હ્રદય કંપાવી દે તેવી ઘટના : 16 વર્ષના દીકરાએ મારી માતાને ગોળી, ત્રણ દિવસ સુધી છૂપાવી રાખી લાશ, આવી રીતે ખુલ્યો રાઝ

હે ભગવાન…16 વર્ષના દીકરાએ માતાને 6 ગોળીઓ ઠોકી દીધી, 3 દિવસ સુધી લાશ સાથે રહ્યો પછી પિતાને કર્યો વીડિયો કોલ, પિતાએ કર્યો ધડાકો

ગુજરાત સહિત દેશભરમાંથી અનેક હત્યાના હચમચાવી દેનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર અંગત અદાવત કારણ હોય છે તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ…ઘણીવાર એવું બનતુ હોય છે કે માતા-પિતા તેમના બાળકને કોઇ વાતે ટોકતા હોય તો બાળકના માથા પર ગુસ્સો આવી જતા તે કંઇ એવું કરી બેસતા હોય છે કે જે સાંભળી આપણે પણ ચોંકી જઇએ. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે હ્રદય કંપાવી દે તેવો છે. PUBG ગેમની લતને કારણે એક દીકરાએ માતાની ગોળી મારી હત્યા કરી દીધી. લખનઉની એલ્ડિકો કોલોનીમાં એક ફ્લેટમાં એક નાનો પરિવાર સુખેથી રહેતો હતો.

પરિવારમાં માતા, એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થતો હતો. ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, બાળકોના પિતા ભારતીય સેનામાં ઓફિસર છે અને હાલ કોલકાતામાં પોસ્ટેડ છે. પરંતુ 8 જૂને સમાચાર આવ્યા કે 16 વર્ષના પુત્રએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી દીધી. એટલું જ નહીં, આ છોકરો ત્રણ દિવસ સુધી તેની માતાના મૃતદેહ સાથે રૂમમાં બંધ રહ્યો. પરંતુ છોકરાએ તેની માતાની હત્યા કેમ કરી ? એ વાતનો જવાબ ચોક્કસ તમારે જાણવો હશે. માતા પુત્રને PUBG રમવાની ના કહેતી હતી અને તેને કારણે બાળકનો પિત્તો ગયો. ઘટના 5 જૂન રવિવારની છે. 40 વર્ષની સાધના તેના પુત્રને PUBG રમવાની ના કહી રહી હતી.

જેને કારણે પુત્ર ગુસ્સે થયો અને તેણે પિતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે તેની માતાનો જીવ લીધો. પુત્રએ માતાના માથા પર પિસ્તોલથી ગોળી મારી અને કહ્યું કે બસ થઈ ગયું…હવે નહીં… માતાની હત્યા કર્યા બાદ છોકરાએ રાત્રે તેના બે મિત્રોને ઘરે બોલાવ્યા હતા. ફૂડ માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો અને પછી મિત્રો સાથે ફુકરે ફિલ્મ જોઈ. મિત્રોએ પૂછ્યું, મા ક્યાં છે, તો કહ્યું કે તે કાકીના ઘરે ગઈ છે.સમાચાર અનુસાર, છોકરાએ તેની 10 વર્ષની બહેનને એક રૂમમાં બંધ કરી દીધી હતી અને પોતે ત્રણ દિવસ સુધી માતાના મૃતદેહ પાસે રહ્યો હતો.

પરંતુ ત્રણ દિવસ પછી શરીર સડવા લાગ્યું. લાશમાંથી દુર્ગંધ આવતા છોકરાએ તેના પિતાને બોલાવ્યા અને માતાની મોત વિશે જણાવ્યું. પિતાએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી.ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે છોકરાએ પહેલા કહાની ઘડી કે એક ઈલેક્ટ્રિશિયને માતાની હત્યા કરી. પરંતુ અઢી કલાકની તપાસ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો. હાલમાં, છોકરાને પોલીસે કસ્ટડીમાં લીધો છે.

Shah Jina