લગ્ન થઇ ગયા તો પણ ટીવીની બોલ્ડ એક્ટ્રેસે ક્રોપ ટોપ પહેરી આપ્યા એવા પોઝ કે યુઝર્સ બોલ્યા- ગરમી ચડાવી દીધી, અમને બેકાબુ ન કરો

અભિનેત્રી મૌની રોય બી-ટાઉનની સૌથી શ્રેષ્ઠ ફેશનિસ્ટામાંની એક છે. તે તેના સ્ટાઇલ સ્ટેટમેંટથી બધાને ચોંકાવવાનો કોઇ મોકો છોડતી નથી. મૌનીએ વારંવાર એ સાબિત કર્યુ છે કે તે કોઇ પણ લુકમાં ચાર ચાંદ લગાવી શકે છે. તે પછી કોઇ એથનિક લુક હોય કે વેસ્ટર્ન. અભિનેત્રી જે પણ પહેરે છે, તેમાં તે ખૂબસુરત અને હોટ લાગે છે. મૌની રોયની અદાકારીનો જાદુ તો દુનિયાભરના લોકો પર ઘણો ચાલ્યો છે.

મૌની જ્યારે પણ પડદા પર આવે છે, તો તેના પરથી નજર હટાવવી મુશ્કેલ થઇ જાય છે. જેનું એક ખાસ કારણ છે તેની ખૂબસુરત અદાઓ. મૌની બધા અંદાજમાં પોતાને સારી રીતે ઢાળી દે છે. તે કોઇ પણ લુકમાં એટલી ખૂબસુરત લાગે છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. મૌની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ નવી નવી તસવીરો પોસ્ટ કરી ચાહકોના દિલ ધડકાવતી રહે છે.

હાલમાં જ અભિનેત્રીએ આઉટડોર ફોટોશૂટની કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી છે, જેને જોઇ ચાહકો પાણી પાણી થઇ ગયા છે. આ તસવીરોમાં મૌની ગજબની સુંદર લાગી રહી છે. ટીવીની નાગિને તેના ફોટોશૂટની અદભૂત ઝલક તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. એક ક્લીવે-બેરિંગ ક્રોપ ટોપ અને બ્લેક ગોગલ્સ સાથે ક્લાસિક બ્લુ જીન્સ મૌનીની સુદરતામાં વધારો કરી રહ્યા છે.

આ ફોટોશૂટમાં મૌની તેની કર્વ બોડી પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મૌનીએ મિનિમલ મેકઅપ સાથે તેનો લુક કંપલીટ કર્યો છે. મૌની હાથમાં રિફ્લેક્ટર પકડીને ફોટોશૂટ માટે પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતા કેપ્શનમાં મૌનીએ લખ્યું, ‘@bharat_rawail, એક કેમેરા અને બે મિનિટ; અહીં જુઓ, ત્યાં જુઓ, ક્લિક કરો!!’ આ તસવીરો જોઈને લાગી રહ્યુ હતુ કે મૌનીએ આ ફોટોશૂટ ટેરેસ પર કરાવ્યું છે.

તસવીરો પોસ્ટ થયા પછી તરત જ મૌનીના ચાહકોએ તેના પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધુ હતુ. એકે લખ્યું, ‘શું લુક છે’ બીજાએ લખ્યુ, ‘વાહ.’ ત્રીજાએ લખ્યું, ‘_Awsmm.’ જો કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીએ તેના અદભૂત દેખાવથી બધાને દંગ કરી દીધા હોય. બે દિવસ પહેલા પણ તેણે તેની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે ચમકદાર સિક્વિન ગાઉનમાં જોવા મળી હતી. તેણે ડીઆઈડી લિટલ માસ્ટર્સના ફિનાલે માટે આ આઉટફિટ પહેર્યો હતો.

બાળકોના રિયાલિટી શોમાં મૌની પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝા અને અભિનેત્રી સોનાલી બેન્દ્રે સાથે શોને જજ કરતી જોવ મળી હતી. મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળવાની છે. આ ફિલ્મ આ વર્ષે જ રીલિઝ થવાની છે.

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે. મૌની આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે ‘માયા જાલા’માં પણ જોવા મળવાની છે.

Shah Jina