ભણવામાં નાટક કરતો હતો દીકરો તો મમ્મીએ ફટકાર્યો, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો તો પપ્પાએ પૂછ્યું શું થયું ? ટેણીયાએ આપ્યો એવો જવાબ કે… જુઓ વીડિયો

બાળપણમાં જ્યારે બાળકો ભણતા નહોતા ત્યારે વાલીઓ તેમને ઠપકો આપતા અથવા મારતા હતા. જેના કારણે તે સારી રીતે અભ્યાસ કરી શકે. ઘણીવાર લોકો પાસેથી એવું સાંભળવા મળે છે કે માતાઓ તેમના બાળકો પર વધુ ધ્યાન આપે છે અને અભ્યાસ પર ભાર મૂકે છે જેથી તેઓ સારી રીતે અભ્યાસ કરે છે, પરંતુ કેટલીકવાર માતાએ બાળકોને અભ્યાસ માટે માર પણ મારવો પડે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં માતા તેના બાળકને અભ્યાસ ન કરવા બદલ માર મારી રહી છે અને બાળક રડી રહ્યો છે. ત્યારે છોકરાના પિતા નજીકમાં તેમના મોબાઇલ કેમેરામાં વીડિયો શૂટ કરી રહ્યા છે. દીકરો રડી રહ્યો છે અને માતા ગુસ્સાથી પુત્રને શીખવી રહી છે. આ દરમિયાન કેટલાક એવા ડાયલોગ્સ સાંભળવા મળે છે, જે સાંભળીને તમને હસવું આવશે.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રૂમમાં બેડ પર એક બાળક હાથમાં પેન્સિલ લઈને બેઠો છે. તે એક નોટ લઈને બેઠો છે, જેમાં તે તેની માતાના કહેવાથી નંબરો લખી રહ્યો છે. ગુસ્સે ભરાયેલી માતા કહે છે કે હવે વન નાઈન (19) લાખ, બાળક રડે છે અને કહે છે, ‘વન નાઈન’ અને પછી લખવાનું શરૂ કરે છે.

આ દરમિયાન માતા પણ બાળકના આંસુ લૂછી નાખે છે. નોટમાં ફરી લખવાનું કહે છે. આ દરમિયાન વીડિયો રેકોર્ડ કરી રહેલા પિતા વચમાં બોલે છે. પપ્પાએ રડતા બાળકને કહ્યું, “રડવાનો શો ફાયદો?” તેના પર બાળકે કહ્યું કે “તમે ચૂપ રહો.” ત્યારે પિતા કહે કે “હું શા માટે ચૂપ રહું ?” તો બાળક કહે કે “તમે મારી મમ્મી નથી, તમે પપ્પા છો.”  સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel