નવા મોટર વાહન અધિનિયમ અંતર્ગત, માત્ર સામાન્ય માણસોએ જ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ભરવો પડશે, એવું નથી, પરંતુ ખરાબ રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરોને પણ દંડ ભરવો પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી કહ્યું છે કે ખરાબ રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાક્ટરોને પણ દંડ ફટકારવામાં આવશે.
ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે નવા મોટર વાહન અધિનિયમ 2019 અંતર્ગત માત્ર સામાન્ય લોકો માટે જ દંડની રકમ વધારવામાં આવી નથી, પરંતુ રસ્તાના કોન્ટ્રાક્ટરો દ્વારા ખરાબ રસ્તાના નિર્માણ પર પણ દંડની રકમ વધારવામાં આવી છે. મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) એક્ટ 2019 હેઠળ, માર્ગ કોન્ટ્રાક્ટરોની બેદરકારી, રોડની ફોલ્ટી ડિઝાઇન, નીચલા સ્તરનું બાંધકામ અને જાળવણીમાં બેદરકારી કરવા પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
खराब सड़क बनाने पर ठेकेदारों पर भी हो सकता है जुर्माना। #TrafficFines #MotorVehicleAct pic.twitter.com/AfjT38sMwf
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 27, 2019
આ એક્ટ હેઠળ વાહન ઉત્પાદકો, કમ્પોનન્ટ નિર્માતા, ડીલરો, વાહન એલ્ટરેશન ડીલરો, એગ્રિગેટર્સ અને યાત્રી વાહનો માટે પણ દંડના નિયમો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હવે સરકાર રસ્તો બનાવનારા કોન્ટ્રાક્ટરો પર નજર રાખશે. જો રોડ ખરાબ રસ્તાઓ, નબળી ડિઝાઇન, રોડ બનાવવામાં નબળી સામગ્રીનો ઉપયોગ કરશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો રસ્તાઓની જાળવણીમાં બેદરકારી રાખવામાં આવે તો કોન્ટ્રાક્ટરો પાસેથી એક લાખ રૂપિયા સુધીની દંડ વસૂલવામાં આવી શકે છે.
फॉल्टी कंपोनेंट और व्हीकल निर्माताओं पर भी लगेगा जुर्माना। #TrafficFines #MotorVehiclesAct pic.twitter.com/anaFZsWwuu
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 26, 2019
નવા મોટર વાહન અધિનિયમના અમલ બાદ કેટલીક અફવાઓ પણ ચાલી રહી હતી, જેના પર પણ કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા આપી છે. દંડના ડરથી, લોકો અડધી બાયના શર્ટ અને ચપ્પલ પહેરીને ગાડી ચલાવતા નથી, કેમ કે અફવા છે કે આવું કરવા બદલ તેમને દંડ કરવામાં આવશે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે નવા મોટર વાહનો (સુધારા) અધિનિયમ, 2019 વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ મીડિયાને ઠપકો આપ્યો હતો. ગડકરીએ પોતાના ટ્વિટમાં એક ન્યુઝ ચેનલની પોસ્ટ શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, ‘મને માફ કરજો, આજે ફરી એકવાર મીડિયાના અમારા કેટલાક મિત્રોએ માર્ગ સલામતી કાનૂન જેવા ગંભીર વિષયની મજાક ઉડાવી છે.’
अफवाहों से सावधान…!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019
તેમણે કહ્યું, ‘હું તમને વિનંતી કરું છું કે લોકોના જીવન સાથે જોડાયેલી આવી ગંભીર બાબતે લોકોમાં ખોટી માહિતી ફેલાવશો નહીં.’
એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલે તેની વેબસાઇટ પર એક સ્ટોરી પ્રકાશિત કરી હતી, જેનું શીર્ષક હતું ‘ન્યુ મોટર વ્હીકલ એક્ટ: તમારે અડધી બાયના કપડાં પહેરવા બદલ દંડ ચૂકવવો પડી શકે છે’.
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.