Actress Mouni Roy In Floral Dress : ટીવીની દુનિયાથી લઇને બોલિવૂડ સુધીની સફર કરનારી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ પોતાના આઉટફિટ્સથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. ત્યારે તાજેતરમાં જ અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. તેના ફોટાએ ઈન્ટરનેટ પર તાપમાન પણ વધારી દીધુ દીધું છે.
આ તસવીરોમાં મૌની રોયે બ્રાલેટ અને મિની સ્કર્ટ પહેર્યુ છે અને આ સાથે તેણે શ્રગ પણ કેરી કર્યુ છે. આ તસવીરો જોઇ કોઇ પણ મૌનીની બોલ્ડનેસનો સારી રીતે અંદાજ લગાવી શકે છે. મૌનીએ આઉટફિટને ખૂબ જ સુંદર રીતે કેરી કર્યો છે. તસવીરોમાં અભિનેત્રી તબાહી મચાવતી જોવા મળી રહી છે.
તે ફ્લોરલ ડ્રેસમાં તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેના આ લુકને જોઈને ફેન્સ ફિદા થઇ ગયા છે. મૌની તેની કાતિલાના અદાઓથી ચાહકોના દિલને ધડકાવી રહી છે. મૌનીનો આ બોલ્ડ લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે. જણાવી દઇએ કે, મૌની રોયે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
ટીવીની સાથે તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરીને ઘણી લોકપ્રિયતા મેળવી છે. અભિનેત્રીના ચાહકોની લાંબી યાદી છે. અભિનેત્રીને 27 મિલિયનથી પણ વધારે લોકો ફોલો કરે છે અને તેની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ડાન્સ રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં જોવા મળે છે. તે છેલ્લે 2018માં નાગિન 3માં જોવા મળી હતી.
આ સિવાય અભિનેત્રી વર્ષ 2022ની સૌથી સફળ ફિલ્મ બ્રહ્માસ્ત્રનો ભાગ હતી અને તેમાં તેનો રોલ ખાસ હતો. બોલિવૂડ હોય કે ક્રિકેટ… તમે એવી ઘણી સેલિબ્રિટીઓ જોઈ હશે, જેઓ તેમના મુખ્ય વ્યવસાય સિવાય કોઈને કોઈ વ્યવસાય કરે છે. તેઓ આમાંથી ઘણી કમાણી પણ કરે છે. હવે આ એપિસોડમાં મૌની રોયનું નામ પણ જોડાઈ ગયું છે,
જેણે એક્ટિંગ અને મોડલિંગની સાથે બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે. મૌની રોય પહેલેથી જ એક્ટિંગ અને મૉડલિંગમાં વ્યસ્ત છે અને ઘણા પૈસા કમાઈ રહી છે. ત્યારે હવે તેણે પોતાના કામનો વ્યાપ પણ વધાર્યો છે. તાજેતરમાં જ મુંબઈમાં મૌની રોયની રેસ્ટોરન્ટ શરૂ થઈ છે, જેનું નામ બદમાશ છે.
બદમાશ રેસ્ટોરન્ટના લોન્ચિંગ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મૌની રોય ઉપરાંત દિશા પટનીથી લઈને જુબિન નૌટિયાલ સુધીના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ સિવાય મૌની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે અને તેનાથી પણ સારી એવી કમાણી કરે છે.