રસોઈ

મોતીચુર લડ્ડુ – તહેવારોમાં ઘરે ઘરે બનતાં મોતીચુર લાડુ બનાવો હવે ઘરે ….

હાઇ ફેન્ડસ,તહેવારની સીઝન શરૂ થઇ ગઇ છે અને કોઇ પણ તહેવાર સ્વીટ વાનગી વગર અધૂરો જ કહેવાય.તો આજે હું તમારા બધાના તહેવારને વધારે સ્વીટ બનાવે એવી રેસીપી લઇને આવી છુ.તો નોંધી લો મારી આ રેસીપી અને આવનારા તહેવારમાં તમારા કિચનમાં બનાવીને બધાને ખુશ કરી દેજો.

સામગી્:

  • ચણાનો લોટ(ઝીણો): ૧ કપ
  • સોજી-૧/૪ કપ
  • બેકિંગ સોડા(ખાવાનો સોડા)-૧ ટી સ્પૂન
  • ઓરેન્જ ફુડ કલર-૨ ટી સ્પૂન
  • ખાંડ-૧ કપ
  • પાણી-૧/૪ કપ (ચાસણી માટે)
  • ઈલાયચી પાઉડર-૨ ટી સ્પૂન
  • દૂધ-૧/૪ કપ
  • લીંબુનો રસ-૧ ટી સ્પૂન
  • ડા્યફૂ્ટ-ગાનૅીશીંગ માટે

રીત:

ચણાના લોટમાં સોજી,બેકિંગ સોડા અને ઓરેન્જ ફુડ કલર એડ કરીને જરૂર મુજબ પાણી ઉમેરીને મીડિયમ થીક બેટર તૈયાર કરો.

ફુડ કલરને પાણીમાં પલાડીને મિકસ કરવાનો છે.પેનમાં તેલ ગરમ થાય એટલે તડવાનો બુંદી પાડવાના ઝારા પર બેટર રેડી બુંદી પાડો.

ઝારો ના હોય તો ખમણી પણ લઇ શકાય.

ગેસ મીડિયમ આંચ પર રાખવો.

બુંદી થઇ જાય એટલે પેનમાં ખાંડ લઈ એમાં ૧/૪ કપ પાણી ઉમેરીને મીડિયમ આંચ પર હલાવીને ૧ તારની ચાસણી કરો.

ચાસણી થઈ જાય એટલે તેમાં બાકીનો ઓરેન્જ ફુડ કલર અને લીંબુનો રસ ઉમેરો.

ચાસણીમાં બુંદી,ઇલાયચી પાઉડર,દૂધ અને ડા્યફૂ્ટ ઉમેરીને મિક્સ કરો.

અડધી બુંદીને મિક્સરમાં ક્શ કરીને બાકીની બુંદીમાં મિક્સ કરો અને લાડવાનો શેઇપ આપો.

તૈયાર છે મોતીચૂર લડ્ડુ.આ તહેવારમાં બનાવો મારી આ રેસીપી અને કમેન્ટસમાં જણાવજો કે રેસીપી કેવી લાગી.

Author: GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ