અક્ષય કુમારની હિરોઈને વિદેશમાં દેખાડ્યો હુસ્નનો જાદુ
નાના પડદાનો જાણીતો શો’ નાગિન’ થી લોકપ્રિય થનારી એક્ટ્રેસ મૌની રોય આમ તો બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચુકી છે. મૌની રોય વારંવાર તેના ગ્લેમરસ અવતાર અને સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે. મૌની રોય આજકાલ સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. આજ કારણે તેની તસ્વીર અને વિડીયો ચર્ચાનો વિષય બનતા રહે છે.
View this post on Instagram
હાલ તો મૌની રોય માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે. વેકેશન દરમિયાન મૌની ફેન્સ સાથે જોડાવાનો મોકો નહીં છોડતી. માલદીવમાં રહેવા છતાં મૌની તેના વિડીયો અને તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આ વચ્ચે મૌનીનો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મૌની માછલીઓ સાથે તરતી નજરે આવી રહી છે.
View this post on Instagram
મૌની રોયનો આ વિડીયોમાં તેનો અંદાજ અને સ્ટાઇલ જોઈને ફેન્સ તેની તારીફ કરી રહ્યા છે. આ સિવાય મૌની રોયએ તેની તસ્વીર પણ શેર કરી છે. જેમાં તે મિત્રો સાથે સનબાથ લેતી નજરે ચડે છે.
View this post on Instagram
મૌની રોયે આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, જન્મદિવસના સાથી… ગૌતમ બુદ્ધાએ એક વાર કહ્યું હતું કે, તમે તમારા ખુદમાં રોકાણ કરો, ધ્યાન કરો, ભણો, સ્વસ્થ જમવાનું જમો, પાણી પીવો.જણાવી દઈએ કે, માલદીવ મૌની રોયની ફેવરિટ જગ્યા પૈકી એક છે.
View this post on Instagram
એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો લોકડાઉન પહેલા તેની ફિલ્મ મેડ ઈન ચાઈના રિલીઝ થઇ હતી. આ ફિલ્મને ફેન્સએ ઘણી પસંદ કરી હતી. મૌની જલ્દી જ એક વેબ સીરીઝમાં નજરે આવશે. ‘લંડન કોન્ફીડેન્શીયલ’ નામની આ વેબસીરીઝ ક્રાઇમ અને થ્રિલર પર આધારીત છે. જે જલ્દી જ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જણાવી દઈએ કે, મૌનીએ બોલીવુડમાં એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’ થી ડેબ્યુ કર્યું હતું.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.