39 વર્ષિય મહિલાને 10 વર્ષ નાના યુવક સાથે થયો પ્રેમ, મહિલાની દીકરી પણ એ જ યુવકના પ્રેમમાં, પછી માતાએ દીકરીને આપી એવી ખૌફનાક સજા કે…

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતમાં હત્યા કરી નાખવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં હત્યા નિપજાવવામાં આવતી હોય છે. ત્યારે હાલ સંસ્કારી નગરી વડોદરામાંથી એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળી તમે હચમચી જશો. 39 વર્ષિય મહિલાએ 10 વર્ષ નાના યુવક સાથેના પ્રેમ સંબંધને લઇને પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારવાની પૂરી કોશિશ કરી હતી. માતાએ પોતાની સગી દીકરીને ઉપરા છાપરી ચાકુના 20 ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ 14 જૂન મંગળવારના રોજનો છે. મૃતક ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ હત્યાના પ્રયાસ પાછળનું કારણ મહિલાને પ્રેમ ગુમાવવાનો ડર હતો. ઘટનાની વિગત જોઇએ તો, વર્ષ 2013માં વડોદરાના આજવા રોડ પર એક માતા અને પુત્રી જેઓ માતાના છૂટાછેડા બાદ રહેવા આવ્યા હતા તે ઓનલાઇન વ્યવસાય દ્વારા જીવન ચલાવતા. લગભગ બે વર્ષ પહેલા એક યુવક સાથે ઓનલાઇન પરિચય થયો હતો અને મૈત્રી સંબંધ કેળવાયો હતો. ત્યારે આ અંગે 13 વર્ષની દીકરીને જાણ થતા તે યુવકની નજીક આવી હતી અને આ વાતની જાણ માતાને થતા બંને વચ્ચે ઝઘડા થતા હતા. ત્યારે મંગળવારે આ ઝઘડાએ ખૌફનાક રૂપ લીધુ હતુ. મહિલાને જે વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો તે હાલ દુબઇમાં હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

આ ઉપરાંત પ્રેમી મહિલાથી 10 વર્ષ નાનો પણ છે. કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર આરોપી મહિલા મોડલિંગનું કામ કરે છે અને તે વેબ સીરીઝમાં અભિનેત્રી તરીકે પણ કામ કરે છે.હાલ તો આ મામલે પોલિસ તપાસ કરી રહી છે. ઇજાગ્રસ્ત દીકરી હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આરોપી માતાએ પુત્રી પર હુમલો કર્યા બાદ પોલિસને ફોન કર્યો હતો અને દીકરીની હત્યા કરી નાખી હોવાનું પણ જણાવ્યુ હતુ. એટલું જ નહિ 108ને પણ તેણે જાતે જ ફોન કરી જાણ કરી હતી. જણાવી દઇએ કે, માતા જે યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી, તેની દીકરી નજીક આવી ગઇ હોવાની આરોપીને શંકા હતી. જે બાદ માતા-પુત્રી વચ્ચે ઝઘડા વધી ગયા હતા.

મંગળવારે સાંજે ચારેક વાગ્યા આસપાસ જ્યારે બંને ઘરે હતા ત્યારે કોઇ વાતને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને માતા દીકરી પર છરી લઇ તૂટી પડી હતી અને 20 ઘા માર્યા હતા. જે બાદ દીકરીને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગઇ હતી. આ દરમિયાન તેણે જાતે જ કંટ્રોલ રૂમમાં ફોન પણ કર્યો હતો અને દીકરીની હત્યા કરી હોવાનું કહ્યુ હતુ. હાલ તો આ મામલે કોઇ પોલિસ ફરિયાદ થઇ હોવાની ધ્યાન નથી. મહિલાના સંબંધીઓને આ મામલે ફરિયાદ કરવા પોલિસે સમજાવ્યા પરંતુ કોઇ ફરિયાદી બન્યુ ન હતુ.

હાલ તો પોલિસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે, મહિલાના અગાઉ બે વખત છૂટાછેડા થયા છે. ઘરકંકાસને પગલે મહિલાએ બે વખત પોલિસ ફરિયાદ પણ કરી છે. આ મામલો હાલ વડોદરામાં ઘણો ચર્ચામાં છે. મહિલા અને યુવકનો પરિચય સો.મીડિયા માધ્યમથી થયો હતો. મહિલા તેની દીકરી અને પ્રેમી સાથે રાજસ્થાન ફરવા ગઇ હતી અને ત્યારે માતાને શંકા ગઇ હતી કે તેની દીકરી પ્રેમી સાથે સંબંધમાં છે.

Shah Jina