દીકરીએ પોતાની માતાના બીજા લગ્નની તસવીરો શેર કરી અને એવો ભાવુક મેસેજ લખ્યો કે વાંચીને તમારી આંખો પણ છલકાઈ ઉઠશે

આપણા દેશમાં લગ્નને એક  અલગ નજરિયાથી જોવામાં આવે છે. લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. પરંતુ ઘણા લગ્નો એવા હોય છે જે થોડા જ વર્ષોમાં છૂટાછેડા સુધી પણ પહોંચી જાય છે અને સમાજમાં છૂટાછેડા વાળા લોકોને પણ એલ અલગ નજરથી જોવા આવે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવી કહાની સામે આવી છે જે જાણીને તમને પણ દીકરી ઉપર ગર્વ થશે.

સોશિયલ મીડિયામાં એક છોકરીએ તેની માતાના સંબંધનો ખુળસો કર્યો છે. તેને જણાવ્યું છે કે મારી મા વર્ષો સુધી એક ખોટો સંબંધ નિભાવી રહી હતી. પરંતુ છેલ્લે તેનો સુખદ અંત થયો. અંત થયો એનો મતલબ મારી માતાએ બીજા લગ્ન કરી લીધા છે. દીકરીએ પોતાની માતાની ઘણી તસવીરો શેર કરી છે.

સોશિયલ મીડિયા ઉપર આ દીકરીની પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે. યુઝર્સ આ દીકરીની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આજના સમયમાં આવી છોકરીઓ અને દીકરીઓની જરૂર છે, જે સમાજમાં થોપવામાં આવેલા જબરદસ્તીના બંધનોને તોડીને સુખદ જિંદગી વિતાવી શકે અને બીજાની પણ મદદ કરી શકે.

આ દીકરીએ તેના ટ્વીટર એકાઉન્ટ ઉપર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ સાથે જ તેને એમ પણ જણાવ્યું છે કે આ મારી માતાની તસવીરો છે અને તેબીજા લગ્ન કરી રહી છે. દીકરીએ શેર કરેલા વીડિયો અને તસ્વીરોમાં તેની માતાના હાથમાં મહેંદી લગાવૈ રહી છે તો અન્ય એક વીડિયોમાં વર-કન્યા એક બીજાને વરમાળા પહેરાવી રહ્યા છે.

વીડિયોમાં ધાર્મિક વિધિ અનુસાર મંત્રોચ્ચાર પણ થતા સાંભળી શકાય છે. તો લગ્ન કરનાર દંપતી પણ ખુબ જ ખુશ દેખાઈ રહ્યું છે. વર્ષો સુધી જયારે એક મા પોતાની ખુશીને મારીને જીવતી હોય ત્યારે દીકરીએ આ જોતા તેના બીજા લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો. લગ્નના જોડામાં દીકરીની મમ્મી પણ ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

Niraj Patel