ભારતમાં મોટર વ્હિકલ એક્ટને લઈને અવાર નવાર કાયદાઓમાં ફેર બદલ કરવામાં આવે છે. ત્યારે હાલમાં બધું જ જયારે ઓનલાઇન થયું છે ત્યારે પોલીસ પણ ઓનલાઇન ચલણ કાપી રહી છે. આજના સમયમાં એ જરૂરી નથી કે તમને ટ્રાફિક પોલીસ દ્વારા રોકીને જ ચલણ આપવામાં આવે, જો તમે નિયમ તોડ્યો છે તો ઓનલાઇન તમારા ઘરે પણ ચલણ પહોંચી શકે છે.
ત્યારે હાલમાં સરકાર દ્વારા મોટર વ્હિકલના કાયદામાં એક ઉમેરો કરવામાં આવ્યો છે, જો તમે તમારી બાઈક ઉપર બાળકને બેસાડો છો તો આ નિયમ તમારે પણ જાણવા જેવો છે. નવા મોટર વ્હિકલ એક્ટ હેઠળ ચાર વર્ષથી ઉપરનું બાળક પણ હવે ત્રણ સવારીમાં ગણવામાં આવશે.
જો તમે બે લોકો બાઈક ઉપર જઈ રહ્યા છો અને તમારી પાસે કોઈ બાળક ચાર વર્ષની ઉપરનું છે તો તમારું ચલણ હવે કપાઈ શકે છે. આ ઉપરાંત જો કોઈ એકલો વ્યક્તિ ચાર વર્ષથી ઉપરના બાળકને બેસાડીને લઇ જઈ રહ્યું છે તો તેને હેલ્મેટ પહેરાવવું જરૂરી છે. આમ ના કરવા ઉપર સેક્શન 194Aના હિસાબથી 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
હવે તમે પણ જયારે બાઈક કે સ્કૂટર ઉપર બે લોકો સાથે જઈ રહ્યા હોય ત્યારે પણ તમારી સાથે ચાર વર્ષની ઉપરના બાળકને સાથે ના લેવા નહિ તો તમારે પણ 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
મોટાભાગે આપણે જયારે ચાલુ વાહન ઉપર ફોન આવે છે ત્યારે આપણે રોડની સાઈડમાં ઉભા રહીને વાત કરીએ છીએ, પરંતુ હવે જો તમે વાત કરવા માટે સાઇલેન્ટ ઝોનમાં ઉભા રહ્યા અને ફોન ઉપર વાત કરો છો તો 1000 રૂપિયા દંડ ચૂકવવો પડશે, આ ઉપરાંત સાઇલેન્ટ ઝોનમાં હોર્ન વગાડવા ઉપર પણ 1 હજાર રૂપિયા દંડ ભરવો પડી શકે છે.
તમને જણાવી દઈએ કે સતત થઇ રહેલી રોડ દુર્ઘટનાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમ 2020 બનાવવામાં આવ્યા છે. જો તમે પણ નીચે જેવા નિયમો તોડો છો તો તમને પણ દંડ ભરવો પડી શકે છે.
- રેડ લાઈટ તોડવા ઉપર-500 રૂપિયા
- લાયસન્સ વગર ગાડી ચલાવવા ઉપર- 5000 રૂપિયા
- ઓવર સ્પીડ- 1000 રૂપિયા
- રોડ ઉપર સ્ટન્ટબાજી કરવી- 5000 રૂપિયા
- રેસિંગ કરવી- 5000 રૂપિયા
- હેલ્મેટ ના પહેરવા ઉપર: 1000 રૂપિયા અને ત્રણ મહિના લાયસન્સ રદ્દ
- ઇન્શ્યોરન્સ વગર ગાડી ચલાવવા ઉપર – 2000 રૂપિયા