લાલ લહેંગામાં જોવા મળી દુલ્હન મૌની રોય, દુલ્હે રાજા સૂરજ નાંબિયારે માંગમાં ભર્યુ સિંદૂર

મૌની રોય તેના લગ્નમાં લાલ લહેંગામાં સુંદર લાગી રહી હતી. મૌનીના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. મૌની રોયે તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. મૌની અને સૂરજના લગ્નની વિધિ બે રીતે થઈ હતી. આ લગ્ન ગોવામાં પહેલા મલયાલી રીતિથી થયા હતા, બાદમાં બંનેએ બંગાળી રીતિ-રિવાજથી પણ લગ્ન કર્યા હતા.જ્યારે મૌનીએ દિવસ દરમિયાન મલયાલી રીતિથી લગ્ન કર્યા હતા, તો રાત્રે બંગાળી વિધિથી લગ્ન કર્યા હતા. મૌની રોયની એક તસવીરમાં મૌની રોયની બેસ્ટ ફ્રેન્ડ મંદિરા બેદી કાનમાં કંઈક કહેતી જોવા મળે છે.

મૌની અને સૂરજની ઘણી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. મૌનીના મિત્રોએ તેના લગ્નની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.આમના શરીફે મૌની સાથેની લગ્નની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.આ તસવીરોમાં મૌની રોય ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. મૌની રોયે 27 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા.

રસપ્રદ વાત એ છે કે અભિનેત્રીએ સવારે સાઉથ કલ્ચર પ્રમાણે લગ્ન કર્યા, પછી બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે સાંજે સાત ફેરા લીધા. અભિનેત્રીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મૌની રોયના લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નજીકના મિત્રો પણ હાજર હતા, જેમાં મીટ બ્રધર્સના મનમીત સિંહનો પણ સમાવેશ થાય છે. મૌની રોય મનમીત સિંહને તેનો મોટો ભાઈ માને છે. તેણે અભિનેત્રીના લગ્નમાં મોટા ભાઈ પ્રમાણે લગ્નની બધી વિધિઓ કરી હતી.

મનમીત સિંહે આજતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મૌની રોયે દક્ષિણ ભારતીય સંસ્કૃતિ અનુસાર સવારે લગ્ન કર્યા હતા, જેમાં દુલ્હન સાથે સાથે બધી છોકરીઓએ સાડી પહેરી હતી, જ્યારે છોકરાઓએ કુર્તા અને ધોતી પહેર્યા હતા. મૌની અને સૂરજ પોતપોતાની સંસ્કૃતિ વિશે લાગણીશીલ છે.

તેથી, એકબીજાની લાગણીઓને માન આપીને, તેઓએ પહેલા દક્ષિણ શૈલીમાં લગ્ન કર્યા, પછી બંગાળી સંસ્કૃતિ અનુસાર સાંજે સાત ફેરા લીધા. મનમીત સિંહે કહ્યું કે અભિનેત્રીએ થોડા મહિના પહેલા જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ માને છે કે સૂરજ એક સમજદાર, સરળ વ્યક્તિ છે.

મૌનીના લગ્નનો રેડ લહેંગે ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કર્યો છે. તેણે આ લહેંગા સાથે બે દુપટ્ટા કેરી કર્યા હતા. આ દુપટ્ટામાં આયુષ્મતિ ભવની ડિઝાઇન છે, પરંપરાગત જ્વેલરીમાં મૌનીએ અનમોલ જ્વેલર્સમાંથી ઘરેણાં પસંદ કર્યા. આ અનકટ ડાયમંડ અને એમરાલ્ડ જ્વેલરી ગ્રીન અને ગોલ્ડન શેડ્સમાં ઉપલબ્ધ છે. તેના ઘરેણાંમાં હેવી હેડબેન્ડ સૌનું ધ્યાન ખેંચી રહ્યું હતું. મૌનીએ તેની કુંદનની બંગડીઓમાં સફેદ કડાનો પણ સમાવેશ કર્યો હતો.

પતિ સૂરજે બંગાળી લગ્નમાં બીજ શેરવાની પહેરી હતી. સૂરજ અને મૌનીએ તેમના માથા પર બંગાળી તાજ પહેર્યો ન હતો પરંતુ તેઓ સાથે સુંદર દેખાતા હતા. મૌનીને તેના ભાઈ મુખર રોય અને મિત્ર રાહુલ શેટ્ટી, પ્રતીક અને મીટ બ્રધર્સ લાકડાના પાટિયા પર લગ્નના મંડપમાં લાવ્યા હતા.

એક યોગ્ય બંગાળી કન્યાની જેમ, મૌની તેના હાથમાં સોપારીના પાનથી ચહેરો ઢાંકતી પેવેલિયનમાં પહોંચી. તેના દિવસના મલયાલી લગ્નમાં, મૌનીએ સફેદ સાડી પહેરી હતી જેમાં સુંદર લાલ બોર્ડર હતી. મૌની રોયનો આ વેડિંગ લૂક લાંબી વેણી અને હેવી જ્વેલરી સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો. પોતાના લગ્નના ખુશખબર બધાની સાથે શેર કરતા મૌનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અને સૂરજનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે ‘આખરે હું તમને મળી ગઇ.

Shah Jina