હવે જો બાળકોને પણ બાઈક ઉપર સાથે બેસાડ્યા તો ભરવો પડી શકે છે આટલા રૂપિયાનો દંડ, જાણો સમગ્ર માહિતી

ભારતમાં મોટર વ્હિકલ એક્ટને લઈને અવાર નવાર કાયદાઓમાં ફેર બદલ કરવામાં આવે છે. ત્યારે હાલમાં બધું જ જયારે ઓનલાઇન થયું છે ત્યારે પોલીસ પણ ઓનલાઇન ચલણ કાપી રહી છે. આજના સમયમાં એ જરૂરી નથી કે તમને ટ્રાફિક પોલીસ દ્વારા રોકીને જ ચલણ આપવામાં આવે, જો તમે નિયમ તોડ્યો છે તો ઓનલાઇન તમારા ઘરે પણ ચલણ પહોંચી શકે છે.

Image Source

ત્યારે હાલમાં સરકાર દ્વારા મોટર વ્હિકલના કાયદામાં એક ઉમેરો કરવામાં આવ્યો છે, જો તમે તમારી બાઈક ઉપર બાળકને બેસાડો છો તો આ નિયમ તમારે પણ જાણવા જેવો છે. નવા મોટર વ્હિકલ એક્ટ હેઠળ ચાર વર્ષથી ઉપરનું બાળક પણ હવે ત્રણ સવારીમાં ગણવામાં આવશે.

Image Source

જો તમે બે લોકો બાઈક ઉપર જઈ રહ્યા છો અને તમારી પાસે કોઈ બાળક ચાર વર્ષની ઉપરનું છે તો તમારું ચલણ હવે કપાઈ શકે છે. આ ઉપરાંત જો કોઈ એકલો વ્યક્તિ ચાર વર્ષથી ઉપરના બાળકને બેસાડીને લઇ જઈ રહ્યું છે તો તેને હેલ્મેટ પહેરાવવું જરૂરી છે. આમ ના કરવા ઉપર સેક્શન 194Aના હિસાબથી 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

Image Source

હવે તમે પણ જયારે બાઈક કે સ્કૂટર ઉપર બે લોકો સાથે જઈ રહ્યા હોય ત્યારે પણ તમારી સાથે ચાર વર્ષની ઉપરના બાળકને સાથે ના લેવા નહિ તો તમારે પણ 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

Image Source

મોટાભાગે આપણે જયારે ચાલુ વાહન ઉપર ફોન આવે છે ત્યારે આપણે રોડની સાઈડમાં ઉભા રહીને વાત કરીએ છીએ, પરંતુ હવે જો તમે વાત કરવા માટે સાઇલેન્ટ ઝોનમાં ઉભા રહ્યા અને ફોન ઉપર વાત કરો છો તો 1000 રૂપિયા દંડ ચૂકવવો પડશે, આ ઉપરાંત સાઇલેન્ટ ઝોનમાં હોર્ન વગાડવા ઉપર પણ 1 હજાર રૂપિયા દંડ ભરવો પડી શકે છે.

Image Source

તમને જણાવી દઈએ કે સતત થઇ રહેલી રોડ દુર્ઘટનાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમ 2020 બનાવવામાં આવ્યા છે. જો તમે પણ નીચે જેવા નિયમો તોડો છો તો તમને પણ દંડ ભરવો પડી શકે છે.

  • રેડ લાઈટ તોડવા ઉપર-500 રૂપિયા
  • લાયસન્સ વગર ગાડી ચલાવવા ઉપર- 5000 રૂપિયા
  • ઓવર સ્પીડ- 1000 રૂપિયા
  • રોડ ઉપર સ્ટન્ટબાજી કરવી- 5000 રૂપિયા
  • રેસિંગ કરવી- 5000 રૂપિયા
  • હેલ્મેટ ના પહેરવા ઉપર: 1000 રૂપિયા અને ત્રણ મહિના લાયસન્સ રદ્દ
  • ઇન્શ્યોરન્સ વગર ગાડી ચલાવવા ઉપર – 2000 રૂપિયા
Niraj Patel