ટીવીની સેલિબ્રિટી મુંબઈના રસ્તા પર કજરારે નૈન, શોર્ટ ડ્રેસ, હાઈ હીલ્સમાં દેખાઈ, જોતા જ પ્રેમ થઇ જશે એવી સુંદરતા ભરી છે

ટીવીથી લઈને બોલિવૂડ સુધી તેના અભિનયથી જલવો વિખેરવાવાળી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર આ દિવસોમાં છવાયેલી છે. મૌની રોય બી-ટાઉનની ફેમસ અભિનેત્રીમાંથી એક છે. મૌનીનો અભિનય દમદાર તો છે જ સાથે જ તેનો ડ્રેસિંગ સેન્સ પણ ખુબ જ જોરદાર હોય છે જે લોકોને ખુબ પસંદ પણ આવતો હોય છે.

સાડી સૂટથી લઈને વેસ્ટર્ન લુક સુધી મૌની રોય દરેક આઉટફિટમાં કહેર વરસાવતી હોય છે. અભિનેત્રી જયારે પણ બહાર નીકળતી હોય છે તો તે તેની સુંદરતાથી લોકોને તેના દીવાના બનાવી દેતી હોય છે. મૌનીની ફેન ફોલોઇંગ પણ ખુબ જ જોરદાર છે. આજ કારણ છે કે તેની તસવીરો સામે આવતા જ તરત વાયરલ થઇ જતી હોય છે.

થોડા દિવસ પહેલા મૌનીને મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર મીડિયા દ્વારા સ્પોટ કરવામાં આવી હતી જ્યાં તેનો તેનો ખુબ જ હોટ અંદાજ જોવા મળ્યો હતો. લુકની વાત કરીએ તો મૌની બ્લુ કલરનું ડીપ નેક વાળો ચમકદાર ડ્રેસ પહેર્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરમાં મૌની રોયનો બોલ્ડ અંદાજ દરેક લોકોનું ધ્યાન ખેંચી રહ્યું હતું.

મૌનીનો આ બોડીકૉન ડ્રેસમાં બોટમ ફર વાળો હતો જેમાં તે તેની કર્વી ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી હતી જેની પર ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો હતો. આ દરમ્યાન મૌનીએ તેના વાળને સ્ટ્રેટ લુક આપ્યો હતો સાથે જ સ્મોકી મેકઅપ, કજરારે આખો, મસ્કરા, આઇલાઇનર અને પિંક લિપસ્ટિકની સાથે પેપરાજીને એકથી એક જોરદાર પોઝ આપ્યા હતા. મૌની રોયે તેના આ લુકને એક શોલ્ડર બેગ અને હાઈ હિલ્સની સાથે કમ્પ્લીટ કર્યો હતો.

કામની વાત કરીએ તો મૌની રોય જલ્દી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નજર આવશે જે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત અને કરણ જોહર દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ 09-સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થશે. તેના સિવાય મૌની આ દિવસોમાં ડાન્સ રિયાલિટી શો ‘DID લિટલ માસ્ટર’ને જજ કરી રહી છે. મૌની રોયે ટીવીની દુનિયામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી તેના સિવાય મૌની રોયે ઘણા મ્યુઝિક વીડિયો, આઈટમ ગીત અને ફિલ્મોમાં કામ કર્યું છે.

Patel Meet