મોતના મોઢામાંથી પોતાના દીકરાની જિંદગી બચાવીને લાવી આ મા, વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

એક માતા પોતાના સંતાનો માટે હંમેશા લડતી હોય છે, પરિસ્થિતિઓ સામે અને દુનિયા સામે પણ… ઘણીવાર એવો સમય પણ આવે છે કે એક માતા પોતાના સંતાનો માટે પોતાનું સર્વસ્વ કુરબાન પણ કરી દેતી હોય છે. જો પોતાના સંતાન ઉપર કોઈ આફત આવી જાય તો મા તેનો સામનો કરી છે, અહીંયા સુધી કે જો યમરાજ સાથે પણ બાથ ભીડવાની થાય તો પણ માતા તૈયાર હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક માતા પોતાના સંતાનને મોતના મોઢામાંથી ખેંચી લાવે છે. આ ઘટનાનો વીડિયો આખી દુનિયામાં છવાયેલો છે અને લોકો પણ આ માતાના વખાણ કરતા થાકતા નથી, પરંતુ વીડિયો જોઈને ભલ ભલાનાં રૂંવાડા ઉભા થઇ ગયા હશે એ નક્કી છે.

દેશ અને દુનિયામાં રોજ સેંકડો અકસ્માત થતા હોય છે, આવા અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ઘણા અકસ્માતના વીડિયો પણ સામે આવતા હોય છે જેને જોઈને આપણી પણ કમકમાટી છૂટી જાય, તો ઘણા એવા પણ દિલધડક અકસ્માત હોય છે જેમાં કોઈનો આબાદ બચાવ પણ થતો હોય છે અને તેમને મોત ટચ કરીને નીકળી ગયું હોય છે.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં આવો જ દિલધડક અકસ્માત જોઈ શકાય છે. વાયરલ વીડિયો વિયેતનામના ગોઈ નામ દિન્હનો છે. એક રાહદારીના મોબાઈલમાં કેદ થયેલા આ વીડિયોમાં ચોંકાવનારી ઘટના જોવા મળી રહી છે. જેમાં એક માતા મોતના મુખમાંથી પોતાના કાળજાના ટુકડો પાછો લાવતી જોવા મળે છે. ઈંગ્લેન્ડના ક્રિકેટર જોફ્રા આર્ચરે આ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું કે, મધર ઑફ ધ યર !”

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ, પત્ની અને બાળક સહિત ત્રણ લોકો મોટરસાઈકલ પર સવાર છે. કેટલીક વસ્તુઓ બાઇક પર પણ બાંધેલી છે. અચાનક આગળ જઈ રહેલી કારની સાઇડ બાઇકને ટક્કર મારે છે અને અસંતુલન થવાના કારણે પાછળ બેઠેલી મહિલા અને બાળક નીચે પડી જાય છે. તે દરમિયાન સામેથી આવતી ટ્રકનું ટાયર બાળક ઉપર પાડવાનું જ હતું કે તરત મહિલાએ પોતાના જીવની ચિંતા કર્યા વગર ખુબ જ ઝડપથી પોતાના બાળકને બચાવી લીધું.

આ વીડિયોને જોઈને ભલભલા લોકોના રૂંવાડા પણ ઉભા થઇ ગયા. ખરેખર, બાળક તેની માતાના ખોળામાં સૌથી સુરક્ષિત હોય છે. કાળમાં પણ હિંમત નથી કે તેની માતાના ખોળામાંથી તેના બાળકને પોતાની સાથે લઈ જઈ શકે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel