મંદિરા બેદીના પ્રિય પતિનું દુઃખ ભુલાવવા આ અભિનેત્રી કરી રહી છે મદદ, જુઓ બંને….

વિધવા થઇ ગયેલી મંદિરા બેદી અચાનક કેમ થઇ ગઈ ખુશખુશાલ- જુઓ PHOTOS

અભિનેત્રી અને હોસ્ટ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન હાર્ટ અટેકના લીધે થયું હતું. અત્યારે મંદિરા ધીરે ધીરે પતિના દુઃખમાંથી બહાર આવી રહી છે અને તેમાં તેની ખાસ મિત્ર મૌની રોય તેની મદદ કરી રહી છે. મૌની આ દિવસોમાં ઘણી વાર મંદિરાના ઘરે જતી હોય છે જેના લીધે મંદિરા તે દુઃખમાંથી બહાર આવી શકે.

થોડા સમય પહેલા જ મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર મંદિરા સાથેની તસવીર શેર કરી હતી જેમાં મંદિરા ઘણા દિવસો પછી હસતી નજર આવી રહી છે. મૌનીએ તસવીર શેર કરતા લખ્યું હતું- માય બેબી સ્ટ્રોન્ગેસ્ટ. મૌનીએ જે તસવીર શેર કરી હતી તેમાં બંને એક-બીજાને પકડેલા નજર આવી રહ્યા છે અને ખુબ જ હસતા દેખાઈ રહ્યા છે. મૌનીએ શેર કરેલી તસવીર પર બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટી અને તેમના ચાહકો પણ ખુબ જ કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે મંદિરા બેદીની રાજ કૌશલ સાથે મુલાકાત 1996માં મુકુલ આનંદના ઘરે પહેલી વાર થઇ હતી તેની પહેલા મંદિરા ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી ફિલ્મમાં કામ કરેલું છે. મંદિરા ત્યાં એક ઓડિશન આપવા ગઈ હતી અને રાજ, મુકુલ આનંદના આસિસ્ટન્ટના રૂપે ત્યાં કામ કરી રહ્યા હતા.

રાજ કૌશલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જયારે મેં પહેલી વાર મંદિરાને જોઈ હતી ત્યારે તે લાલ અને સફેદ રંગની ધારીદાર ટી-શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલું હતું જેમાં મંદિરા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. જોકે મેં પહેલા મંદિરને આની પહેલા ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં જોઈ હતી પરંતુ ત્યારે મેં તેની પર ધ્યાન આપ્યું હતું નહિ. પરંતુ ત્યારબાદ હું તેને પસંદ કરવા લાગ્યો હતો.

જણાવી દઈએ કે મંદિરા બેદીએ 14 ફેબ્રુઆરી,1999માં ફિલ્મમેકર રાજ કૌશલ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના 12 વર્ષ પછી મંદિરા 2011માં પહેલી વાર માતા બની હતી. મંદિરાએ 19 જૂન, 2011માં એક છોકરાને જન્મ આપ્યો હતો. છોકરો થયાના 9 વર્ષ પછી મંદિરાએ ફરી વાર માતા બનવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ મંદિરાએ એક છોકરીને દત્તક લીધી હતી. બંનેએ 4 વર્ષની એક છોકરીને દત્તક લીધી હતી અને સોશ્યિલ મીડિયા દ્વારા ચાહકોને તે વાતની જાણ કરી હતી.

Patel Meet