પતિ રાજની મોતથી દુઃખી થયેલી મંદિરા બેદીને સાંત્વના આપવા માટે પહોંચી બૉલીવુડ અભિનેત્રીઓ રવીના ટંડન અને મૌની રોય

ગઈકાલે ઈન્ડસ્ટ્રીમાંથી ખુબ જ દુઃખદ સંચાર આવ્યા. અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હૃદયરોગના હુમલાના કારણે 49 વર્ષની વયે નિધન થઇ ગયું. તેઓ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા. પતિના નિધનથી મંદિરા બેદીના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. ઘણા બધા સેલેબ્રિટીઓ પણ મંદિરાને સાંત્વના આપવા માટે આવી રહ્યા છે.

ગઈકાલે રાજ કૌશલના અંતિમ સંસ્કારની પણ ઘણી તસવીરો સામે આવી હતી, જેમાં મંદિરનાનું દુઃખ જોઈ શકાતું હતું. આ ભાવુક કરી દેનારી તસ્વીરોમાં સેલેબ્સ મંદિરાને સાંત્વના આપતા પણ જોવા મળી રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે મંદિરાના દુઃખને હળવું કરવા માટે બૉલીવુડ અભિનેત્રીઓ રવીના ટંડન અને મૌની રોય પણ આવી પહોંચી છે.

રવીના અને મૌની રોયને મંદિરાના ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. રવીનાના ચહેરા ઉપર પણ રાજના જવાનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું થયુ. તે મંદિરાને મળીને તેને સાંત્વના આપવા માટે તેના ઘરે પહોંચી હતી.

આ દરમિયાન રવીનાએ બુલ ડેનિમ ટી શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું. આ ઉપરાંત રવીના ટંડને માસ્ક પણ કેરી કર્યું હતું.

થોડીવાર સુધી મંદિરા પાસે બેસીને અને રાજ કૌશલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રવીના પરત ફરી ગઈ હતી. રવીના ખુબ જ દુઃખી અને શાંત દેખાઈ રહી હતી.

તો આ ઉપરાંત બૉલીવુડ અભિનેત્રી મૌની રોય પણ મંદિરાને મળી તેનું દુઃખ વહેંચવા માટે તેના ઘર “રામ” પર સ્પોટ કરવામાં આવી હતી.

મૌની રોયે આ દરમિયાન સફેદ સલવાર સૂટ પહેર્યો હતો અને મોઢાને તેને બ્લેક માસ્કથી કવર કર્યું હતું. મૌની પણ અહીંયા ખુબ જ ઉદાસ દેખાઈ રહી હતી.

મૌની પણ થોડા સમય સુધી મંદિરાને સાંત્વના આપી અને ત્યાંથી નીકળી ગઈ. સવારે રાજ કૌશલના અંતિમ સંસ્કારમાં મંદિરાના રડી રડી અને હાલ ખરાબ થઇ ગયા હતા. તેને પોતાના પતિને કાંધો આપ્યો અને અંતિમ સંસ્કાર પણ પોતે જ કર્યા.

Niraj Patel