ટ્રાફિક પોલીસ દ્વારા આ કેવી કાર્યવાહી ? બાઈકની સાથે યુવકને પણ ઉઠાવી લીધો, પછી જુઓ શું થયું ?

નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક બાઈકને ક્રેને યુવક સહિત ઉઠાવી લીધો, ફિલ્મોમાં પણ આવા દ્રશ્યો જોવા નહિ મળે- જુઓ વીડિયો

દેશભરમાં તર્ફિકના નિયમોને લઈને ટ્રાફિક પોલીસ કડક બનતી જોવા મળી રહી છે, ટ્રાફિકના નિયમો ભંગ કરવાવાળા પાસે ભારે દંડ પણ લેવામાં આવે છે, અને ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનોને જપ્ત પણ કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન એક એવી તસ્વીર સામે આવી છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસવીરની અંદર જોઈ શકાય છે નો પાર્કિંગમાં પાર્ક કરેલી બાઇકને ટ્રાફિક પોલીસ ઉઠાવવા માટે આવે છે તો ક્રેનમાં યુવક સાથે જ બાઇકને ઉઠાવવામાં આવે છે અને યુવકને પણ ઉઠાવી લેવામાં આવે છે. આ તસવીર વાયરલ થવાની સાથે જ હવે ટ્રાફિક પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે.

આ ઘટના મહારાષ્ટ્રના પુણે શહેરની છે. જ્યાં ટ્રાફિક પોલીસકર્મી ક્રેન દ્વારા બાઈક સાથે બાઈક સવારને પણ  ઉઠાવીને લઇ ગયા. આ ઘટના ગુરુવારે સાંજે 5 વાગ્યાની આસપાસ પુણેના નાના પેઠ વિસ્તારમાં બની હતી. શુક્રવારના રોજ આ ઘટનાની તસ્વીર વાયરલ થયા બાદ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું હતું અને આ મામલાની તપાસ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

તસવીર વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસનું કહેવું છે કે બાઈક નો-પાર્કિંગમાં ઉભી હતી. જયારે બાઇકને ઉઠાવવામાં આવી ત્યારે બાઈક સવાર જબરદસ્તી બાઈક ઉપર બેસી ગયો. ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ ઘટનાની તસવીરો વાયરલ થયા બાદ લોકોનો ગુસ્સો પણ ટ્રાફિક પોલીસ કર્મીઓ ઉપર ફૂટી રહ્યો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે બાઈક સવાર વ્યક્તિ વારંવાર કહી રહ્યો હતો કે સાહેબ મારી બાઈક નો પાર્કિંગ ઝોનમાં નથી ઉભી. હું બે મિનિટ માટે રોડના કિનારે ઉભો હતો. મેં મારી બાઈક પાર્ક નહોતી કરી. હું અહિયાંથી નીકળી રહ્યો છું. મહેરબાની કરીને મારા વિરુદ્ધ કોઈ એક્શન ના લેશો. તે છતાં પણ ટ્રાફિક પોલીસકર્મીઓએ આ વ્યક્તિનું એક ના સાંભળ્યું અને બાઇકને ચાલક સાથે જ ક્રેનથી ઉઠાવી લીધી.

Niraj Patel