ધાર્મિક-દુનિયા

જ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય છે? ત્યારે ભગવાન કૃષ્ણે જે જવાબ આપ્યો તે વાંચીને તમારી જિંદગી…

મહાભારત એક એવો ઇતિહાસ છે જે સદીઓ સુધી અમ્ર રહેશે, આ મહાભારતમાં એક કર્ણ હતો જે જ્ઞાની અને ધર્મપ્રિય હોવા છતાં પણ કૌરવોના પક્ષમાં રહ્યો, પાંચ પાંડવોની માતા કુંતી એ કર્ણની પણ માતા હતી તે છતાં તે પોતાની માતાથી દૂર રહ્યો, તેના મનમાં ગૂંચવાતા આ બધા પ્રશ્નોના ઉત્તર તેને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પૂછ્યા અને તેમનો આ સંવાદ આજે પણ કેટલાય લોકોના જીવન બદલી શકે છે.

Image Source

કર્ણએ ભગવન શ્રી કૃષ્ણે પૂછ્યું: “મારો જન્મ થતા જ મારી માટે મને ત્યાગી દીધો, ક્યાં એનું સંતાન હોવું મારો અપરાધ હતો? દ્રોણાચાર્યએ મને ગુરુવિદ્યા ના શીખવી કારણ કે હું ક્ષત્રિય પુત્ર ના હતો. પરશુરામે મને વિદ્યા શીખવી તો ખરી પરંતુ તેમને પણ મને શ્રાપ આપી દીધો કે જે સમયે માટે આ વિદ્યાની સૌથી વધારે જરૂર હશે એજ સમયે હું તે વિદ્યાને ભૂલી જઈશ. કારણે એમના જણાવ્યા નૌસાર હું ક્ષત્રિય હતો. માત્ર સંજોગોવશાત એક ગાયને મારું બાણ વાગ્યું અને તેના માલિકે મને શ્રાપ આપી દીધો, જેમાં રો કોઈ દોષ નહોતો, દ્રૌપદી સ્વયંવરમાં પણ મારું અપમાન કરવામાં આવ્યું, માતા કુંતીએ પણ મને જયારે મારા જન્મ વિશેનું રહસ્ય જણાવ્યું એ પણ તેના બંને દીકરાઓને બચાવવા માટે, મને જે પણ મળ્યું છે એ દુર્યોધનના કારણે જ મળ્યું છે, તો હવે હું એના તરફથી યુદ્ધ કરું છું તો એમાં હું ખોટો ક્યાં છું?”

કૃષ્ણ ભગવાને કર્ણના એક એક પ્રશ્ન ખુબ જ ધ્યાન પૂર્વક સાંભળ્યા અને પછી તેને તેના બધા જ પ્રશ્નોના ઉત્તર એક પછી એક આપવા લાગ્યા.

કૃષ્ણએ કહ્યું: “કર્ણ, મારો જન્મ કારાગારમાં થયો, જન્મ પહેલા જ મૃત્યુ મારી રાહજોઇને ઘાત લગાવી બેઠી હતી, જે રાત્રે મારો જન્મ થયો એજ રાત્રે હું મારા માતા પિતાથી દૂર થઇ ગયો, તારું બાળપણ ખડગ, રથ, ઘોડા, ધનુષ અને બાણની વચ્ચે તેનો અવાજ સાંભળીને વીત્યું છે. મને ગોવાળિયાની ગૌ શાળા મળી, ગોબર મળ્યું, અને ઉભો થઈને ચાલતા પહેલા જ ઘણા પ્રાણ ઘાતક હમણાં થયા.

કોઈ સેના નહીં, કોઈ શિક્ષા નહિ, લોકો દ્વારા એવા મહેણાં જ સાંભળવા મળ્યું કે એમની મુશ્કેલીઓનું કારણ હું જ છું, તારા ગુરુ જયારે તારા શૌર્યની પ્રસંશા કરી રહ્યા હતા, મને એ ઉંમરમાં કોઈ શિક્ષા નહોતી મળી, જયારે હું 16 વર્ષનો થયો ત્યારે જઈને હું ઋષિ સાંદિપનીના ગુરુકુળ પહોંચ્યો.

Image Source

તું તારી પસંદની કન્યા સાથે લગ્ન કરી શક્યો, જે કન્યાને મેં પ્રેમ કર્યો હતો એ મને ના મળી, અને મારે એની સાથે લગ્ન કરવા પડ્યા જેને મારા માટે પ્રેમ હતો અને જેને મેં રાક્ષસોથી બચાવ્યા હતા.

મારા આખા સમાજને યમુના કિનારેથી હટાવીને એક દૂર સમુદ્રના કિનારે વસવું પડ્યું, એમને જરાસંઘથી બચાવવા માટે, રણમાંથી ભગવાન કારણે મને રણછોડ પણ કહેવામાં આવ્યો.

કાલે કદાચ દુર્યોધન યુદ્ધ જીતે છે તો તને ખુબ જ શ્રેય મળશે, જો ધર્મરાજ જીતે છે તો મને શું મળશે?  મને માત્ર યુદ્ધ અને યુદ્ધ દ્વારા નિર્માણ થયેલી સમસ્યાઓ માટે જવાબદાર માનવામાં આવશે.

એક વાતનું સ્મરણ રહે કર્ણ, દરેક વ્યક્તિના જીવનમાં ચુનોતીયો હોય છે, જીવન કોઈની સાથે ન્યાય નથી કરતુ, દુર્યોધને અન્યાયનો સામનો કર્યો છે. યુધિષ્ઠિરે પણ અન્યાય ભોગવ્યો છે.

Image Source

પરંતુ સત્ય ધર્મ શું છે એ તું જાને છે?
કોઈ વાંધો નથી કે કેટલું પણ અપમાન થાય, જે આપનો અધિકાર છે એ આપણને ના મળી શકે, મહત્વ એ વાતનું છે કે એ સમયે તમે સંકટનો સામનો કેવી રીતે કરો છો?

રડવાનું બંધ કરો કર્ણ, જીવન ન્યાય નથી કરતુ, એનો અર્થ એ નથી થતો કે તમારે અધર્મના પથ ઉપર ચાલવાની અનુમતિ છે.”

આમ કર્ણને શ્રી કૃષ્ણે સમજાવ્યા, આપણા જીવનમાં પણ આવી જ ઘણી સમસ્યાઓ હોય છે, કૃષ્ણ દ્વારા કર્ણને આપેલા આ સંદેશમાંથી પણ ઘણું બધું શીખવા જેવું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.