સાવકી માતા જીનલે 7 વર્ષીય ભદ્રને ખતરનાક મોત આપેલું, હવે લીંબડી કોર્ટે આપી ખતરનાક સજા

સુરેન્દ્રનગરમાં 6 વર્ષના બાળકની હત્યા કરનારી માતા જીનલને કોર્ટે ફટકારી ખતરનાક સજા, ઐતિહાસિક ચુકાદો આવ્યો

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર અંગત અદાવત, પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી પ્રોપર્ટી કારણ હોય છે. ત્યારે વર્ષ 2018માં સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં 6 ફેબ્રુઆરીના રોજ એક હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સાવકી માતાએ સાવકા 7 વર્ષના બાળકની બેગમાં પુરી હત્યા કરી દીધી હતી.

આ કેસ ઘણા લાંબા સમયથી ચાલતો હતો, ત્યારે હાલમાં લીંબડી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે સાવકા પુત્રની હત્યા કરનાર માતાને આજીવન કેદની સજા ફટકારી છે. માં તે મા બીજા બધા વગડાના વા આ ઘટના આ કહેવતને શર્મસાર કરે છે.6 ફેબ્રુઆરી 2018ના રોજ સુરેન્દ્રનગરના કૃષ્ણનગરના સાવકી માતા કુમાતા બની હતી અને તેણે તેના બીજા પતિના પુત્રને જીવતો શુટકેસમાં પુરી હત્યા કરી નાંખી હતી.

આ માતાને ઝડપ્યા બાદ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં કેસ એપ્રિલ 2018 ચલાવાયો પણ જેલમાં મુદત સમયે સૌ કોઇ તેની સામે તીરસ્કારની નજરે જોતા હોવાથી સુરેન્દ્રનગર કોર્ટમાં જીવનુ જોખમ હોવાનુ કહી આરોપી જીનલે કોર્ટમા 29-8-2018ના રોજ કેસ લીંબડી સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાવ્યો હતો. જે બાદ સુરેન્દ્રનગર જેલમાં કાચાકામના કેદી તરીકે તેને રાખવામાં આવી અને તેની સામે લીંબડી સેશન્સ કોર્ટમાં કે, ચાલ્યો.

આ કેસમાં મૃતક ધ્રુવ ઉર્ફે ભદ્રના પીએમ રીપોર્ટ અને 27 લોકોની જુબાની લેવામાં આવી. જે આધારે લીંબડી ત્રીજા એડીશનલ સેશન્સ જજ મમતા ચૌહાણે આરોતી જીનલ પરમારને કસુરવાર ઠેરવી તેને આજીવન કેદની સજા સંભળાવી અને આ ઉપરાંત 5 હજાર દંડ કર્યો હતો. જો આ તે ન ભરે તો 6 માસની વધારે સજાનો હુકમ કર્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

કોર્ટે નોંધ્યુ કે આરોપી જીનલે 6-7 વર્ષના બાળકને બેગમાં પુરી દીધો અને ગુંગળાવાને કારણે તેનું મોત થયુ હતુ. આ કેસ રેર ઓફ રેરેસ્ટ કેસમાં આવે છે જેથી ફરીયાદ પક્ષે આરોપીને મૃત્યુ દંડની સજાની માંગ કરી હતી, પણ જીનલને પહેલા લગ્નથી 6 વર્ષની બાળકી છે અને આરોપીનો બીજો કોઇ ગુનાહીત ઇતિહાસ નથી,

જેથી તેને આજીવન કેદની સજા સંભળાવી હતી. જણાવી દઇએ કે, સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં રહેતા શાંતિલાલ પરમારે પહેલી પત્ની ડીમ્પલબેનના નિધન બાદ અમદાવાદની જીનલબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. શાંતિલાલને પહેલા લગ્નથી પુત્ર ભદ્ર હતો. જ્યારે જીનલબેનને પહેલા લગ્નથી પુત્રી છે. લગ્નબાદ સાવકી માતા જીનલબેન શાંતીલાલના પુત્ર ભદ્રને સારી રીતે રાખતા પણ પતિની પ્રોપર્ટી બાળક ભદ્રને મળશે અને પુત્રીને નહીં મળે તેમ વિચારી તેણે ભદ્ર પ્રત્યે ધ્રુણા કરી અને 6 ફેબ્રુઆરી 2018ના રોજ સહેજ પણ ખચકાટ અનુભવ્યા વિના 7 વર્ષીય ભદ્રનું મોં હાથ પગ બાંધી દઇ તેને જીવતો બેગમાં પુરી દીધો હતો અને શ્વાસ રૂંધાતા માસૂમનું મોત નિપજ્યું હતું. જે બાદ તેણે ભદ્ર ખોવાઇ ગયો હોવાનું નાટક કર્યુ.

(પ્રતીકાત્મક તસવીર)

લીંબડીમાં જજે કેસનો ચુકાદો આપતા જણાવ્યુ કે, 6 વર્ષના માસુમ બાળક ભદ્ર ઉપર માતૃ વાત્સલ્ય વરસાવવાના બદલે સાવકી માતાએ તેની હત્યા કરી હતી. આ જઘન્ય કૃત્યમાં જો આરોપીને ઓછી સજા સંભળાવવામાં આવે તો તેનાથી સમાજમાં ખોટો સંદેશો ફેલાય અને ફરીયાદી પક્ષને પણ અન્યાયની લાગણી અનુભવાશે.

Shah Jina