કારણ બનેલી રહે છે. મૌનીએ કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ દ્વારા કરી હતી અને આજે તે બૉલીવુડ અભિનેત્રી પણ બની ચુકી છે.

Image Source

તાજેતરમાં જ મૌનીએ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે પિન્ક ક્રોપ ટોપ અને પ્લાઝો પહેરેલી જોવા મળી હતી. આ ફોટોશૂટ ત્યારનું છે જ્યારે મૌની ફિલ્મફેર ઓટિટિ એવોર્ડ શો માં પહોંચી હતી. શો પછી મૌનીએ આ ફોટોશૂટ કરાવ્યું હતું જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

લાઈટ મેકઅપ, પિન્ક લિપસ્ટિક અને મેસી હેરમાં મૌની ખુબ જ લાજવાબ લાગી રહી હતી. મૌનીએ રેડ કાર્પેટ પર એકથી એક શાનદાર પોઝ આપ્યા હતા.

Image Source

ટીવીની નાગિન તરીકે પણ નામના મેળવનારી મૌનીએ અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગોલ્ડ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જેના પછી તે ફિલ્મ મેડ ઈન ચાઈનામાં પણ જોવા મળી હતી. મૌની કરન જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.

Image Source

મૌની તાજેતરમાં જ લંડન કોન્ફીડેન્શીયલ વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. જેમાં તેના અભિનયની દર્શકોએ ખુબ પ્રશંસા કરી હતી. મૌની વધારે સુંદર દેખાવા માટે પોતાના લિપ્સની સર્જરી પણ કરવી ચુકી છે.

Image Source

મૌની વેકેશનની મજા માણવા માટે પણ અવાર-નવાર દેશ-વિદેશ જાય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પણ તેના વેકેશનની લાજવાબ તસ્વીરો છે. પ્રાપ્ત માહિતીના આધારે મૌની હાલ દુબઈના કોઈ એક બેન્કરને ડેટ કરી રહી છે.