અજબગજબ

જમાઈ સાથે સાસુને થઈ ગયો પ્રેમ, હવે એવું કદમ ઉઠાઈ જઈ રહ્યા છે કે ધિક્કાર થશે…

દીકરીના પતિને જ હનીમૂન બાદ ભગાવી ગઈ બેશરમ મા, લગ્ન પણ કર્યા એ તો ઠીક પણ એના થી મોટું કામ કરી દીધું..જુઓ

આજકાલ આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે જે ખૂબ જ ચોંકાવનાર અને આઘાતજનક હોય છે. ત્યારે હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક માએ પોતાની દીકરીને દગો આપ્યો કે જેની કલ્પના આ દીકરીએ ક્યારેય કરી પણ નહિ હોય. તાજેતરમાં જ સામે આવેલો મામલો લંડનના ટ્વિકેનહામનો છે.

આ કિસ્સામાં, 34 વર્ષીય લોરેન હોલ પોતાના લગ્નથી ખૂબ ખુશ હતી અને તેની માતાને તેના હનીમૂન પર સાથે લઈ ગઈ હતી, પરંતુ તે જાણતી નહોતી કે આવું કરવું તે તેના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે.

Image Source

તેમના હનીમૂન દરમિયાન લોરેનની માતા અને તેના પતિ વચ્ચે ઘણી વાતો થતી હતી. તેઓ એકબીજા સાથે ઘણું મજાક-મસ્તી પણ કરતા હતા. જો કે, આ બધા જોવા છતાં, લોરેને ક્યારેય વિચાર્યું પણ ન હતું કે થોડા સમય પછી તેની માતા જ તેને જીવનનો સૌથી મોટો દગો આપવાની છે. તેની મા જ તેના પતિને તેની પાસેથી છીનવીને લઇ જવાની છે.

Image Source

એક અહેવાલ અનુસાર, લોરેન લગ્ન પહેલા તેના સાથી પૉલ વ્હાઇટ સાથે રહેતી હતી. તેની સાથે તેનું એક બાળક પણ હતું. બંને વચ્ચે ઘણો પ્રેમ હતો. ઓગસ્ટ 2004માં, જ્યારે લોરેન 19 વર્ષની હતી, ત્યારે તેણે પૉલને જીવનસાથી બનાવી લીધો, લગ્ન કરી લીધા. તેની મા જુલીએ આ લગ્નમાં લગભગ 14 લાખનો ખર્ચ કર્યો હતો. પણ લગ્નના આઠ અઠવાડિયા જ વીત્યા હશે અને પૉલ તેઓને છોડીને જતો રહ્યો.

Image Source

થોડા સમય પછી, લોરેનને ખબર પડી કે પૉલે જે વ્યક્તિ માટે તેને છોડી દીધી એ બીજું કોઈ નહિ પણ તેની માતા જુલી જ છે. પૉલ તેની મા સાથે રહે છે અને સત્ય સામે આવ્યા પછી, જુલીને તે માનવું મુશ્કેલ બની ગયું હતું કે તેની માતાએ જ તેની સાથે દગો કર્યો છે. એટલું જ નહીં, બીજા વર્ષે 2005માં તેને એક વધુ ચોંકાવનાર સમાચાર મળ્યા લોરેનની માતા જુલીએ એક બાળકને જન્મ આપ્યો છે. આ બાળકનો પિતા બીજું કોઈ નહીં પણ તેનો પતિ પૉલ હતો.

Image Source

આ ઘટના પછી, લોરેન અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. લોરેનને લાગવા માંડ્યું હતું કે હવે આ દુનિયામાં તેના માટે કંઈ જ બચ્યું નથી. લોરેને માત્ર 2 વ્યક્તિ એક તેની મા અને બીજો પૉલ, પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો અને એ જ બે વ્યક્તિએ તેને જીવનનો સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો હતો.

Image Source

આ કિસ્સામાં સૌથી વધુ હેરાન કરવાવાળી વાત તો એ છે કે શરૂઆતમાં લોરેનની માતા જુલી કહેતી હતી કે તેનો જમાઈ સાથે કોઈ સંબંધ નથી, પણ તેને 2006માં પૉલ સાથે લગ્ન કરી લીધા. લોરેન તેની માતા અને પૉલના લગ્નમાં હાજર હતી. બંનેના લગ્નને હવે 13 વર્ષ વીતી ચુક્યા છે.

અહેવાલ અનુસાર જુલી હવે પૉલ સાથે આરામથી રહે છે અને બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. લોરેને પણ બીજા લગ્ન કરી લીધા છે અને કહેવાય રહ્યું છે કે હવે તે ચોથા બાળકની મા બનવા જઈ રહી છે. જો કે તે આ વિશે કહે છે કે આ બધું એના માટે એટલું સરળ પણ નથી રહ્યું. ઘણી બધું તકલીફોનો સામનો એને આ કારણે કરવો પડ્યો છે.