ઓફ શોલ્ડર ડ્રેસમાં મૌની રોયે વરસાવ્યો કહેર, જુઓ ટીવીની નાગિનનો હોટ અંદાજ

ટીવી શોમાં માતા પાર્વતીનો રોલ નિભાવેલી આ અભિનેત્રીએ ફેન્સને શરમથી ડુબાડી દીધા, જુઓ કેવી કેવી તસવીરો મૂકી દીધી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમના ગ્લેમરસ લુક માટે સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે. ઘરથી નીકળતા જ સ્ટાર્સના લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે. એવામાં સ્ટાર્સ પણ એ વાતનુ ધ્યાન રાખે છે કે તે ચાહકોને એકથી એક નવા લુક બતાવે. ખૂબસુરતી અને અભિનયના દમ પર ટીવીથી બોલિવુડથી પોતાની ઓળખ બનાવનાર પોપ્યુલર અભિનેત્રી મૌની રોય ડાંસ અને અભિનય સાથે સાથે ફેશન મામલે પણ છવાયેલી રહે છે.

ટીવીની નાગિન તરીકે પોપ્યુલર થયેલી અને બોલિવુડમાં પણ તેના જલવા દેખાડી ચૂકેલી મૌની રોય એ હસીનાઓમાંની એક છે જે ખૂબસુરત અને બોલ્ડ હોવાની સાથે સાથે સ્ટાઇલિશ પણ છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

મૌનીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી હોય છે. તેની ફેન ફોલોઇંગ પણ સોશિયલ મીડિયા પર ઘણી સારી છે અને તેનું જ કારણ છે કે તેની કોઇ પણ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવામાં વાર નથી લાગતી. મૌની રોયે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

મૌની રોય આ તસવીરોમાં ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. તેણે યલો ઓફ શોલ્ડર અને થાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. આ આઉટફિટ પર ફ્લોવરી પેટર્ન છે અને તેણે આ લુકમાં ઇનડોર શુટ કરાવ્યુ છે. મૌની રોયે આ દરમિયાન કોઇ ખાસ મેકઅપ કર્યો નથી. આ તસીવરોમાં તે ઇંટેંસ લુક આપતી જોવા મળી રહી છે.

મૌની રોયે આ દરમિયાન વાળને ખુલ્લા રાખ્યા છે. તેણે આંખોમાં હળવી કાજલ લગાવી છે. તેણે તસવીરો શેર કરતા ખૂબસુરત કેપ્શન પણ લખ્યુ છે. તેણે લખ્યુ, રાત્રે 8 વાગ્યે મને નાસ્તો કરવા માટે જોરદાર ભૂખ લાગે છે. મને થિયેટર પસંદ છે આ માટે હું કયારેય લેટ નથી થતૂ. હું મોડી રાત સુધી જાગીને પુસ્તક વાચુ છુ.

આગળની વાતને મૌનીએ અધૂરી જ છોડી છે. તેણે ચાહકોને આ કેપ્શનને પૂરુ કરવા માટે કહ્યુ છે. મૌની રોયે આ કેપ્શન સાથે એક દિલ અને પેન વાળુ ઇમોજી પણ બનાવ્યુ છે. લગભગ 3 જ કલાકમાં આ તસવીરો પર 3 લાખથી વધારે લાઇક્સ આવી ગઇ હતી. તમને જણાવી દઇએ કે, મૌની રોય ટીવી શો સાથે સાથે ફિલ્મમાં પણ નજર આવી ચૂકી છે.

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ “ગોલ્ડ”માં મૌની રોયે લીડ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મ સારી ચાલી હતી અને મૌનીના પાત્રને પણ ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ. મૌની રોય “નાગિન” ધારાવાહિકથી અભિનય અને ખૂબસુરતીને લઇને ચર્ચામાં આવી હતી. હવે તો તે ફિલ્મોમાં એન્ટ્રી લઇ ચૂકી છે. પરંતુ ફિલ્મોથી વધારે તો તેની સ્ટાઇલની પ્રશંસા વધારે થતી હોય છે. મૌનીની અદાઓના લાખો લોકો દીવાના છે. તેની એક ઝલક મેળવવા માટે તો ચાહકો બેતાબ રહે છે.

મૌનીને ઇન્સ્ટાગ્રામ પર 17.9 મિલિયન લોકો ફોલો કરે છે. આ જ કારણ છે કે તેની કોઇ પણ તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે. તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ મૌનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ડ્રેસમાં તસવીર શેર કરી હતી જે ખૂબ વાયરલ થઇ હતી અને હાલમાં જ તેની એક બીજી તસવીરો જે વાયરલ થઇ રહી છે. તેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ જોવા મળી રહી છે.

મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે “દેવો કે દેવ મહાદેવ” અને “નાગિન” જેવા શોથી ઘરમાં ઘરમાં તેની ઓળખ બનાવી છે. તેણે વર્ષ 2018માં ફિલ્મ “ગોલ્ડ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તેણે “રોમિયો અકબર વોલ્ટર” અને “મેડ ઇન ચાઇના”માં કામ કર્યુ છે.

મૌની રોયની અપકમિંગ ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અન આલિયા ભટ્ટ પણ જોવા મળશે. મૌની રોયે ઘણા ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવી લીધી છે. મૌની તેનાા બોલ્ડ અંદાજ માટે પણ જાણિતી છે. મૌની ઘણીવાર બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Shah Jina